STORYMIRROR

Kalpesh Patel

Comedy Inspirational

4.5  

Kalpesh Patel

Comedy Inspirational

મફતની ખપત

મફતની ખપત

4 mins
8

મફતની ખપત.

સવારના સાત વાગ્યે બાંદ્રા ની પારસી ચાલ ના ત્રીજે માળે દસ્તુરજીની ઊંઘ મોબાઇલના સતત વાગતા નોટિફિકેશનથી નહીં, પણ કાનમાં વાગતી લાલચથી ઊડી ગઈ.
તેમણે આંખો ચોળીને મોબાઇલ હાથમાં લીધો. મેસેજ વાંચ્યો, ચશ્માં ઉતારીને લૂછ્યા અને ફરી પહેર્યાં.
“આજે આખા બાંદ્રામાં બધું ફ્રી!”
દસ્તુરજીના ચહેરા પર એવી ચમક આવી, જાણે કોઈએ તેમને વગર ઇન્ટરવ્યૂ  વગર અમેરિકા ના  વિઝા આપી દીધા હોય!
બુમ મારી....
“ડોલી!”
બાજુના રૂમમાંથી ડોલી રંગવાલાનો અવાજ આવ્યો—
“શું થયું?બાવા... કેમ રાડું પડી સવાર ગાજવો છે. લાગે છે આજે ફરી કોઈ ડિસ્કાઉન્ટ સેલ ની સ્કીમ હાથમાં આવી છે?”

“સેલની વાત ન કર ડોલી… સેલ તો ગરીબો માટે  વગર વેચાયેલો માલ પકડાવવા માટે હોય!

આજે તો આખુ બ્રહ્માંડ ફ્રી છે!”

ડોલી દોડતી આવી.
“બાવા..શું બધુજ ફ્રી?”
યસ..
“જેના માટે માણસ આખી જિંદગી મજૂરી કરે છે તે બધું!
ચા, નાસ્તો, પેટ્રોલ, લાલી લિપસ્ટિક, શેમ્પુ કલપ,અને હોટેલ ઓલ શોપિંગ ફ્રી ,

… સાંભળ્યું છે કે આજે તો સ્મશાનમાં લાકડાં પણ ફ્રીઅ રહેશે!”

ડોલીએ પર્સ  ઠેકાણે મૂક્યું —
“ચાલો  દસ્તુરજી ત્યારે!
ખિસ્સું ભરેલું રાખવું એ આજે પાપ છે!”

બુટની દોરી બાંધતા દસ્તુરજી થોડા ગંભીર બન્યા.
“પણ, ડોલી,એક વાત મને સમજાતી નથી.”
“શું?”
“જો આખા શહેરમાં બધું ફ્રી છે, તો આ બધાનો બાપ થઈને પૈસા કોણ ચૂકવશે?”
ડોલીએ મોં મરોડીને કહ્યું.
તું બાવા રોટલા ખા ની, ટપ ટપ ની પંચાત મેલ કે કોણ ઘડશે...

“એ વિચારવાનું કામ આપણું નહીં, સરકાર કે અર્થશાસ્ત્રીઓનું છે. આપણો જન્મ તો ફક્ત સબસિડી અને મફત ખોરી ભોગવવા માટે થયો છે!”

બસ, આ એક વાક્યે દસ્તુરજીના જીવનની આખી ફિલોસોફી જ બદલી નાખી.

સવારે બંને ફ્રી ચાની ટપરી પર પહોંચ્યા. ચા ફ્રી હતી, પણ ચાવાળાએ કાચna કપનું ભાડુ માંગ્યું.
દસ્તુરજી ખીજાયા, “શું ચા પીવા કપ ફ્રી માં નથી?”
ચાવાળાએ કહ્યું, “ના સાહેબ, કપ સ્કીમ માં નથી..”

હા ખોબો ઘરો તો તેમાં ગરમા ગરમ ચાય મફત માં આપું... 😂😂.

દસ્તુરજીએ મફત ચા ની લહેજત ગુમાવતા નિરાશાથી કહ્યું,

“તો પછી આને ‘સંપૂર્ણ આઝાદી’ કેમ કહેવાય?

