STORYMIRROR

Kalpesh Patel

Comedy Drama

4.5  

Kalpesh Patel

Comedy Drama

આદિલની બીજી

આદિલની બીજી

3 mins
7



આદિલની બીજી

વાચક માટે નાનકડી ચેતવણી 😂

મગજ સલામત રાખીને વાંચવું!
આ વાર્તામાં તર્કને થોડા સમય માટે રજા આપવામાં આવી છે, કારણ કે કોકના મૃત્યુ પછીના ફોન કોલને નેટવર્ક મળી ગયું છે અને ex-wifeને પણ મૃત્યુ પછી customer careની જવાબદારી સોંપવામાં આવી છે. અહીં પતિની હાલત પર હસવું ફરજિયાત નથી, પરંતુ અદિતિની વાતો પર હસવું રોકવું મુશ્કેલ છે! તેથી વાંચતા પહેલાં બુદ્ધિ, ગંભીરતા અને વૈવાહિક સલામતી—ત્રણે વસ્તુઓ થોડા સમય માટે બાજુ પર મૂકી દેજો. 😂

જો વાંચ્યા પછી તમને લાગશે કે આદિલ કરતાં તમે વધારે સમજદાર છો, તો સમજી જજો કે વ્યંગ સફળ થયું! 😄

તો ચાલો કથા પ્રવેશ ~આદિલની બીજી....

મૃત્યુ પછી ex-wifeનો ફોન કોલ — આદિલ, અદિતિ અને હાસ્યનો હાઈ-વોલ્ટેજ ડોઝ

રાતના દોઢ વાગ્યા હતા.

અદિતિ સુતા પહેલાં ચહેરા પર પોતાની beauty care લગાવી રહી હતી, જ્યારે લોલીવુડનો એક્ટર આદિલ અરીસા સામે ઊભો રહીને પોતાની **“old hero look”**ની પ્રેક્ટિસ કરી રહ્યો હતો.

એવામાં અચાનક ફોન રણક્યો.

આદિલના ફોનની સ્ક્રીન પર નામ જોઈને અદિતિની આંખો પહોળી થઈ ગઈ—

“આદિલની બીજી પત્ની — સોના (મૃત)”

અદિતિ લગભગ ચીસ પાડી બેઠી—

“આદિલ! તારી ex-wife મૃત્યુ પછી પણ તારો પીછો નથી છોડતી! જૂનું network હજી પણ strong છે!”

આદિલ એકદમ શાંત.

“અરે, એ તો મારા ખર્ચે lifetime unlimited plan લઈને ગઈ છે!”

“તું વાત કરી લે…”

અદિતિએ ધ્રૂજતા હાથે ફોન ઉપાડ્યો.

સામેથી એકદમ શાંત, deadpan અવાજ આવ્યો—

“હેલો અદિતિ… હું આદિલની બીજી ex-wife સોના બોલું છું. Afterlife Relationships Departmentમાંથી. અહીં ઉપર આજે થોડો કંટાળો આવે છે, એટલે વિચાર્યું કે તારી married lifeનું થોડું audit કરી આવું.”

અદિતિએ ગળું ખંખેરીને પૂછ્યું—

“પણ તમે ત્યાંથી અમને ફોન કેવી રીતે કરી શકો?”

સોના બોલી—

“અહીં ઉપર Ex-Wife Helpline છે. આદિલના previous two cases હજુ unresolved છે. એક official અને બીજો unofficial… અને એનો મુદ્દામાલ હજુ તારી આસપાસ જ છે, આદિલ નું ઇલુ પીલુ ચાલુ જ છે એની  સાથે...!”

અદિતિ એક ક્ષણ માટે ચૂપ થઈ ગઈ.

સોના આગળ બોલી—

“હું બીજી… અને તું ત્રીજી. નવી છે એટલે તને premium support મળે છે.”

આદિલ ત્યાં સુધીમાં પોપકોર્ન અને ગરમ કોલા લઈને આરામથી સોફા પર બેસી ગયો હતો.

