STORYMIRROR

Kalpesh Patel

Romance Tragedy

4  

Kalpesh Patel

Romance Tragedy

કબૂલાત

કબૂલાત

5 mins
0

કબૂલાત.

લેક ટાહો પાસેનું વાંસનું જંગલ કોઈ સરોવર જુવે તે પહેલાં જ તેને કંઇક કહી જતું હતું.
ઊંચા, પાતળા જાડા વાંસ ના ડાંગોરા રાત્રિના પવનમાં ડોલતા — ખોખલા વાંસ એકબીજા સાથે અથડાતા, જાણે કોઉ ભુવો ડાકલા  વગાડતો હોય તેવો  સૂકો સુર વાગતો હોય.

પૂનમની ચાંદની વાંસની પાતળી પાંદડીઓમાંથી તૂટી તૂટી જમીન પર પડતી —ચાંદની,ચાંદી અને છાયાનું ચિત્ર રચતી હતી .

જંગલની પાર, લેક ટાહો નિશ્ચલ પડ્યું હતું.
ચાંદ ઠંડી ચાંદની આભમાં રેલાવી રહ્યો હતો.
નાદિયા તળાવ પિયર પાસે ઊભી હતી.
ચાંદ ની ચાંદી જેવી રોશની હવે તેને રોમેન્ટિક નહોતી લાગતી,પણ ઉલટ તપાસ માટે પૂછપરછ કરવાં પ્રેરી રહી હતી.

સામે બેન્ચ પર નીઓન, એક સમય નો મિત્ર, પ્રેમી.. નિરાશ થઈ બેઠો હતો, તેને જોઈ 
નદીયાની વર્ષોની નિર્ભવતા ધુમ્મસમાં ઓગળી રહી હતી.
નદીયા...
“તારા પહેલા,હું કોઈના પ્રેમ માં હતો,” નિઓને કહ્યું.

“એનું નામ બેલા હતું.”

આ નવા નામે નાદિયાને અશાંત કરી.

પણ પછી જે સાંભળ્યું, એનથી બધું ક્ષણ માં બદલાઈ ગયું.

“અમારી એક દીકરી પણ છે,” 

તેણે કહ્યું.
“એનું નામ તાયરા છે. તે હવે છ વર્ષની છે.”

તાયરા.

આ નામ અજાણ્યું હતું ,છતાં અંદરથી નદીયા ને,કઈક હેતાળ લાગતું હતું.

નાદિયાએ ધીમે શ્વાસ લીધો.
તો..
“તું એક બાળકીનો પિતા પણ છે!.”

“હા.”

“અને બેલા?”

“એ મરી ગઈ.”

“કેવી રીતે?”

નદીયા એ કરેલો પ્રશ્ન તીખો અને સીધો હતો.

નિઓન અટક્યો, કદાચ થૂંક ગળવા ., તે અટક્યો, શબ્દો ગોઠવી બોલ્યો...
“કાર અકસ્માત,....”
એ ઝડપથી બોલ્યો.....ખૂબ ઝડપથી.

નાદિયા, એને બાળપણથી ઓળખતી હતી.
નીઓન ના ખોટુ બોલવાના અંદાજ ની  તેને ખબર હતી .
એકવાર મારી નજર સાથે નજર મિલાવી ને ફરી બોલ ,” 
નીઓને એમ ન કર્યું .

પવનની ઠંડી લહેરે સરોવરનું સપાટ પાણી ધ્રુજી ઊઠ્યું.

“તે તારી બેલા અકસ્માતમાં નહોતી મરી, સાચું ને  ને?”

મૌન,!!!!

પૂનમની ચાંદનીએ, અમાસના અંધકારમાં છુપાવેલું સત્ય ઉજાગર કર્યું.

“એ રાત્રે વરસાદ પડતો હતો,” 
આખરે એણે મૌન તોડી કહ્યું.
“અમે ખુબ ઝઘડ્યા હતા .”

“મારી સાથે ના તારા સબંધ લીધે ?”

નાદિયાએ પૂછ્યું.

એણે ધીમે માથું હલાવ્યું.

“એને આપણા જૂના પત્રો વાંચ્યા..

એણે કહ્યું કે, નદીયા હું એને કદાપિ, પત્ર લખી  પ્રેમ નહોતો કરતો, જેમ તને કરતો હતો . 

એણે મને કડવા વેણ કહ્યા, તાયરાને એવો પિતા જોઈએ જેનો ભૂતકાળ શુદ્ધ  હોય.”

“પછી?”