અડધી-પડધી મફતખોરીમાં મજા નથી!”

ચાવાળાએ માથું કૂટી લીધું.

ત્યારબાદ બંને ફ્રી નાસ્તાની દુકાને પહોંચ્યા. ડોલીએ ત્રણ સમોસા, ચાર કચોરી અને બે જલેબી નો ઓર્ડર આપ્યો, ત્યાં પણ પેકીંગ ની મોકાણ.. ઓણ દસ્તુર જી એ બાજુના સ્ટોલ માંથી મફત છાપું લીધું હતું, એટલે કામ દોડી ગયું..
અને દસ્તુરજી બોલ્યા—એવાજ “પાંચ પેકેટ વધુ કરો!”

ડોલીએ આંખો પહોળી કરી, “આટલું બધું કોના પેટમાં સમાશે?”
દસ્તુરજીએ જ્ઞાનીની જેમ કહ્યું, “પેટમાં ન સમાય તો કચરાપેટીમાં જાય! પણ જે ફ્રીમાં મળે છે એ મૂકાય નહીં. આજે નહીં લઈએ તો કાલે પૈસા આપીને પસ્તાવું પડશે!”

બપોર સુધીમાં બંનેએ ફ્રી લંચ, ફ્રી આઈસ્ક્રીમ, ફ્રી પાર્કિંગ, ફ્રી સ્પા અને અહીં સુધી કે ડૉક્ટર પાસે જઈને ફ્રી હેલ્થ ચેકઅપ પણ કરાવી લીધું!

સાંજે શહેરમાં નવી અફવા સળગી.
“આજે ફ્રીમાં જે મળે તે લૂંટી લો, કાલે આ બધું જ ડબલ ભાવે વેચાશે!”

હવે તો દસ્તુરજી અને ડોલીની હાલત એવી થઈ ગઈ કે રસ્તા પરથી પસાર થતી એમ્બ્યુલન્સ પણ જો ફ્રી મળતી હોય તો ઘરે ઊભી રાખી દે!

એક દુકાન બહાર બોર્ડ માર્યું હતું: “આજે સલાહ ફ્રી.”
દસ્તુરજી સબડકો લેતા અંદર ગયા, “કઈ સલાહ છે ભાઈ?”
દુકાનદારે શાંતિથી કહ્યું,

“સાહેબ, જે વસ્તુની જરૂર ન હોય, એ જો ફ્રીમાં મળતી હોય તો પણ ન લેવી. એ ઘર નહીં, તમારું મગજ સને આદત બગાડે છે.”

દસ્તુરજી ક્ષણભર માટે થંભી ગયા.
ડોલીએ પૂછ્યું.
“આ સલાહનો ભાવ શું?”
દુકાનદાર બોલ્યો, “ફ્રી.”

દસ્તુરજી તરત જ ગર્જ્યા,
“તો એક નહિ, એક બીજી પણ સલાહ આપી દે!
કામની નહિ હોય તો બીજા કંઠી બહાર કાઢી  ફેંકી દઈશું!”

રાતે ઘરે પાછા ફર્યા ત્યારે આખું ઘર મફતની ઉપાધિઓથી ઉભરાઈ રહ્યું હતું.

રસોડામાં વાસી ફ્રી નાસ્તો ઈયળોની રાહ જોતો હતો.

ફ્રિજમાં ઓગળેલી ફ્રી આઈસ્ક્રીમ નદીની જેમ વહી રહી હતી.

ડ્રોઇંગ રૂમમાં નકામી ફ્રી ગિફ્ટ્સનો પહાડ હતો.
અને એ પહાડની ટોચ પર એક સફેદ કાગળ ચમકતો હતો.

ટેબલ પરનું બિલ!
ડોલીએ કંપતા હાથે બિલ ઉપાડ્યું.

