બેધડક સફર
બેધડક સફર
બેધડક સફર – ખેડાના પટેલ અમેરિકામાં! 😄🌳
સવીતાબા અને ખોડાભાઈ પહેલીવાર અમેરિકા આવ્યા.
દીકરો રહેતો ઇન્ડિયના સ્ટેટમાં.
એરપોર્ટ પરથી નીકળતાં જ સવીતાબા બોલ્યા:
“અરે ખોડિયા, આ તો બધી બાજુ ખાલી ખાલી જમીન! અહિંયા લોકો શું વાવે છે? તું હિંમત કરીને એકાદ વાર જીરૂ-રાઈ નાખી દે તો પાકી જાય ને ટેસડો પડે!”
ખોડાભાઈ મૂછ વાળતા બોલ્યા,
“બા, આ અમેરિકા છે. અહિંયા લોકો જીરૂ નહીં, બદામ વાવે છે… અને ડોલર લણે છે!” 😄
એક દિવસ દીકરા જનકે કહ્યું,
“બાપુ, પાસે એક સરસ ફોરેસ્ટ છે. ગાડી કરી આપું છું. તમે અને બા મજા કરીને આવજો.”
જનક નોકરીએ ગયો.
બા એ ઢેબરા અને આથેલા મરચાં બાંધ્યા.
ખોડાભાઈએ ચુપચાપ તમાકુનો મસાલો ખિસ્સામાં નાખ્યો.
જંગલના પ્રવેશદ્વાર પર મોટું બોર્ડ:
“No Trespassing. Federal Restricted Area.”
“$500 Fine for Spitting or Littering.”
સવીતાબાએ ચશ્માં વગર વાંચ્યું:
“ખોડા જરા જો તો ખરો! લખ્યું છે —
Area Rest Re-Seat!
અને નીચે ‘ફાઇન’ એટલે સરસ ફાઇન જગ્યા હશે બેસવાની! ચાલ બપોરનું જમણ અંદર જઈ કરીએ!”
ખોડાભાઈ હસ્યા,
“બા, તું તો કાયદો પણ ભાષા પ્રમાણે માપે છે!”
પટેલનો સ્વભાવ — મનાઈ હોય ત્યાં પહેલા જવાનું.
અંદર ગયા.
જંગલ એકદમ શાંત.
અચાનક પાન ખડખડાયું.
“અરે રે! વાઘ હશે?”
“બા, આ અમેરિકા છે. અહિંયા વાઘ નહિ — ટેક્સ અને ઇન્શ્યોરન્સ પ્રીમિયમથી વાઘ-દીપડા પણ ડરે!” 😄
થોડું આગળ ગયા.
ગાડીનું GPS બંધ.
મોબાઈલમાં નેટ નથી.
બા બોલ્યા:
“લ્યા ખોડા… ખેતી મૂક. આ જંગલમાં આપણા મુકલા નો Jio નો ટાવર નાખી દઈએ તો? એક વારનો ખર્ચ — જિંદગીની આવક!”
ખોડાભાઈએ મસાલો મોઢામાં નાખ્યો હતો. બોલાય નહીં.
અને કાચ ખોલીને…
“થુંssss!”
“બા, હવે જમી ને રેસ્ટ રી-સેટ થઈએ!” 😄
એટલામાં રેન્જરની જીપ સાયરન સાથે આવી.
“Sir! Didn’t you read the sign?”
ખોડાભાઈ દયામણું મોઢું કરીને:
“ઓફિસર, અમે ગુજ્જુ ટુરિસ્ટ. અંગ્રેજી સમજાતું નથી. અમે તો ‘રેસ્ટ રી-સીટ’ કરવા આવ્યા!”
રેન્જરે બોર્ડ બતાવ્યું:
“$500 fine for spitting.”
“કેટલા?!” — બા લગભગ ઓફિસરના પગ પાસે બેસી ગયા.
“Five Hundred Dollars.”
ડ્રાઈવરે ફોનમાં ગણતરી કરી:
“બાપરે… લગભગ ચાલીસ હજાર રૂપિયા.”
