ડાયરી
ડાયરી
ડાયરી.
ગીરજાશંકર એ વિદ્યાર્થી બુક ડિપો નાં માલિક. નેવું વર્ષ ની ઉંમર પણ દુકાને જાય. ચોપડી વેચી દાળરોટી કમાવવી એ તેઓની છેલ્લી ત્રણ પેઢી નો વેપાર. પણ હવે તેમનો એકે માત્ર દીકરો નયન, એન્જીનીયર હતો તેને આ ચોપડીઓ નાં વેપલા માં કોઈ રસ ન હતો.
આમેય ડિજિટલ નાં જમાના માં ચોપડીઓ નું ચલણ ઓછું થઈ રહ્યું હતું..
આજે ગીરાજાશંકરનો જન્મ દિવસ હતો, અને બપોરે નયન તેના બાપુ ને ટિફિન આપવા આવે છે, અને ગીરજાશંકર બાપુને જન્મ દિવસ ની શુભ કામના અદા કરતા,બાપેરે બાપુ જમે ત્યાં સુધી દુકાનનાં કાઉન્ટર પર બેસે છે. ત્યાં એ તેના બાપુની ડાયરી વાંચે છે...
નયન, બધું ભૂલી કાઉન્ટર નાં સ્ટુલ પર બેસી ગયો.
દુકાનમાં આજે ખાસ કોઈ આવક નહોતી. બારણે લટકતું ઘંટડી કોઈ વગાડતું નહોતું—જાણે સમય પણ અંદર આવવાનું ભૂલી ગયો હોય.
કાઉન્ટર પર જૂની ખાતાવહી, બે ત્રણ પેન અને ખાના માં એક ભૂરી ચામડાની ડાયરી પડેલી હતી. જે નયને હાથમાં લીધી હતી . ડાયરી ઉપર મરોડદાર અક્ષરોમાં લખેલું હતું—
રોજનીશી,“ગીરજાશંકર : અંગત દિનચર્યા નોંધ ”
એણે ક્યારેય તેના બાપુને ઘરે કંઈ લખતા જોયા નહોતા. સમય પસાર કરવા અને ક્યુરિઓસીટી થી ડાયરી ખોલી.
.....“આજે નેવ્વુંમુ વર્ષ પૂરું થયું.મારા
હાથ કાંપે છે, આંખો ઝાંખી થઈ છે,
પણ સવારે દુકાન ખોલ્યા વગર, મારો કે આ દુકાન નો દિવસ શરૂ થતો નથી.”
નયન થોડી ક્ષણ માટે અટકી ગયો. તેનાથી ડાયરીના
પાનાં પાછળ ફેરવાતા ગયા.
“મારા પિતાજી કહેતા—
ચોપડી નું વેચવું એ ધંધો નથી,
એ તો દીવાસળી છે—
બીજાનાં અંતરની અંદર અજવાળું કરવા માટે.”
નયનની છાતીમાં કશુંક ચુભ્યું.
આગળ લખેલું—
“નયન હવે મોટો અને સમાજણો થઈ ગયો છે. ઇલેક્ટ્રોનિક એન્જીનીયર છે.આદુકાન માં
મારા હાથમાં ધૂળ લાગેલી ચોપડીઓ એને ગમતી નથી,અને મને એની આંગળીઓ પર રમતું કીબોર્ડ.”
નયનની આંખોથી આપોઆપ રક બુંદ નીચે ઉતરી સરકી ગયું .
“હું એને રોકતો નથી.
દરેક પેઢી પોતાનો રસ્તો શોધે છે.
પણ, આ જીવન સંધ્યા એ હવે ડર લાગે છે—
આ, દુકાન ણો રોજમેળ અને ડાયરી નાં પાના મારી આંખ મીંચાય પછી,
જો આ દુકાન બંધ થઈ ગઈ,
તો શું મારી સાથે મારી બાપદાદાની યાદ ની સાથોસાથ,આ શબ્દો પણ મરી જશે?”
