ઠંડી સોડા
ઠંડી સોડા
ઠંડી સોડા.
મુંબઈ, ખેતવાડી વિસ્તારમા આપણા દસ્ટુરજી દારૂવાલા વકીલ રહે. આ બાવા એટલે કે "લૉ, લોજિક અને લેગલ, મિક્સ કાયદા ની પાવભાજી" ના જાણકાર. રોજ કોર્ટ મા જવાનુ, અને સાંજએ ચોર બજારમાં ઈરાની હોટેલનાં બાંકડે બેસી
સુગંધવાળી ચા પી ને કેસ ઉકેલતા.
એક સાંજે અચાનક એક માણસ ધ્રુસકે ડુસકે રડતો આવ્યો:
“દસ્તુરજી… બાવા , મોટો કાંડ! અમારા વોરાજીની દીકરી ,
પરીન ટોપિવાલા ને કોઈએ મારી નાખી છે !”
દસ્તુરજી ગભરાયા નહિ. ચાના કપમાં એકાએક સ્નાન કરવા પડેલી માખી ને હટાવતા બોલ્યા:
“ઘેર લઈ જા.પેહલા સાઈટ સીન, પછી સાઈડ પ્લેટ.” મારે ગુનાના ઉકેલ માટે સીન રીક્રિએટ કરવો પડે... દીકરા..
---
પરીન ટોપિવાલાનું ઘર.
વડા અને કાઠિયાવાડી મરચા, ઘાન શાક -પારસી રસોડા ની મિક્સ સુગંધ.
ઘરનું કોઈ તાળું તૂટેલું નહીં, કંઈ વસ્તુ ની ચોરી પણ નહીં.પણ સૌથી શૉકિંગ વાત:
પરીનની છાતીમાં ઊંડો ઘા અને ગુલાબી વહેતુ લોહી કોઈ છરી ચાકુ નો અતોપતો નહિ — અલોપ, જાણે હવા માંથી બનાવેલી!
દસ્તુરજી, આંખે ચશ્મો ગોઠવતા, છીંકણી સૂંઘતા બોલ્યા:
“અરે દીકરા , છરી તો હવા મા ઓગળી ગઈ છે! મર્ડર કરનાર વાપસ હવા બની ગયો!”
વિકટ સ્થિતિ મા પણ કોમેડી કરતા કરતા દસ્તુરજી તપાસ પણ કરતા, આ તેમની સ્ટાઇલ હતી.
ઘરની તલાશી લેતા, રસોડામાં ખાલી ભજીયા ની પ્લેટ, અને બે ગ્લાસ. પાસે
ફ્રિજ ખોલતા અંદર ત્રણ બરફની છરીઓનો મોલ્ડ. આખા રસોડા મા પેપર મિન્ટની સુગંધ. વાતાવરણ મા ખામોશી સાથે ઘુમતો સવાલ....
“પરી ,તારી આ હાલત કોને કરી ?”
---
દસ્તુર પાછા રુમ મા આવ્યા પરીનનું પર્સ જોયું..... તેમાં ચિઠ્ઠી હતી...તેમાં થી
ત્રણ લોકોનાં નામ સામે આવ્યા:
1. ચંદ્રકાંત ‘ચંડુ’ પાપડિયા —વોરાજી નો જમાઈ.(ફટાકડાં જેવો ગુસ્સો, અને ઠંડું મગજ.) માથે બાલ નહિ અને મૂંછે જગ્યા નહિ. તેનો પ્રેમ પત્ર હતો.
2. મીનીબેન વોરાજી ની પત્ની.
(હંમેશા કહેતી, “આ મારા જમાઈ એ જીવનમાં કદી ઠંડક રાખી નથી.”)
3. ફિરોજ ‘બરફવાલા’ — બિલ્ડિંગમાં બરફ અને સોડા ફાઉન્ટન વાળો, દારૂ, ફુદીના ની સોડા સપ્લાય કરનાર.(વેશમાં બરફ થી પણ વધારે કૂલ અને સોજજો.) તેની ઉઘરાણી ની ચિઠ્ઠી હતી...