“હું ગુસ્સામાં ઘર છોડીને મોટર સાયકલ લઇ નીકળી ગયો. એ પોતાની કારમાં મારી પાછળ પીછો કરતી આવી.”

નાદિયાનો શ્વાસ ધીમો થયો.

પછી...

“પહાડી રસ્તા પર એનો અકસ્માત થયો,” 

એણે કાનમાં કોઈ ગણગણે  તેવાં અવાજે ઉત્તર આપ્યો .

“પોલીસ તાપસ માં એમણે કહ્યું બ્રેક ફેલ થઈ ગઈ હતી .”

“એમણે કહ્યું... ?” 

નાદિયાએ શબ્દનું પુનરાવર્તન કર્યું.

નિઓનના હાથ કંપી રહ્યા હતા.
તે બોલ્યો ઓ નદીયા..

“બેલા ની કારની છેલ્લી સર્વિસ મેં જ કરી હતી.”

શબ્દો મુશ્કેલી થી બહાર આવ્યા.

ક્ષણિક બધું થંભી ગયું.

“તું… શું… કહેવા...?”

નાદિયા વાક્ય પૂર્ણ ન કરી શકી.

“મને ખબર નથી!” 

એ અચાનક તૂટી પડ્યો.
તું જરા સમજ તો ખરી!
“હું ગુસ્સેમાં હતો. મારો ઈરાદો ફક્ત એને ડરાવવા નો હતો . મેં કાર માં બહુ નાની વસ્તુ કરી હતી… મને લાગ્યું, એના થી એ ફક્ત ગભરાશે. મેં વિચાર્યું નહોતું કે....”

એની અધૂરી કબૂલાતનો પ્રતિધ્વનિ સરોવર અર્ધ થિજેલા પાણી પર અથડાયો, અને પડઘો પાડી રહ્યો હતો.

“ તો તે તેની કાર ની બ્રેક સાથે ચેડાં કર્યા,એમને!!” 

નાદિયાએ ઠંડા સ્વરે કહ્યું.

“મારે તેને મારવી નહોતી !”

“પણ એ મરી ગઈ.”

નિઓન બેન્ચ પર ઢળી પડ્યો, તેણે તેનો ચહેરો હાથમાં છુપાવી દીધો.

“હું દરરોજ એના આખરી અવાજ સાથે જીવુ છું,”

વધારામાં પોલીસણા 
“ફોન કૉલની ભારમાર . હોસ્પિટલનો કોરિડોર. તાયરાના કાલી ભાષા ના પ્રશ્ન,‘મમ્મી કેમ નથી ઊઠતી?’”
ચોમેર શાંતિ, પવન પડી ચુક્યો હતો. વાંસ ખાખડતા નહતા.
પરંતુ 
ચાંદ હવે સુંદર નહોતો લાગતો.
તેની ચાંદની ડામ આપી 
ચુકાદો આપતો હોય એવો લાગતો હતો .
શાંતિ નો ભંગ કરતા..

“તું આજે અહીં આ કહેવા આવ્યો હતો?” નાદિયાએ પૂછ્યું.

“ના,” એ તૂટેલા સ્વરે બોલ્યો.

“હું જોવા આવ્યો હતો કે હું હજી એક પ્રેમી છું કે દાનવ. શું જે છોકરી ક્યારેક મને પ્રેમ કરતી હતી, એ મને પ્રેમી સમજે છે કે દાનવ.?”

નાદિયાનું હૃદય ધબકતું હતું. પણ અત્યારે હવે ગુમાવેલ પ્રેમથી નહીં, પણ સાચી ઓળખ થી .

આ એ છોકરો નહોતો જેણે ક્યારેક એને સદાકાળ સાથ આપવાનું વચન આપ્યું હતું .

આ એ પ્રેમી હતો,જે ધાર્યું કરવા  વિનાશ  પણ કરી શકે.

વિચાર યાત્રા ને વિરામ આપી, નદીયા એ પૂછ્યું..

“અને તાયરા?” 

“એ હવે માને છે કે એ એની માં નું ભાગ્ય હતું.”

નાદિયાનો અવાજ ઠંડો થઈ ગયો.
છતાં તે બોલી..

“એ ભાગ્ય નહોતું. એ તારો અહંકાર હતો.”

પવન જોરથી ફૂંકાયો. લહેરો લેક ટાહોના પિયર સાથે અથડાઈ.

વર્ષો સુધી નાદિયા માનતી હતી કે તે નીઓન ના પ્રેમ થી ઘાયલ  હતી.

