ફૂલછાબ
ફૂલછાબ
ફૂલછાબ.
રાધા શહેરની પોસ્ટ ઓફિસમાં પત્રો શોર્ટિગ નું કામ કરતી.
હર દિવસે સેકડો પત્રો હાથમાંથી પસાર થતાં—
ખુશીના, દુઃખના, રાહ જોવાના, વિદાયના.
અને પ્રેમ ના,પણ એક પત્ર એવો હતો,
જે છેલ્લા બાવીસ વર્ષથી એક જ દરાજમાં પડેલો હતો.
તે પત્ર પર સ્ટેમ્પ લગાવેલો હતો.
સરનામું પણ પૂરું લખેલું—
“કવિ કિશન ત્રિવેદી, મરચી પોળ ગોંડલ ”
રાધા દર વર્ષે એકવાર એ પત્ર બહાર કાઢતી.
વાંચતી.
ફરી મૂકી દેતી.
૨૨ વર્ષ પહેલાં,
કોલેજના દિવસોમાં કિશન કવિતા લખતો.
રાધા એને વાંચતી કોઈવાર તેના મુખે સાંભળતી પણ .
બન્ને વચ્ચે શબ્દોનો સંબંધ હતો,
એકરારા કર્યા વગરનો પ્રેમ.
પણ એક દિવસ કિશન અચાનક શહેર છોડીને ચાલ્યો ગયો.
કોઈ વિદાય નહીં.
કોઈ સમજાવટ નહીં.
માત્ર થોડા દિવસ પછી ફૂલછાબ છાપે એક કવિતા છપાઈ—
શીર્ષક હતું,
“પત્ર લખજે.”
રાધા એ એ રાતે પત્ર લખ્યો.
કિશન ,
શબ્દો તો અઢળક, હું તારાથી શીખી, પરંતુ મને મૌન પણ એક પ્રેમ ની ભાષા છે, એ તે કદી નાસમજ્યું
આજે મૌન, હવે ભારે લાગી રહ્યું છે.
આ રાધા ને ભવ સાગર મા એકલી છોડી તું કેમ ગયો?
શું હું તારી કવિતાની ફક્ત એક પાત્ર હતી?”
પત્રો ના ઢગલા નો વહીવટ કરતી રાધા,એ પત્ર ને ક્યારેય પોસ્ટ કરી શકી નહીં.
આજે પોસ્ટ ઓફિસમાં નવી સૂચના આવી—
જૂના, બિન-મોકલાયેલા પત્રો નોંધ કરી નષ્ટ કરવા.
રાધા એ, તેનું દરાજ ખોલી.
એ પત્ર હાથમાં લીધો, એક ભર પેટ શ્વાશ લીધો.બહાર વરસાદ વરસતો હતો.
આકાશ ધુમ્મસથી ભરેલું.
તે વિચારી રહી, હવે પુરા વીસ વરસ પછી
આ પત્ર મોકલવાનો અર્થ શું સરે ?
પણ સાથે રહેલ ફૂલછાબ ના છાપામા છાપાયેલી કવિતા ટહુકી ,
“ક્યારેક પત્ર લખજે.”
રાધિકાએ નવી ખુટતી સ્ટેમ્પ લગાવી.
પત્ર પોસ્ટ બોક્સમાં નાખી દીધો. બીજા અઠવાડિયે ,
એક પત્ર આવ્યો.
લિફાફા પર લખેલું,
“પ્રતિ: રાધા દેસાઈ”
લાખો પત્રો શોર્ટિંગ કરેલા રાધાના
હાથ કંપી ગયા.
ધડકતા હૃદયે લીફાફો ખોલ્યો.
અંદર માત્ર બે લીટી નો લખેલી ચબરખી હતી—
રાધા,
"તું ક્યારેય કોઈ કવિતા ની પાત્ર નહોતી.
તું મારી કવિતાનો પ્રાણ,હતી અને છે. આજેય, આ કિશનના જીવન બાગની, "ફૂલછાબ" તારી મહેક વગર અધૂરી છે .”
લીફાફાની ટિકિટ પર
પોસ્ટમાર્ક ગોંડલનો જ હતો.અને
તારીખ પણ તાજેતરની . રાધાના
ટેબલ ના ખાના મા રહેલું પીળું પડેલું ફૂલછાબ છાપું ફરી ટહુકો કરતું હતું.
"પત્ર લખજે "
રાધા એ સ્મિત કર્યું.
તેણે,
ફોન ઉઠાવ્યો,
અને ગોંડલની ટિકિટ બુક કરાવી.
પોસ્ટ ઓફિસ બહાર વરસાદ હજુય વરસતો હતો.પણ આજે વરસતા વરસાદમાં રાધાના દિલમાં હવે કોઈનો વિરહ નહોતો.
તેના જીવન નો એક અધૂરો અધ્યાય પૂર્ણ થયો હતો.
પત્રો ને સમય ની થપાટ લાગે કે મોકલવામાં વર્ષો લાગી જાય,
પણ લાગણીના ફૂલ કરમાતા નથી, તે સમયને પાર કરી હંમેશા તાઝા રહી અચૂક પહોંચતા હોય છે.
~~~
હાઈકુ .....
ફૂલછાબ ટહુકે
કિશન કલમ મહેકે
રાધા રાહ જુએ.
~~~~~~~
વાંચન વિશેષ ~
ટૂંકો પરિચય.
પોસ્ટ ઓફિસનો શોર્ટિંગ રૂમ એ એવી જગ્યા છે જ્યાં દેશના વિવિધ ખૂણેથી આવેલા પત્રો, પાર્સલ અને દસ્તાવેજો ગોઠવાઈને તેમના યોગ્ય સરનામે પહોંચવા માટે તૈયાર થાય છે. અહીં કામ કરતી વ્યક્તિઓ દરેક લિફાફા પર લખાયેલ સરનામું ધ્યાનથી વાંચી તેને શહેર, તાલુકા અને પિનકોડ મુજબ અલગ કરે છે.
શોર્ટિંગ રૂમમાં સતત ગતિ હોય છે—ટેબલ પર પત્રોના ઢગલા, રબર સ્ટેમ્પની છાપ, થેલો ભરવાની પ્રક્રિયા અને સમયસર ડિસ્પેચ કરવાની હોડ. અહીં ભાવનાઓ દેખાતી નથી, પરંતુ દરેક પત્રમાં કોઈની ખુશી, કોઈનો સંદેશ, કોઈની રાહ છુપાયેલી હોય છે.
અથવા સરળ શબ્દોમાં કહીએ તો—
શોર્ટિંગ રૂમ એ જગ્યા છે જ્યાં કાગળ પર લખાયેલી લાગણીઓ પોતાના માર્ગે રવાના થાય છે.