દસ્તુરજી, હવે,દરેકને એક જ સવાલ પૂછ્યા કરે :
“દાદર સ્ટેશન સાથે તમારો સંબંધ શું?”
ચંડુ — બોલ્યો, “પાન ખાવું.”
મીનીબેન — બોલી,પાંપ લેટ “શોપિંગ.”
ફિરોજ — હસ્યો, “સાહેબ,દારૂ સોડા સપ્લાય.”
દસ્તુરજી એ ફરી ચીમટો ભરી છીંકણી સૂંઘતા, ત્રણેય સામે જોઈને બોલ્યા:
“આ બધું જોતા એવુ લાગે છે, તમે બધાએ પુલીસની સામે મુદ્દામાલ બરફ જેમ ઠારી ને છુપાવ્યો હોય.”
---
બધા ઉભા હતા અને દસ્તુરજીએ ફ્રિજમાં રાખેલો એક ખાલી બરફ મોલ્ડ કાઢી જોયુ.
એ મોલ્ડમાં લખેલું હતું.“FS – Dadar”
મોલ્ડ બતાવતા દસ્તુરજી ચીસ પાડીને બોલ્યા:
“FS, મતલબ, ફિરોજ સોડાવાળો!
તારી દુકાન નું પાણી હતું, એટલે રસોડામા પણ મિન્ટ સોડાની વાસ!”
દસ્તુરજી ફિરોઝને પકડી બોલ્યા:
“તે પરીન ને ‘ઠંડા કલેજે ’ મારી નાખી!
બેટમજી, તને એમ કે, બરફ ની છરી ઓગળી જશે — પ્રૂફ જશે — પોલીસ ગોટે, અને હું છેટે,એવું વિચાર્યું હતું ને?”
ફિરોઝ હસી પડ્યો:
“ અરે બાવા પરીન મારી ઘરાક, તે મને મને કહે, તારી ‘સોડા ઠંડી નથી!’ હું તેના મિન્ટ નો પંચ લગાવતો હતો તેને પી તા ઠંડક થાય માટે.....
આજે મેં તેને બતાવી દીધું હતું, મારી સોડામા કેટલી ઠંડક હોય છે!” 😜
હા બાવા સોડા તારી એ વાત સાચી, પણ આ દારૂ નાં ગ્લાસ, ફ્રિજ અને છરી નાં મોલ્ડ ત્રણે પર તારા ફિંગર પ્રિન્ટ ક્યાં થી આવી ગયા.
દસ્તુરજી મોં પકડી બેઠા:
“અરે કતલનું કારણ સોડાની સુગંધ નહિ ટેમ્પરેચર છે અહીં ?? એ જારશોસ્થ...મુંબઈમાં લોકો માટે, હવે આ પણ કારણ બની જાય!” શું જમાનો આવ્યો...!!!
---
અરે બાવા આ પરીન રોજ ફોગટ મા સોડા પીએ, આજ આવું કાલે આવીશ એમ લટકચાળા કરી લારા આપે. હું મૂરખ નથી તેને સમજાવતો હતો. મારો તેને મારવાનો કોઈ ઈરાદો નહતો... હું બરફ ની છરી નો મોલ્ડ ગ્લાસ મા નાખી કોકટેલ બનાવતો હતો અને તે પાછી લુઢકી, છરી ઘુસી, અને હું બારીએ થી છટક્યો...
ફિરોઝ ની એક ન ચાલી તે હવે જેલમાં.

દસ્તુરજી ફરી ચા પીવા બાંકડે બેઠા.
ત્યાં, દસ્તુરજીના ફોનમાં એક નવો મેસેજ આવ્યો:
“Next case: ખાંડ વગરની ચા — આ હત્યા છે.”
દસ્તુરજી બોલ્યા: મિનીબેન ટોપિવાલા....
“ સાબુર! હવે ચા-ક્રાઇમની સીરિઝ શરુ થવાની હજુ બાકી છે!”
---