હવે એને સમજાયું — નિઓને હાથે કરીને ફક્ત પ્રેમ ગુમાવ્યો નહોતો, એણે એને નષ્ટ કર્યો હતો.

“તું મને  હજુ યાદ  કરે છે ,” એ ધીમેથી બોલી.

“તો શું,તું એ નિઓનને યાદ કરે છે .”

નિઓન જુકેલી આંખોથી  નદીયા ને જોઈ રહ્યો હતો.

“તું મને  હવે ઘૃણા કરે છે?”

એણે પૂછ્યું.

નાદિયાએ પાણી ની સપાટી પર રેલાતી ચાંદની  તરફ જોયું.

“ના,” એણે કહ્યું.

“એનો અર્થ થાય કે તું હજી મને હજુ ચાહે છે.”

એ પાછળ હટી.

“તને પુનર્મિલન નહીં — તારા કુકર્મ ની કબૂલાત થી હળવાશ જોઈએ.તે સત્ય છે .”

નદીયા આખરે વાંસના જંગલમાં જતી રહી.

વાંસ ના ડંગોરા ફરી અથડાતા, દાંડી પીટી રહ્યા હતા.જાણે કોઈ રોકાયેલો ચુકાદો વંચાતો હોય.

“એક દિવસ તાયરાને સત્ય કહેજે,” એણે પાછળ ફરીને કહ્યું.

“કારણ કે રહસ્યો કદીય સડી જતા નથી ”

હવે પિયર પર ફક્ત એક પ્રતિબિંબ હતું.

એક પિતા, પોતાના દોષના બોજ સાથે એકલો.

સરોવરે એની રહી સહી રડવાની ધ્વનિ પણ ગળી લીધી હતી .
અને 
ક્યાંક, કેટલાક માઇલ્સ દૂર,
નાની તાયરા શાંતિથી ઊંઘી રહી હતી.
તે જાણતી નહતી કે એની જિંદગીનો સૌથી ગાઢ અંધકાર એ રાત્રે નહોતો જ્યારે એની માતા મરી…હતી.

…પણ એ રાતના અંધકાર થી પણ કાળો માણસ હતો,
જેની રોજ સવારે,એ આંગળી પકડીને ચાલે છે.

“કેટલાક સત્ય માત્ર મધરાતે જ સપાટી પર આવે છે.
નિઓનની કબૂલાત પુનર્મિલન ઇરાદે હતી. પણ નિયતિ નો —
ચુકાદો અલગ હતો.”

વાંચન વિશેષ ~

Lake Tahoe~લેક ટાહો 

લેક ટાહો અમેરિકાના કે્લિફોરનિયા અને નેવાડા સ્ટેટ ની સીમા પર આવેલું અદ્ભુત તળાવ છે. સમુદ્ર સપાટીથી લગભગ 6,225 ફૂટની ઊંચાઈ પર આવેલું આ તળાવ ઉત્તર અમેરિકાના સૌથી મોટા આલ્પાઈન (પર્વતીય) તળાવોમાંનું એક છે.
તેનું પાણી અત્યંત સ્વચ્છ અને નીલવર્ણ છે — એટલું પારદર્શક કે તળિયું ઘણી ઊંડાઈ સુધી દેખાઈ શકે. શિયાળામાં અહીં ભારે હિમવર્ષા થાય છે અને આસપાસના પર્વતો સ્કીંગ માટે પ્રખ્યાત બને છે, જ્યારે ઉનાળામાં બોટિંગ, હાઈકિંગ અને કેમ્પિંગ માટે પ્રવાસીઓ આવે છે.
પ્રકૃતિની શાંતિ, પહાડોની ગોદ અને ચાંદની રાત્રે પાણી પર પડતો તેજ — લેક ટાહો માત્ર પ્રવાસ સ્થળ નહીં, પણ આંતરિક ચિંતન અને પ્રેરણાનું સ્થાન પણ છે.

Pier ~
(પિયર) નો અર્થ —
👉 પાણીમાં (સમુદ્ર, તળાવ કે નદીમાં) અંદર સુધી બનાવાયેલો લાકડાનો અથવા સિમેન્ટનો પુલ જેવા મંચને પિયર કહેવામાં આવે છે.
તેનો ઉપયોગ સામાન્ય રીતે:
નાવ/બોટ બાંધવા માટે
ફરવા માટે (વોકવે તરીકે)
માછીમારી માટે
દૃશ્ય માણવા માટે


Rate this content
Log in

Similar gujarati story from Romance