STORYMIRROR

Kalpesh Patel

Drama Tragedy Classics

4.5  

Kalpesh Patel

Drama Tragedy Classics

તે દિવસે !

તે દિવસે !

4 mins
4

તે દિવસે !

લોસ એન્જલસની સાંજ ધીમે ધીમે નીયોનના રંગોમાં ઓગળી રહી હતી.
હોલિવૂડની બેવર્લી ટેકરીઓની પાછળ સૂરજ ડૂબી ગયો હતો, છતાં સીતારાઓ નું શહેર હજુ જાગતું હતું — જાણે અંધકારને પણ અહીં પ્રવેશવાની પરવાનગી ન હોય.
Universal સ્ટુડિઓઝ નાં ઓડિટરિયમની આસપાસ લાલ કાર્પેટ, મોટી મસ ગાડીઓ નો જામેલો પાથરાયેલો હતો.
કેમેરાની ફ્લેશો વરસાદની વીજળી જેવી ચમકી રહી હતી.
વિદેશી મીડિયા, ફિલ્મ સ્ટાર્સ, સંગીતકારો, મોડેલ્સ — દરેક ચહેરા પર બનાવટી સ્મિત અને અંદર કોઈ પણ રીતે છવાઈ જવાની દોડ નો અજાણ્યો છૂપો થાક વાર્તાતો હતો .

પણ આ બધાની વચ્ચે એક હાજરી એવી હતી કે જ્યાંથી નજર હટી ન શકે.
નાયલા બ્રુક્સ.
કાળી ચમકદાર ત્વચા પર ચાંદી જેવી ઝગમગતી સાડી-શૈલીની ગાઉન,
ઘેરા ઘૂગરુ વાળ ખભા પર દરિયાની તરંગો જેમ ઢળી રહ્યા હતા,
અને નીલી આંખોમાં એવી ઊંડાઈ કે જાણે હજારો ગીતો હજુ પણ ત્યાં જીવતા હોય. આખુ
હોલિવૂડ એને “The Velvet Storm” કહેતું.
કારણ કે જ્યારે નાયલા ગાતી,
એનો અવાજ વાવાઝોડા ની ઝડપે, દરેક સાંભળનારનાં આત્માને હચમચાવી નાખતો —
એનાં અવાજ ની અંદર ક્યાંક મખમલી નરમાઈ પણ રહેતી હતી .

એ ગાતી ત્યારે બ્લૂઝ, સોલ, જૅઝ, ગોસ્પેલ…

એ માત્ર સંગીત નહોતું રહેતું ;

એ પોતાનો આખો ઈતિહાસ, કોઈ કાગળ પેન થી નહિ, પરંતુ ગાઈ ને લખતી હતી .

એના દાદા કપાસના ખેતરોમાં કામ કરતા કાળા મજૂર હતા.
એની માતા ચર્ચમાં ગીત ગાતી.
અને નાયલાએ બાળપણમાં ગરીબીના ઘરમાં પહેલી વાર શીખ્યું હતું કે જયારે માણસ પાસે શબ્દો નથી હોતા…ત્યારે તેનો આત્મા ગાતો રહે છે.

તે રાત્રે એને “Global Voice Legacy Award” મળવાનો હતો.

હોસ્ટ સ્ટેજ પર બોલતો હતો.
હોલ તાળીઓથી ગૂંજી રહ્યો હતો.

પણ નાયલાનું ધ્યાન ક્યાંક દૂર હતું.
છેલ્લા કેટલાક અઠવાડિયાથી એને અજાણ્યો થાક અનુભવાતી હતી.
ક્યારેક અવાજો ધૂંધળા લાગતા.
ક્યારેક સંગીત જાણે પાણીની અંદરથી આવતું હોય તેમ.
પરંતુ કલાકારોને પોતાનું દુઃખ છુપાવવાની પણ આદત હોય છે.
તેઓ, મેકઅપ ની જેમ સ્મિત પહેરતા હોય છે.

“Ladies and Gentlemen…
The Global Voice Legacy Award goes to… Nayla Brooks!”