સવીતાબા ગભરાઈને:
“અરે ખોડિયા! તારા એક થૂંકમાં મારાં આખા વર્ષનો દૂધ-દહીંનો ખર્ચો ગયો! આપણા આણંદમાં તો આખી પોળ થૂંકે — મફતમાં!”
કાર્ડ સ્વાઇપ.
મસાલો જપ્ત.
બહાર આવ્યા પછી બા બોલ્યા:
“ખોડા, આજે સાચે જ રી-સેટ થઈ ગયા. અંગ્રેજી પણ… અને તમાકુ પણ!”
ખોડાભાઈ ગંભીરતાથી:
“હવે થી અમેરિકા માં ફક્ત ચ્યુઇંગ ગમ. તમાકુ ઇન્ડિયામાં જ.”
બા ડ્રાઈવરને કહે:
“ચાલ, હવે Walmart લઈ જા. પેલી મંજુડી કહેતી હતી — ‘Buy One Get One Free’ મળે છે.”
અને બાએ ઢેબરા મરચા નો અંતિમ ઓડકાર લઇ જાહેર કર્યું :
“ભલે અહિંયા થૂંક મફત નથી…
પણ વોલમાર્ટમાં સાબુ તો મફત મળશે!”
અને આમ ખેડાના પટેલે અમેરિકાના પ્રતિબંધિત જંગલમાં
બેધડક સફરનો પાઠ
$500 ડોલરના ખર્ચે પાકો કર્યો. 😄🌳💵
રેન્જરની જીપ ખોડા ના સપના માં આવે
અને ખોડાભાઈ ચુપચાપ ગાડીમાં બેસી જાય .
સવીતાબા ગણ ગણે ,
“ખોડો … આજે અંગ્રેજી પણ શીખી ગયો અને તમાકુ પણ છૂટી ગયું!”
ખોડાભાઈ ગંભીર ચહેરે બોલે રાત દિન ,
“બા, હવે થી અમેરિકા માં ફક્ત ચ્યુઇંગ ગમ.
થૂંકવું હોય તો પોતાના ગામની પોળ યાદ કરી લઈએ!”
અને એ દિવસ પછી…
આણંદ અમેરિકા થી પરત આવીને.....
અમેરિકાની સફર – ગુજ્જુ અંદાજે 🇺🇸
થૂંક્યું ખોડાએ – ડોલર ખસ્યા ખિસસેથી ,
બા બોલ્યા – “અરે! આતો વરહના દૂધ-દહીં સરક્યા !”
“Restricted ” ને “Rest Re-Seat” વાંચ્યું,
ગુજ્જુ મગજે અંગ્રેજી વાંચ્યું!
જંગલમાં વાઘ નહિ, ટેક્સનો ડર.
Insurance Premium –અહીં વાઘઃ દીપડાને પણ ભારે પડે !
Jio નો ટાવર, Walmartનો સાબુ,
ગુજ્જુ વિચાર –
બધે શોધે મફતનો મેળ !
અંતે પાઠ મળ્યો – $500 નો ફાઈન (fine),
“અમેરિકામાં થૂંક નહિ, ફક્ત chewing gum is shine.
વાંચન વિશેષ ~
Trespassing નો અર્થ —
👉 કોઈની ખાનગી મિલકતમાં કે મનાઈ કરેલા વિસ્તારમાં પરવાનગી વગર પ્રવેશ કરવો.
સરળ ભાષામાં:
જ્યાં જવાની મનાઈ હોય ત્યાં ઘૂસવું.
ઉદાહરણ તરીકે, ઉપરોક્ત વાર્તામાં લખ્યું છે :
“No Trespassing”
એનો અર્થ થાય —
🚫 “અંદર ન જવું.”
🚫 “પરવાનગી વગર પ્રવેશ કરવાની મનાઈ.”
અમેરિકા જેવા દેશમાં Trespassing માટે દંડ કે કાયદેસર કાર્યવાહી પણ થઈ શકે છે .
