STORYMIRROR

Kalpesh Patel

Comedy

4.5  

Kalpesh Patel

Comedy

હસવાની મનાઈ છે!

હસવાની મનાઈ છે!

2 mins
22

😂 હસવાની મનાઈ છે!

🪔 દિવાળી સ્પેશિયલ — ધોકા પંડિતનાં ધમાકેદાર જોક્સ!

લિપિએ દશેરા પહેલા ઘોડો દોડાવી,..ફોડ્યો ફટાકડો, હવે આપણે એની હવે ફુલઝડી બનાવીશું! 🤣🤣

આ વર્ષે દિવાળીના તહેવારમાં એક વધારાનો દિવસ છે. તો ચાલો, આ વધારાના દિવસને આપણા માનીતા ‘ધોકા પંડિત’ના મજેદાર જોક્સ સાથે હાસ્યમય બનાવીએ!

🪔 જોક્સ 1: દિવાળીનું બોનસ!

આ વખતે દિવાળીના તહેવારમાં એક વધારાનો દિવસ આવ્યો છે!

પંડિતજી કહે, “આને ધોકાનો દિવસ કહેવાય!”

સવીતાબહેનના પતિ મનુભાઈએ પંડિતજીને પૂછ્યું, “મહારાજ, આ દિવસે મારે શું કરવાનું?”

પંડિતજી બોલ્યા, “કંઈ ખાસ નહીં, બસ સવીતાબહેનથી સાવધાન રહેવાનું!”

મનુભાઈએ પૂછ્યું, “એટલે?”

પંડિતજી કહે, “આ દિવસે પત્ની કહે કે ‘આજે ધોકાનો દિવસ છે, કંઈ ખબર છે?’ તો એને રોજબરોજના ધોકા જેવો સમજી બીની ન જતા ! 

રોજ નાં ધોકા ની બીક રાખશો.. તો દિવાળીના આ વધારાના દિવસે ખરીદીનું બિલ બમણું થઈ શકે!” 😂😂

💰 જોક્સ 2: વેપારીની દિવાળી!

મનીરામ, જે કાપડનો વેપારી હતો, તેણે પંડિતજીને પૂછ્યું, “મહારાજ, આ ધોકાના દિવસે દુકાન ખોલું કે નહીં?”

પંડિતજી બોલ્યા, “ના, જરાય નહીં! અશુભ છે!”

મનીરામે ચિંતા વ્યક્ત કરી, “પણ મહારાજ, તહેવાર છે. ગ્રાહકો આવશે તો દુકાન બંધ જોઈને પાછા જતા રહેશે, એનું શું?”

પંડિતજી હસીને બોલ્યા, “એટલે જ તો ના પાડું છું! ગ્રાહકો આવશે તો ઉધાર માગશે અથવા ડિસ્કાઉન્ટ માગશે. અને એ જ તારા ધંધાનો સૌથી મોટો ધોકો છે!” 🤣

🙏 જોક્સ 3: પતિની પ્રાર્થના!

એક પતિએ ભગવાનને પ્રાર્થના કરી:

“હે પ્રભુ! દિવાળીમાં એક વધારાનો દિવસ આપ્યો છે, તો મારી એક નાનકડી વિનંતી છે!”

ભગવાને પૂછ્યું, “બોલ, શું જોઈએ છે?”

પતિ બોલ્યો, “આ વધારાના દિવસે મારી પત્નીને શોપિંગ કરવાનો વિચાર ન આવે!”

ભગવાન હસીને બોલ્યા, “બેટા, મેં પ્રજાને વધારાનો દિવસ આપ્યો છે, હવે પછો તું વધારાની હિંમત માંગીશ નહીં!” 😂😂

😜 જોક્સ 4: ધોકા પંડિતનો અસલી ધંધો!

આખરે મનીરામે ફરી એ જ પંડિતજીને પૂછ્યું:

“મહારાજ, આ ધોકાનો દિવસ છે કે લોકોને ધોકો આપવાનો દિવસ?”

પંડિતજી બોલ્યા, “બેટા, એ તો સૌસૌનાં નસીબ પર છે!”

મનીરામે પૂછ્યું, “એટલે?”

પંડિતજી સમજાવવા લાગ્યા, “જો તું ઉધારમાં માલ વેચતી વખતે તોલમાપમાં ધોકો કરીશ, તો તારો ઘરાક પૈસા ચૂકવવામાં ધોકો રાખશે!”

પછી પંડિતજી મનમાં બબડ્યા, (સ્વગત: )--

"લ્યા મનીઆ, આટલી સીધી વાત પણ નથી સમજતો!”

પછી જોરથી બોલ્યા, “અને જો તું મને દક્ષિણા આપવામાં ધોકો કરીશ, તો આશીર્વાદ આપવામાં હું તને ધોકો આપીશ!”

મનીરામે પૂછ્યું, “એટલે મહારાજ?”

પંડિતજી બોલ્યા, “જો દક્ષિણા પૂરેપૂરી આપીશ, તો હું આશીર્વાદ આપીશ કે ‘બેટા, આવતા વરસે પણ આવતો રહેજે! તારો ધંધો જક્કાસ ચાલવાનો છે!’” 🤣🤣🤣

---

મને તો ચોથો જોક સૌથી મજાનો લાગ્યો! 😄

હવે તમારો વારો! 😂

તમને આ ચારેયમાંથી કયો જોક સૌથી વધુ ગમ્યો? કોનો ધોકો સૌથી જોરદાર લાગ્યો,મનુભાઈનો, મનીરામનો કે આપણા "ધોકા પંડિતનો"?

તમારો અભિપ્રાય જરૂર જણાવજો!

નોંધ: હસવાની મનાઈ છે, પણ હસાઈ જાય તો દંડ નહીં લાગે! 🤣🪔



સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati story from Comedy