સ્ટેન્ડિંગ ઓવેશન માટે સમગ્ર હોલ ઊભો થઈ ગયો.
નાયલા ધીમેથી ઊભી થઈ. સ્ટેજ તરફ ગઈ. તાળી ઓની ગુંજ વચ્ચે
એક ક્ષણમાં  માટે સેંકડો ફ્લેશલાઇટ એની આંખોમાં તૂટી પડી.
અને પછી… એકાએક
દુનિયા મૌન થઈ ગઈ.
એકદમ.
જાણે કોઈએ  આખા બ્રહ્માંડનો અવાજ બંધ કરી દીધો હોય.
તાળીઓ વિંજતા હાથ દેખાતા હતા …
પણ  અવાજ સંભળાતો નહોતો .

લોકોના હોઠ હલતા હતા…
પણ શબ્દો જન્મતા નહોતા.
નાયલાનું સ્મિત ધીમે ધીમે ઓગળી ગયું.
એણે એક હાથ કાન પાસે હાથ મૂક્યો,પછી બીજો.

પણ તેના કાન માં જાણે સીસું પુરાઈ ગયું હોય એવી શાંતિ, તેના કાન માં અંદર વધુ ઊંડી થતી ગઈ.
ભયંકર.
અસહ્ય.
અજાણી.
હોલમાં હજુ પણ ઉજવણીનો ઉન્માદ હતો.

પણ નાયલા માટે જાણે આખી દુનિયા પાણીની નીચે ડૂબી, મૂંગી બની ગઈ હતી.
અને પછી એ ધીમેથી સ્ટેજ ની કાર્પેટ પર જ ઢળી પડી.

મધરાત પછી.

લોસ એન્જલસના રસ્તાઓ પર કાળી SUV સાયરન સાથે દોડતી હતી.
ગાડી સીધી
UCLA Health
ના વિશેષ Ear Institute તરફ વધી રહી હતી.
બહાર પાપારાઝી કેમેરા લઈને દોડતા હતા.

“Did she lose her hearing?”
“Will she ever sing again?”

પરંતુ હોસ્પિટલના સફેદ રૂમમાં સ્ટ્રેચર નાં અર્ધ બેભાન ઢળેલી નાયલા માટે હવે દુનિયાના પ્રશ્નો ધીમે ધીમે બિનજરૂરી બની રહ્યા હતા.
ડૉક્ટર એડ્રિયન કોલમેન, વૃદ્ધ પરંતુ શાંત ચહેરાવાળા સર્જન, એની સામે બેઠા.
તેમણે ધીમેથી લખ્યું:
“તમે ગંભીર auditory nerve collapse  સિન્દ્રોમનો સામનો કરી રહ્યા છો.

Emergency cochlear Implant, નાખવા જરૂરી છે.શક્યતા છે કે તમે ફરી પહેલા ની જેમ સાંભળી શકો.”
નાયલાએ કાગળ વાંચ્યો.
થોડા સેકન્ડ સુધી કંઈ પ્રતિક્રિયા ન આપી.
પછી બારી બહાર જોયું.
લોસ એન્જલસ હજુ પણ ચમકી રહ્યું હતું.
લાઈટો.
ટ્રાફિક.
જગમગતા બોર્ડ.
અવિરત દોડતું શહેર.
અને એ પહેલી વાર એને જોઈ રહી હતી…
સાંભળ્યા વગર.
તે દિવસે…
નાયલાએ એક અજબ શાંતિ અનુભવી.

તે શાંતિ ખાલી નહોતી.તેને મહેસુસ કર્યું કે,
શાંતિની પણ પોતાની ધડકન હતી.
એણે પોતાની છાતી પર હાથ મૂક્યો.
ધક… ધક… ધક…
વર્ષો પછી પહેલી વાર એણે પોતાનું હૃદય “સાંભળ્યું”.

સવારે આંખ ખુલી ત્યારે, જાણ્યું કે સર્જરી સફળ રહી હતી .

