STORYMIRROR

Kalpesh Patel

Drama Tragedy Classics

4  

Kalpesh Patel

Drama Tragedy Classics

ન્યાયનું ભૂત ~ Helloween -2026

ન્યાયનું ભૂત ~ Helloween -2026

1 min
1

ન્યાયનું ભૂત~ 
Helloween -2026
(Justice Made Her Ghost)

હેલોવીનની રાત્રે, વકીલ સ્મિથે પોતાના બગીચામાં હાડપિંજરો ગોઠવ્યા. તેમાંના એક હાડપિંજર પર સુંદર બો (Bow), સફેદ કપડાં અને સ્કર્ટ પહેરાવેલા હતા,જે તેની દીકરી લીરાના કપડાં હતા.

એક ડ્રગ માફિયાની હત્યાના આરોપમાં લીરાને ફાંસી આપવામાં આવી હતી. સ્મિથે તેને બચાવવા માટે અદાલતમાં સખત લડાઈ લડી હતી, પરંતુ કાનૂન નિર્દય અને અટલ હતો.

ઘરની અંદર, તેની પત્ની અલેના રડતા રડતા તૂટી પડી:
"સ્મિથ...આપણી લીરા તો નિર્દોષ હતી. મારાં દેવાને કારણે મેં, તે માણસનું ખૂન કર્યું હતું. મને બચાવવા માટે તેણે આ ગુનો પોતાના શિરે લઈ લીધો."

બહાર બાળકો "ટ્રિક ઓર ટ્રીટ!" કહીને ખુશીથી બૂમો પાડી રહ્યા હતા. સ્મિથ બારીમાંથી લીરાના કપડાંમાં રહેલા તે હાડપિંજર તરફ જોઈ રહ્યો. તેણે ઉદાસીનતા સાથે કહ્યું:

"આજની હૅલોવીન રાત્રીએ જે ભૂત બહાર છે તે સાચા નથી... સાચા તો મારાં મનની અંદર જીવંત છે."

અચાનક, સહેજ પણ પવન ન હોવા છતાં, હાડપિંજર પર વિંટાળેલું કાપડ હવા વગર હલવા લાગ્યું. બગીચામાંથી એક ધીમો અને ધ્રુજારી ઉપજાવતો અવાજ આવ્યો:

"ડેડી... તમે મને બચાવી ન શક્યા."

સ્મિથ ડરનો માર્યો, બે ડાગલા પાછળ હટી ગયો. તેની પાછળ ઉભેલી અલેના ચીસ પાડી ઊઠી.

બગીચો સાવ ખાલી હતો. પરંતુ ઘરની બારીના કાચ પર, ધ્રૂજતા અક્ષરોમાં ત્રણ શબ્દો આપમેળે લખાઈ ગયા:

"ન્યાય પાછો ફરશે."
(JUSTICE WILL RETURN)

અને 
હૅલોવીન ની કાળી રાત્રીએ અંધારામાં ક્યાંક, ફાંસીનાં ફાંદાનાં સરકવાનો ચરચરાટનો અવાજ સંભળાઈ રહ્યો હતો...



સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati story from Drama