સપનાંની હાટડી
સપનાંની હાટડી
સપનાંની હાટડી
સપનાંની હાટડી કહો કે દુકાન... એનું બજાર ક્યાંય બહાર નથી હોતું. એ તો આપણા હૃદયમાં જ વસેલું હોય છે.
ફરક માત્ર એટલો છે કે કોઈ ત્યાં સપનાં ખરીદવા જાય છે, કોઈ પોતાની અંદર છુપાયેલાં સપનાંને ઓળખવા... તો કોઈ અધૂરાં રહી ગયેલાં સપનાંનો ખેદ કરવા!
વાસ્તવમાં વિચારીએ તો સાચો સુખી માણસ એ જ છે, જે જીવનભર સપનાં જુએ છે, પણ એ સપનાંની કિંમત ચૂકવવા માટે પોતાની લાગણીઓ સાથે ક્યારેય બાંધછોડ કરતો નથી, પોતાના મૂલ્યોનો સોદો કરતો નથી; બલકે, એ સપનાંને સાકાર કરવા માટે દિન-રાત અથાક પરિશ્રમ કરે છે.
કારણ કે સપનાંની સાચી કિંમત પોતાની જાતને વેચવામાં નહીં, પરંતુ પોતાની જાતને ઘડવામાં છે.
સપનાં જોવાં એ જીવનની આશા છે, મૂલ્યો જાળવવાં એ જીવનની ગરિમા છે અને પરિશ્રમથી સપનાં સાકાર કરવાં એ જીવનની સાચી સિદ્ધિ છે!