ચડતા દિવસે જ્યારે hearing દેવીસ ની બેટરી ચાલુ થઈ ,
સૌથી પહેલો અવાજ જે પાછો આવ્યો…
એ હોસ્પિટલના હોયરિંગ એઇડ મશીનનો નાનો “બીપ” હતો.
પછી પવન.
પછી કોઈ નર્સનો અવાજ.
અને પછી…
પોતાનો શ્વાસ.

પરંતું
આશ્ચર્યજનક રીતે નાયલાને કોઈ ખુશી નહતી .

“અને તે દિવસ પછી નાયલા ક્યારેય પહેલાની રહી નહીં.”

કારણ કે હવે એને સમજાઈ ગયું હતું કે દુનિયા બિનજરૂરી અને આભાસી અવાજોથી ભરેલી છે…
પણ બહુ ઓછા લોકો સાચું સાંભળે છે.

થોડા મહિનાઓ પછી,
નાયલા ફરી એક વખત સ્ટેજ પર આવી.
આ વખતે કોઈ ત્યાં ગ્લેમર નહોતું.
નાનો જૅઝ હોલ.
ધીમી લાઈટો.
થોડાક લોકો.
એ માઈક સામે ઊભી રહી.
પણ ગીત શરૂ ન કર્યું.
લાંબું મૌન.
લોકો એકબીજાને જોવા લાગ્યા.
અને પછી નાયલાએ ધીમેથી કહ્યું:
“તે દિવસે…બેવર્લી હિલ નાં સમારોહ વખતે,જ્યારે દુનિયા મારે માટે મૌન થઈ ગઈ…ત્યારે પહેલી વાર હું મારા આત્માનો અવાજ સાંભળી શકી હતી ”

તે કોટલોક સમય ભાવવિભોર થઈ  શાંત ઉભી રહી.

અને એક સોલો ગીત ગયું, કોઈ પણ સંગીત વીના.ગીત સાંભળી,હોલ સંપૂર્ણ શાંત થઇ ગયો હતો.

અને કદાચ તે દિવસે, તેને ગાયેલું ગીત જ એની જિંદગીનું સૌથી સુંદર ગીત હતું.

“શાંતિ હવે તેના હાથની વાત હતી.
તે એને ડરાવતી નહોતી;
જાણે વર્ષોથી રાહ જોતો કોઈ જૂનો મિત્ર હોય.
અને હવે, જ્યારે પણ દુનિયાનો શોર એને થકવી નાખતો,
ત્યારે તે આરામથી hearing aid ની બેટરી બંધ કરી દેતી…
અને મૌન ફરી એની બાજુમાં આવીને બેસી જતું.”

વાંચન વિશેષ ~

UCLA Health ના Ear Institute નું નામ દુનિયા માં આજે આશાની છેલ્લી સીડી માનવામાં આવે છે.

જ્યાં સારવાર લીધા પછી,અવાજ ગુમાવી ગયેલા લોકો ફરી દુનિયાને સાંભળી શકે છે”

ડિસ્કલેમર

આ વાર્તા સંપૂર્ણપણે કલ્પિત છે.
વાર્તામાં દર્શાવાયેલા પાત્રો, પ્રસંગો, સંવાદો અને ભાવનાત્મક પરિસ્થિતિઓ લેખકની સર્જનાત્મક કલ્પનાનું ફળ છે.

વાર્તામાં ઉલ્લેખિત કેટલીક વાસ્તવિક સંસ્થાઓ, સ્થળો અથવા સાંસ્કૃતિક સંદર્ભો માત્ર કથાનકને વિશ્વસનીય અને કલાત્મક પૃષ્ઠભૂમિ આપવા માટે ઉપયોગમાં લેવાયા છે.
તેનો કોઈ વ્યક્તિ, સંસ્થા અથવા ઘટના સાથે સીધો સંબંધ માનવો નહીં.

આ કથા અવાજ, મૌન અને આંતરિક આત્મસંવાદની અનુભૂતિને સાહિત્યિક રીતે વ્યક્ત કરવાનો પ્રયાસ છે.
~~~~~~~~
© 2026 કલ્પેશ પટેલ
All Rights Reserved.



Rate this content
Log in

Similar gujarati story from Drama