“અદિતિ, relax… મૃત્યુ પછી પણ એની sarcasm જીવંત છે.”

ફોનમાંથી અવાજ આવ્યો—

“અદિતિ, તને એક ખાસ update આપું?”

“શું?”

“અહીં અમે ‘Adil Survivors Association’ નામનું WhatsApp ગ્રુપ બનાવ્યું છે.”

અદિતિએ પૂછ્યું—

“કેટલા સભ્યો છે?”

“હાલમાં બે. હું અને આદિલની પહેલી ex-wife.”

“ગ્રુપનો ફોટો?”

“આદિલનું wedding photo album જોઈ લે…”

થોડી ક્ષણ શાંતિ રહી.

પછી સોના બોલી—

“પણ cropped version.”

અદિતિ ખડખડાટ હસી પડી.

“અને group description શું છે?”

જવાબ આવ્યો—

“Those who lived… and those who escaped.”

આદિલે તરત પૂછ્યું—

“અરે, એ લોકો મારી actingની પણ ચર્ચા કરે છે?”

“હા.”

“કેવી?”

“મોટાભાગે villain categoryમાં.”

આદિલનું મોઢું પડી ગયું.

“અને મારી romantic acting?”

“એને અમે horror folderમાં રાખી છે.”

અદિતિ મોઢું ચડાવીને સોફા પર પડી ગઈ.

ફોનમાંથી ફરી અવાજ આવ્યો—

“અને હા અદિતિ… તું ત્રીજી છે એટલે તને એક special feature પણ મળે છે.”

“કયું?”

“જો આદિલ તને બહુ irritate કરે તો Afterlife Complaint Portalમાં ticket ખોલી દે.”

“પછી?”

“પછી અહીં automated reply આવે છે…”

થોડી ક્ષણ નાટકીય શાંતિ.

પછી અવાજ આવ્યો—

“We understand your pain, dear Aditi.”

આદિલ હવે થોડો ગભરાયો.

“અરે! Automated reply પણ?!”

“હા. આદિલ ની history જોઈને system આપોઆપ sympathy modeમાં જતું રહે છે.”

અદિતિએ આદિલ તરફ જોયું—

અદિતિએ ફોન હવે વોઇસ મોડમાં રાખ્યો..

“આદિલને , મેં  કેટલા reminders આપ્યા છે?”

આદિલે નિર્દોષ ચહેરો બનાવીને કહ્યું—

“હું તો real lifeમાં પણ reminders ignore કરું છું.”

ફોનમાંથી તરત જવાબ આવ્યો—

“Exactly! એ જ કારણે તારી પહેલી બે marriages ‘system crash’ થઈ હતી.”

ચાલ અદિતિ તું સુઈ જા, આદિલ ને હવે ઊંઘ નહિ આવે...
સોના તરફથી હેપી ડ્રિમ..
એક ક્ષણ માટે આખા રૂમમાં શાંતિ છવાઈ ગઈ.

પછી—

કોલ કટ.

અદિતિ અને આદિલ બંને ફોન તરફ જોતાં રહી ગયા.

એવામાં ફોનમાં notification આવ્યું—

“Missed Call: Afterlife Relationship Audit Department.”

અદિતિએ ધીમેથી આદિલ તરફ જોયું.

“હવે reminders mute નહીં કરતો.”

આદિલે નિસાસો નાખ્યો—

“હવે તો મૃત્યુ પછી પણ customer care ચાલુ છે…અદિતિ, બોલ હું શું કરું?”

અદિતિએ સ્મિત કરીને કહ્યું—

“કંઈ નહીં… બસ એક કામ કરજે.”

“શું?”

અદિતિએ ગંભીર ચહેરો બનાવીને કહ્યું—

“આ Survivors Associationમાં હું ક્યારેય add ન થઉ તે ની ચોકસાઈ રાખજે !”

“સુધરી જા… નહીં તો સોના તો ઉપર છે જ, હું અહીં નીચે, તૈયાર બેઠી છું! 😂😂


— સમાપ્ત —



Rate this content
Log in

Similar gujarati story from Comedy