કુનેહ
કુનેહ
કુનેહ.
1942 નો જૂન મહિનો. પેસિફિક મહાસાગર બહારથી શાંત લાગતો હતો, પરંતુ એની છાતી નીચે યુદ્ધની ધબકતી ધડકન છુપાયેલી હતી. USS Enterpriseના ડેક પર કેપ્ટન એલેન કાર્ટર ઊભો હતો—આકાશમાં સૂર્ય ચમકતો, અને દૂર લાલ ગોળા વાળો જાપાની ધ્વજ લહેરાતો. સમુદ્રની લહેરો જાણે શાંતિનો ભ્રમ પેદા કરતી, પરંતુ દરેક સૈનિકને ખબર હતી કે આ શાંતિ માત્ર એક છેતરામણી છે. થોડા જ ક્ષણોમાં, ધ્વજની એક ચાલ ઇતિહાસને વળાંક આપવાની હતી.
14 મી જૂન, 1942, રવિવારની સવારે. પેસિફિક મહાસાગર શાંત લાગતો હતો, પરંતુ એની છાતી નીચે યુદ્ધ ધબકતું હતું.
અમેરિકન એરક્રાફ્ટ કેરિયર USS Enterprise પર કેપ્ટન એલેન કાર્ટર ડેક પર ઊભો હતો. આકાશમાં સૂરજ ચમકતો હતો, અને સામે લાલ ગોળા વળા જાપાની ધ્વજ સાથેના કેટલાક યુદ્ધ જહાજ.
USS Enterpriseના દરેક સૈનિક ને ખબર હતી—આ શાંતિ છેતરામણી છે. સામે જાપાનની શક્તિશાળી નૌસેના ફેલાયેલ હતી.
મિડવે ટાપુથી થોડે દૂર.
જાપાનની નૌસેના પોતાને વિજયી માનતી બેફિકરાઈ થી આગળ વધી રહી હતી. દૂરથી તેઓને આ USS Enterprise જહાજ દેખાતું હતું. પણ તેના મસ્તક પર ઉગતા સૂરજનો લાલ ગોળો — જાપાનનો ધ્વજ લહેરાતો હતો.
“આ આપણું જ જહાજ લાગે છે,”
જાપાનના કેપ્ટન મોરીતા બિનોક્યુલરમાં જોઈને બોલ્યા.
પણ એ જ ક્ષણે, એ જહાજના ડેક પર ઊભેલો અમેરિકન નાવિક મોરિસ હેન્ડરસન ની કંઈક જુદી જ ચાલ હતી.
એ જહાજ વાસ્તવમાં USA નું હતું —
જખ્મી, ધુમાડા છોડાતું , પણ પેસીફીક ની લહેરો વચ્ચે જીવતું.
યુદ્ધની સૌથી ખતરનાક યોજના હવે અહીં અમલમાં આવી રહી હતી.
કેપ્ટનએલેન કાર્ટરનો કમાન્ડ મળ્યો:
“Flag switch… NOW.”
એક ક્ષણમાં —
જાપાનનો ધ્વજ ધીમે ધીમે નીચે સરક્યો.
અને લહેરાતા પવનમાં વીજળી ઝડપે
સ્ટાર્સ એન્ડ સ્ટ્રાઇપ્સ —વાળો અમેરિકાનો ધ્વજ ફરકાયો.
એ જ ક્ષણે ડેક પરથી ગોળીબાર શરૂ થયો.
બેધ્યાન જાપાનની નૌસેના અચાનક પોતાના માનેલા જહાજના ગોળીબાર થી સ્તબ્ધ રહી ગઈ.
જેણે પોતીકું સમજી નજીક આવવા દીધું હતું , એ જ઼ જહાજ મોત બનીને તૂટ્યું.
બોમ્બર્સ ઉડ્યા.
ટોર્પીડો સમુદ્રની છાતી ફાડતા આગળ વધ્યા.