“આ… આ શું છે દસ્તુરજી?”
દસ્તુરજીના હાથમાંથી ફ્રીમાં લાવેલું પ્લાસ્ટિકનું ફૂલ નીચે પડી ગયું.
બિલની નીચે નાના અક્ષરે લખેલું હતું:
“બધી વસ્તુઓ મફત હતી. પરંતુ વસ્તુઓનું પરિવહન, પેકિંગ, પ્રોસેસિંગ ટેક્સ, ગ્રીન ટેક્સ, જીએસટી અને સર્વિસ ચાર્જ… કૂલ રૂ. ૧૫,૫૦૦/-”

બંને એકબીજાના ફાટી ગયેલા ચહેરા સામે જોઈ રહ્યા.
દસ્તુરજીના મોંમાંથી માંડ અવાજ નીકળ્યો,

“ડોલી… લાગે છે આજે કંઈક તો એવું હતું જે મફત નહોતું.”

ડોલીએ એક કડવું અને ફાટેલું હાસ્ય આપતા કહ્યું,

“હશે શું દસ્તુરજી… આપણી બુદ્ધિ! જે આપણે મફત મેળવવાના ચક્કરમાં હરાજીમાં મૂકી દીધી!”

બહાર રસ્તા પર હજુ પણ લાઉડસ્પીકર વાગી રહ્યું હતું.

“આવો… એક દિવસ માટે બધું ફ્રી!”

દસ્તુરજીએ ઘરની બારીઓ અને ધડકતા હૃદયના દરવાજા વાસતાં કહ્યું.

દસ્તુરજી અને ડોલી આખરે બારી બંધ કરી બેઠા.
ઘરમાં મફતની વસ્તુઓનો પહાડ હતો,
પણ મનમાં એક જ વિચારનો ભાર “આજે મફત મળ્યું,
પણ કાલે સમજાશે કે
મફતની વસ્તુઓ નહીં…
મફતની લાલચ જ સૌથી મોંઘી પડે છે.”
ડોલીએ હળવા સ્મિત સાથે કહ્યું,

“બાવા… દુનિયામાં બે જ વસ્તુ મફત મળે છે.
એક કરેલ ભૂલ ની સબક 
અને બીનો તેનાથી થતો પસ્તાવો.
બાકી બધું,
ચા હોય કે ચેકઅપ—
કોઈને કોઈ રીતે વસૂલાઈ જ જાય છે.”

દસ્તુરજી એ ફ્રીમાં લાવેલી પ્લાસ્ટિકની ફૂલદાનીને જોઈ .
ફૂલદાની ખાલી હતી.
જેમ આજે તેમનું મગજ ખાલી થયું હતું.

બહાર લાઉડસ્પીકર ઉપર કોઈ હજુ પણ ચીસો પાડી રહ્યો હતો.

“આવો…મહેરબાનો ..એક દિવસ માટે બધું ફ્રી!”

દસ્તુરજીએ બારી બંધ કરતાં કહ્યું,

“ડોલી…
આજે સમજાયું.
મફતની વસ્તુઓથી ઘર ભરાય છે,
પણ મફતની લાલચથી માણસ ખાલી થઈ જાય છે.”

ડોલીએ મફત મીણબત્તી નો દીવો સળગાવ્યો અને ધીમેથી બોલી,

“બાવા…
આ દુનિયામાં મફતમાં માત્ર મૂર્ખાઈ મળે છે.
બાકી બધું—
કોઈને કોઈ રીતે બિલ સાથે પરતજ આવે છે.”
અને એ રાત્રે,
બાંદ્રાની પારસી ચાલના ત્રીજા માળે,
દસ્તુરજીના ઘરમાં એક જ વસ્તુ મફત હતી., 
જીપે થી કુરિયર ચાર્જ ની ચુકવણી પતાવી કેન્ડલ લાઈટમાં સમોસા જલેબી ખાધા પછી, આવેલી સમજ.

“કાલે બધું મોંઘું થઈ જાય તો વાંધો નહીં ડોલી, પણ ફ્રીના રવાડે ન રહેવું.

… નહિતર આપણે ભિખારી બનતા વાર નહીં લાગે!”



Rate this content
Log in

Similar gujarati story from Comedy