STORYMIRROR

Kalpesh Patel

Comedy Drama

4  

Kalpesh Patel

Comedy Drama

ઈલાજ

ઈલાજ

2 mins
0

શીર્ષક: “ઇલાજ"

અમદાવાદની બુખારાની પોળમા આજે સવાર સવારમા શારદા બા આજે ફરી એકવાર લવારે ચડી શ્રદ્ધાના મોબાઇલનો હિસાબ લેતા હતા.

ફોનમાં મૅસેજ ટપક્યો હતો,  અને તે પણ શુદ્ધ ગુજરાતીમા,તે  વગર ચશ્માં પહેરે વાંચ્યો.

"આજે સવાર નું ભોજન રદ છે, તું સાંજે   બગીચે ભૂલ્યા આવજે,ત્યાં શાંતિથી વાત કરશું
ઈલુ❤️”

હવે વાત એમ હતી કે બુખારાની પોળમાં શ્રદ્ધા ચોખલીયા તેની મા શારદા સાથે રહે, બંને ના સીમ સાથે લીધેલા . બીજા ફોનનો ખર્ચ બચાવા  ડ્યુએલ સીમ વારો ફોન લીધેલો."એક પંથ અને દો કાજ " પાક્કા અમદાવાદી.

શ્રદ્ધા તેમની એકલોતી છોકરી, ચુલબુલી,અને સીધી જલેબી જેવી. રામજી મંદિરના ઓટલે બેસતી છોકરાઓ ની મંડળીની માનીતી. બધા છોકરાઓ શારદા બા થી ડરીને તેની સાથે આંખ લડાવતા રહે.  

આજે સવાર મા શારદા બા  ફોનમા નવો મેસેજ જોઈ ચોંકી ગયા .મૅસેજ તેમની શ્રદ્ધા ને છે તેવું સમજ્યા..
અને 
છોકરાઓને લબડ ધક્કે લેવા ને ઇરાદે  ચશ્માં ઓશિકે ભૂલી,લાકડીને ટેકે, તેઓ દોડ્યા પોલને નાકે આવેલ રામજી મંદિરના ઓટલે.

કોણ છે, ભોજન વાળો.મૉટે અવાજે બરાડ્યા.

સવારે હજુ મંડળી જામી નહોતી.ઓટલે માત્ર કિરણ જ નજરમા આવ્યો.રંગીન શર્ટ, વાળમાં જેલ, ચહેરા પર ફિલ્મી સ્મિત.
એ જ પડોશમા રહેતો,રંગીન મિજાજનો છેલબટાઉં.
કિરણ ને હસતો જોઈ, ગુસ્સો ભડક્યો.
શારદા બાએ તેનો કોલર  પકડ્યો.

“બપોરે બંધ સાંજે આવ ,.... આ શું? ઇલુ-કિલું , અને તે પણ મારી ભોળી છોડી સાથે...., 

સમજી જજે ફરી આવો મૅસેજ અહીં ભૂલથી પણ નહીં આવવો જોઈએ. આ મારી લાકડી ફુલઝડી થી વધારે ફૂટે છે"

કિરણ હસી પડ્યો, 

“આન્ટી, રોન્ગ નંબર લગાવો છો તમે ”

શારદા બાએ પાલવ સરખો કરી ટાઈટ ઊભા રહ્યા .

“મજાક છોડી દે ?  અરે બેટમજી , રંગીન શર્ટ પહેરવાથી જીવન રંગીન નથી બનતું! જીવન રંગીન બનાવા મહેનત કરી રૂપિયા કમાવા પડે છે. મારી છોડીને કોઈ પોળીયણ સાથે નહીં વળાવું. તેને માટે તો સોસાયટી નો મુરતિયો, હું શોધવા ની છુ ”

પાછળ પોળની પડોશણો બારીમાંથી, આ બંનેનો તમાશો જોઈ રહી હતી.

કિરણ ગભરાઈ ગયો.
અને 
શારદા બાએ એનો કોલર હજુ છોડ્યો નહતો .

ત્યાં બાજુમાં રહેતા ઈલા બા આવ્યા.

અરે શારદા, તે ક્યાં અત્યારે ભજન ચાલુ કર્યા. મેં તને મૅસેજ કર્યો હતો કે બપોરનું ભજન આજે બંધ છે.અને સાંજે બગીચામા મળશું.

કિરણે,શ્વાશ છોડી,શારદા બાના હાથમા રહેલો ફોન લીધો. ફોનમાં મૅસેજ જોયો તો , એ ઈલાબા એ કરેલો  મૅસેજ  હતો

"આજે સવાર નું ભોજન રદ છે, તું સાંજે   બગીચે ભૂલ્યા આવજે,ત્યાં શાંતિ થી વાત કરશું
ઈલુ❤️”

પાછળ દોડી આવેલી શ્રદ્ધા પાસેથી ચશ્મા લઇ  શારદાબાને કિરણે પહેરાવ્યા અને  ફોનનો મૅસેજ , બા પાસે ફરી વંચાવ્યો ત્યારે,પડોશમાં હાસ્યનો ફુવારો છૂટી ગયો.

શ્રદ્ધા પણ હસતાં હસતાં બોલી,

“મમ્મી, તમે તો ફૂલ ટાઈમ કૉમેડી કરો છો!”

પણ તે દિવસથી  કિરણ   શારદાબાનો માનીતો બન્યો અને તેનું વિધિસર શારદા બા ને ઘેર અવન જવન થયું. આમ આખરે મંડળી ના છોકરાઓમા તેનુંજ ઇલુ ઇલુ શ્રદ્ધા ચોખાલિયા સાથે ચાલુ થયું.

મહિના પછી, આવેલી રામનવમી ના દિવસે રામજી મંદિરના ઓટલે કિરણ અને શ્રદ્ધા સાથે પ્રસાદ વહેંચતા હતા.

શારદા બા હસીને બોલ્યા:
“અલી ઈલાડી , તારા મેસેજે ખરો ઈલાજ કર્યો, આ તો 'કિલુ'ને  મારા ઘરમાં જ વસાવી દીધો !”

પોળમાં ફરી એકવાર હાસ્યનો ફુવારો ફૂટી ગયો.!” 😄



Rate this content
Log in

Similar gujarati story from Comedy