નયનનું ગળું હવે ભરાઈ આવ્યું.
એટલામાં ગીરજાશંકર જમતા જમતા ઊભા થયા. “નયન… ચા મંગાવું ?”
સાદો, રોજિંદો અવાજ, પરંતુ આજે નયન ને વધારે લાગણીશીલ જણાયો.
નયને ડાયરી ધીમેથી બંધ કરી. સોરી કહેતા પૂછ્યું “બાપુ…
આ ડાયરી તમે લખો છો?”
ગીરજાશંકર થોડી ક્ષણ શાંત રહ્યા.
પછી બોલ્યા, કોઈ સોરી નહિ “હા… કોઈને બતાવવાની નહોતી. પણ તું કાંઈ કોઈ થોડી છે ”
ડાયરી તારા અને મારા દાદા લખતા હતા હું તો તેમાં પાના જોડી જીવતી રાખું છું. ડર વરસે નવી નોટ લઈને.
નયન ઊભો થયો. “બાપુ, …આજે જાણ્યું કે આપડી આ દુકાન
ફક્ત ચોપડીઓ નથી વેચતી.”
ગીરજાશંકર અચંબામાં નયન ની આસું છલકાતી આંખ સાથે ચહેરો જોયો!.
પણ તેઓ મુંગા રહ્યા અને, પાણી ની ગ્લાસ આપ્યો..
નયને પાણી ણો ઘૂંટ પી કહ્યું..
બાપુ આજે ખબર પડી,
“આ દુકાન માત્ર ચોપડીઓ નહિ, સમય પણ વેચે છે,સ્મૃતિ વેચે છે,અને માણસને પોતાને મળવાની જગ્યા આપે છે.”
ગીરજા શંકર ની વૃદ્ધ આંખોમાં પણ ભીનાશ ઊતરી આવી .
બાપુ , તમારી ડાયરી અને આ રોજમેળ ચાલુ રહેશે...નયન બોલ્યો, આ એ આઈ કે
“ડિજિટલ યુગમાં,” પણ
“હું આ દુકાન બંધ નહીં કરું.હા
હું એને બદલિશ જરૂર, પણ ચાલુ રહેશે.”
ઓણ બેટા
“કેમ?” તને મન ચાહ્યું કામ..
વાક્ય અધૂરું રાખતા....
ગીરજાશંકરે પૂછ્યું.
નયન આંખ ણા આંસુ લૂછતાં બોલ્યો .
બાપુ...“જૂની ચોપડીઓ સાથે
તમારી ડાયરી,
તમારી વાર્તાઓ,
અને આપણી પેઢીની યાદ —એ
બધાને હું જીવંત રાખીશ.”
બારણે ઘંટડી વાગી .
એક બાળક દુકાને અંદર આવ્યો. “અંકલ, ચંપક ની આ મહિનાનો અંક આવ્યો છે?”
ગીરજાશંકરે નયન તરફ જોયું.
નયને કહ્યું— “હા બાપુ…
અને આજથી આ દુકાનની જવાબદારી તમારી નહીં,
મારી છે.”
બંધ થવાની કગાર પર રહેલી,જૂની વિદ્યાર્થી બુક ડિપોને એ દિવસે જીવનદાન નશીબ થયું, તે બંધ ન થઈ.એ દિવસે નવી રીતે શરૂ થઈ ચુકી હતી .
ગીરજાશંકર ની મૌન આંખ બોલી ઉઠી કે
ચોપડીઓ ચિરયુવાની લઇ જન્મે છે..
અને
નયને બાપુની ડાયરી ને દુકાન ણા ગલ્લા માં મૂકી, પરંતુ એ બાપુ નો સાદ સાંભળી ચુક્યો હતો..
અને જોતજોતામાં..
“ડાયરીનાં પાનાં માં દુકાનનો નવો અધ્યાય ઉમેરાઈ ગયો .”
