STORYMIRROR

Kalpesh Patel

Drama Action Thriller

4  

Kalpesh Patel

Drama Action Thriller

અસીલ ~ વકીલ

અસીલ ~ વકીલ

2 mins
0



અસીલ ~વકીલ

મુંબઈની જૂની બલ્લાર્ડ એસ્ટેટ પોસ્ટ ઓફિસ, વર્ષોથી બંધ પડી હતી.
પણ દર રાત્રે, અંદરથી કાગળ ખસખસાટનો અવાજ આવતો.
લોકો કહેતા, રોજ રાત પડે,અંદર કોઈ અદૃશ્ય હાથથી પત્રો લખાય છે, અને ડીસ્પેચ પણ થાય છે

દસ્તુર દારૂવાલા, એક નવરો જાસૂસ, એ પોસ્ટ ઓફિસમાં તપાસ કરવા ગયો.
તેને પહેલી રાતે જ એક લિફાફો મળ્યો, જેમાં લખેલું હતું:
“પ્રતિ: ડોલી રંગવાલા” , આતો તેની લાંબી બીમારીમા એકાએક મરી ચુકેલી પ્રેમિકા.દસ્તુર તે કવર ખિસ્સા મા મૂકી ઘેર પાછો આવ્યો, સુઈ ગયો.

બીજે દિવસે સવારે ખિસ્સાથી કવર કાઢ્યું, જોયું તો પત્ર ઉપર થી ડોલીનું નામ ગાયબ
એ કવર પર કોઈ નામ સરનામું અસ્તિત્વમાં નહોતું.

દસ્તુરે  સવાર સવારમા બિયરની બાટલી લગાવી, એ કોરા કવરનો પત્ર ખોલ્યો. અંદર લખેલું હતું:

“લ્યા ડરપોક દસ્તુર હું અસીલ છું. હું પત્રોમાં જીવતી છું. તે આ પત્ર ખોલ્યો, અને તે પાછો વાંચે છે એટલે તું હવે હું તારી અસીલ અને તું મારી દુનિયાનો વકીલ છે તેવું સમજ.”

તે રાત્રે, દસ્તુરને મુંબઈની જૂની બલ્લાર્ડ એસ્ટેટ પોસ્ટ  તરફ ખેંચાણ થયું.
પોસ્ટ ઓફિસની દિવાલો પર હજારો પત્રો ચોંટેલા હતા. પરંતુ દરેક પત્રો ઉપર એક જ નામ: ડોલી રંગવાલા.
અને દરેક પત્રમાંથી એક અવાજ સંભળાતો:

“હવે તું રોજ આવજે .”

દસ્તુરને લાગ્યું કે આ કોઈ તેનો વહેમ કે clue નથી.
આ તો તેની ડોલી કંઈક કહેવા માંગે છે.

તે ડર ખંખેરી, હવે તે આગળ વધે છે.

અચાનક, એક નવો પત્ર દિવાલ પર દેખાયો:
“પ્રતિ: દસ્તુર દારૂવાલા.”

દસ્તુરના હાથમાંથી કોરો લિફાફો સરકી ગયો.  પણ ખિસ્સા મા થી વીસ્કી નું ક્વાટર કાઢી ખાલી કર્યું.

બાટલીના તાપે, નશીલી આંખે બીજા કમરા મા જોયું તો અહીં નકલી દવાની ની ફેક્ટરી જોઈ. જુદા જુદા લેબલ સાથે નકલી દવા ની બાટલી, એમ્પ્યુલ્સ  લોકો ભરાતા હતા .

બહાર મુંબઈમાં વરસાદ નો બફારો હતો,
પણ  બલ્લાર્ડ એસ્ટેટની બંધ પડેલી પોસ્ટ  ઓફિસમા કોલ્ડ સ્ટોરેજ જેવી ઠંડી હતી. ઠંડે કલેજે અહીં, નકલી કાગળ સાથે લોકોના જીવન સ્પીડપોસ્ટ થતાં હતા.

પોસ્ટ ઓફિસના પત્રોની સાચી પડતાલ પડતાં,
દસ્તુરની આંખોમાંથી નશો જ નહીં, પણ નિર્દોષતાનો પડદો પણ ઉતરી ગયો.
ડોલી કોઈ ભૂત નહોતી.
તે તો દરેક એ દર્દીની આહ હતી, જેને નકલી દવાએ સમય પહેલાં “ડિસ્પેચ” કરી દીધા હતા.
“અસીલ” એટલે પીડિત —
અને “વકીલ” એટલે સત્યને વાંકડું કરવાની કળા.
દસ્તુર વર્ષો સુધી કાગળોમાં કેસ જીતતો રહ્યો,
પણ આજે પ્રથમ વાર કાગળોએ તેને હરાવ્યો.
દિવાલ પરનો છેલ્લો પત્ર હવે સ્પષ્ટ હતો:
“પ્રતિ: દસ્તુર દારૂવાલા — આરોપી.”
બહાર મુંબઈમાં વરસાદ ધોધમાર વરસતો હતો,
અને અંદર, જૂની Ballard Estate પોસ્ટ ઓફિસમાં
એક નવો કેસ નોંધાયો —
ફરિયાદી: જનતા.
અસીલ: સત્ય.
વકીલ: મૌન.
અને દસ્તુર?
હવે તે દસ્તાવેજોમાં જીવતો નહોતો —
તે જ એક જીવંત આરોપપત્ર બની ગયો હતો.



Rate this content
Log in

Similar gujarati story from Drama