nayana Shah

Thriller

3  

nayana Shah

Thriller

ટેલિવિઝન

ટેલિવિઝન

3 mins
341


અંજના વિચારતી હતી કે જવલ અને વલય બંને મારા જ દીકરા છે બંનેને સારી રીતે અને એક સરખા જ સંસ્કાર આપીને ઉછેર્યા છે. બંને જોડકાં બાળકો બંનેનો દેખાવ પણ સરખો તો આવું કઈ રીતે બને ? જવલતો કયાંનો કયાં પહોંચી ગયો અને વલયે તો મારા સંસ્કાર લજવ્યા. ત્યાં જ જવલનો અવાજ આવ્યો, "મમ્મી પપ્પા, તમે કયાં છો ? " જવલનો અવાજ સાંભળી બંને જણ બહાર આવ્યા ત્યારે જવલ ખૂબ જ ખુશ હતો. માબાપને પગે લાગી મમ્મીને ગળે ગોલ્ડ મેડલ પહેરાવી પપ્પાને બીજું ગોલ્ડ મેડલ પહેરાવતા બોલ્યો, "આના સાચા હકદાર તો તમે બંને છો."

"બેટા, આ તો તારી મહેનતનું પરિણામ છે"

"ના, આ તમારા સંસ્કારનું પરિણામ છે. તમે મારી પરિક્ષા વખતે હું મોડે સુધી જાગતો હોઉં તો તમે મારા ટેબલ પર દર કલાકે ચા મુકી જતાં. પપ્પા મને સતત પ્રોત્સાહન આપતાં રહેતાં હતાં. જયારે જયારે હું નાસીપાસ થઈ જતો ત્યારે પપ્પા હમેશાં કહેતાં કે મહેનત કરનારને એની મહેનત તો બદલો મળે જ છે."

અંજના અને એનો પતિ ખુશ હતાં. પરંતુ જયારે વલયનો વિચાર આવતો ત્યારે બંને નિરાશ થઇ જતાં. બંને ભાઈઓને ટેલિવિઝન જોવાનો ઘણો શોખ. નાનપણમાં તો બહુ વાંધો આવતો ન હતો. બંને જણ કાર્ટુન જોયા કરતાં જેવા કે હંગામા, ડીઝનીવર્ડ, છોટાભીમ વગેરે જોયા કરતાં. પરંતુ જેમ જેમ મોટા થતાં ગયા તેમ તેમ બંનેની પસંદગી બદલાતી ગઈ. બંનેને જુદીજુદી ચેનલો જોવા હોય. બંનેમાંથી જેનો પક્ષ લેતાં તો બીજાને લાગતું કે તેને અન્યાય થઈ રહ્યો છે. માબાપ પૈસેટકે સુખી હતાં એટલે આખરે બંને જણ ને જુદાજુદા ટેલિવિઝન લાવી આપ્યા.

જયારે વલયના રૂમમાં જતાં ત્યારે વલય પિકચર જોતો કયાં તો કોઈ બકવાસ સિરીયલ જોયા કરતો. પરંતુ જવલનો શોખ જુદો હતો. એના રૂમમાં ડોકિયું કરે તો કોઈ ગેમ લાઈવ જતો. ખાસ કરીને ક્રિકેટ, ટેનિસ અને ફુટબોલ એની પ્રિય રમતો. એ સિવાયના સમયમાં એ ડિસ્કવરી ચેનલો જોતો. એનું સામાન્ય જ્ઞાન જોઈ એના ચારેબાજુ વખાણ થતાં. વિવિધ ચેનલો પરના પ્રોગ્રામ જાેતો રહેતો. JEEની પરિક્ષાની તૈયારી કરવાની હોય કે નીટની પરિક્ષા આપવાની હોય તો એ કહેતો કે એના માટે કલાસ ભરવાની જરૂર નથી. ખોટા ફી ના પૈસા બગાડવા. ટેલિવિઝન પર ટાટા સ્કાયની ચેનલો પર બધું જ શીખવાડવામાં આવે છે. તે ઉપરાંત સાહસો કે પૃથ્વી પરના આશ્ચર્ય જોતો. કે જયાં તે જઈ શકવાનો ન હતો. એ અંતરિક્ષ વિષે પણ જ્ઞાન મેળવતો. તો કયારે જંગલના ઊંડાણમાં બનતી ઘટનાઓ જોતો. જયાં મનુષ્ય સહેલાઇથી જઈ શકતો ના હોય એવી જગ્યાઓ જેવી કે અત્યંત ગરમ પ્રદેશ સહરાનું રણ તો અત્યંત ઠંડો પ્રદેશ સાઈબિરીયા પણ જોતો કે જયાં ઉકળતું પાણી હવામાં નાંખો તો હવામાં જ બરફ થઈ જાય. સમુદ્રમાં, જંગલમાં કે બરફમાં કઈ રીતે જીવાય તે જોતો. તે ઉપરાંત પૃથ્વી ગ્રહ પરની આશ્ર્ચર્ય જનક ઘટનાઓ જોતો. ઉત્તર ધ્રુવ અને દક્ષિણ ધ્રુવ વિષેની અનેક ધટનાઓ જોવા તથા જાણવા મળતી.

પરંતુ વલય તો સિરીયલો જોઈ પોતે હીરો બનવા પ્રયત્ન કરતો. એટલુંજ નહિ પરંતુ ક્રાઈમ પેટ્રોલ તથા સાવધાન ઈન્ડિયા જોઈ અપરાધ કરવા પ્રેરાતો.

આખરે હીરો બનવાના સ્વપ્ન પુરા કરવા ઘરમાંથી પૈસા ચોરી મુંબઈ જતો રહ્યો.

મહિનાઓ સુધી એના કોઈ સમાચાર મળ્યા નહીં. સમાચાર મળ્યા ત્યારે એ પણ ટેલિવિઝન પર કે પૈસા મેળવવા ખાતર બાળકોના અપહરણ કરી પૈસા મેળવતો ગુનેગાર પકડાયો.

રંજન વિચારતી હતી કે ટેલિવિઝનના ફાયદા અને ગેરફાયદા બંને છે. તમે તેનો ઉપયોગ કઈ રીતે કરો છો એની પર આધાર રાખે છે. જવલ અને વલય એના ઉત્તમ ઉદાહરણો છે. ટેલિવિઝન જોતાં એ ચોધાર આંસુ એ રડી પડી કે એનો દીકરો ગુનેગાર બની ચૂક્યો હતો. 


Rate this content
Log in

Similar gujarati story from Thriller