એક મોટી જાપાની ક્રૂઝર સળગી ઊઠી.
બીજું જહાજ બાજુમાં જ ડૂબવા લાગ્યું.
મોરિસ મશીનગન પાસે ઊભો હતો.
ગોળીબાર વચ્ચે અચાનક એક શેલ નજીક ફાટ્યો.
એ જમીન પર ઢળી પડ્યો.
લડાઈ તો જીતાઈ ગઈ.
ઘાયલ જાપાનની નૌસેના હાર માની પાછી વળી ચુકી હતી.
USS Enterpriseના
કેપ્ટન એલેન કાર્ટર ખુશ હતો. ડેક ઉપર
વિજયના નારા ઉઠ્યા.
રાષ્ટ્રગાન ગાવા માટે સૈનિકો એકઠા થયા.
પણ મોરિસ…
એના હોઠ ખુલ્લા હતા, આંખો ભીની.
પણ તેનો અવાજ નહોતો.
જીવસટો સટ ના આ જંગમાં એ મરી ચૂક્યો હતો.
તેના હાથમાં હજુ પણ
એ જ દોરી હતી,
જેણે થોડી ક્ષણો પહેલાં
જહાજ ઉપર અમેરિકન ધ્વજ લહેરાવ્યો હતો.
લડાઈ પછી,14મી જૂન ના આ લોહીયાર રવિવારે,સાંજનો સૂરજ લાલી પકડતો હતો . કેપ્ટન એલેન રેડીઓ રિસીવર સાથે ડેક પર બેઠો હતો.
આસપાસ સૈનિકો દારૂ પી વિજયનો શોર મચાવતા હતા , પણ એ શાંત હતો.
કારણ કે એને યાદ આવી રહ્યા હતા—એ મિત્રો, જે આજની લડાઈ માં સમુદ્રમાં સમાઈ ગયા.
એણે રેડીઓ પર લેન્ડ બેઝ પર વિજય નો મૅસેજ આપતાં કહ્યું:
“આ પેસીફીક ની લહેરો આજે લોહીથી લાલ છે…
પણ કદાચ આવતીકાલે શાંતિ લાવશે.”
અને આમ મિડવેની લડાઈ, બીજા વિશ્વ દરમ્યાન થયેલ યુદ્ધ એક વળાંક સાબિત થઈ —ઈતિહાસ બની ગઈ.
હવે પેસીફીક સમુદ્ર શાંત થયો.
લહેરો ફરી સામાન્ય બની.
પણ ઇતિહાસ જાણતો હતો —
આ યુદ્ધ માત્ર હથિયારોથી નહીં,
એક માત્ર ધ્વજ બદલાવની કુનેહથી જીતાયું હતું.
~~~~~~~~~
📜 ડિસ્કલેમર
આ વાર્તા એક કલ્પિત લઘુકથા છે, જે 1942ની મિડવે લડાઈના ઇતિહાસથી પ્રેરિત છે.
અહીં દર્શાવેલ પાત્રો, સંવાદો અને ઘટનાઓ લેખકની કલ્પનાનો ભાગ છે અને એનો ઉદ્દેશ માત્ર સાહિત્યિક અને નાટ્યમય રજૂઆત છે.
યુદ્ધ, રાષ્ટ્રધ્વજ અને સૈનિકોની ભૂમિકા વિશે દર્શાવેલ દૃશ્યો કોઈ પણ દેશ, સંસ્થા કે વ્યક્તિની નીતિ કે માન્યતાઓને હકારાત્મક કે નકારાત્મક રીતે પ્રભાવિત કરવા માટે નથી.
અહીં ધ્વજ માત્ર રણનીતિનું પ્રતિક છે.વાંચકો ને વુંનંતી કે આ કૃતિને કૃપા કરીને આ કૃતિને એક સાહિત્યિક અભિવ્યક્તિ તરીકે જ જોવી.
~~~~~~
