STORYMIRROR

nayana Shah

Action

3  

nayana Shah

Action

મારો દેશ

મારો દેશ

2 mins
427


હરપાલસિંહ તેની પત્ની જોગીન્દરને કહી રહ્યો હતો કે ,"હું દેશ માટે સરહદ પર જાઉં છું. જો હું શહીદ થઈશ તો મને દુઃખ નહીં થાય કારણ હું દેશ માટે શહીદ થઈશ. હું મારા દેશનું ઋણ ચૂકવી શકીશ. જો કે હું મરતાં પહેલાં દેશના કેટલાય દુશ્મનોનો ખાતમો બોલાવી દઈશ. જો જોગીન્દર મને વચન આપ કે હું હયાત ના હોઉં તો પણ આપણા બંને દીકરાઓને લશ્કરમાં જ ભરતી કરજે. જેમ માબાપનું આપણા પર ઋણ હોય છે એમ આ ધરતીનું પણ આપણા પર ઋણ હોય છે. આ ધરતી ફળ, ફૂલ, શાકભાજી અને અનાજ આપે છે જેના કારણે આપણે પોષ્ટિક ખોરાક પ્રાપ્ત કરીએ છીએ. આ દેશનું રક્ષણ કરવાની આપણી ફરજ છે."

"જુઓ તમે સરહદે જતી વખતે શુભ શુભ બોલીને જાવ. જેના દિલમાં દેશ માટે ફના થવાનો સંકલ્પ હોય એની સાથે ઈશ્વર હોય છે. "

અને ખરેખર પતિ યુદ્ધ મેદાનમાંથી પરત ફર્યો ત્યારે એ પરમવીર ચક્રને પામ્યો હતો. ઘરમાં ખુશીનો માહોલ હતો.

પરંતુ ત્યારપછીના યુદ્ધમાંએ એનો પગ ગુમાવી ચૂક્યો હતો. તેની પત્ની કહી રહી હતી કે, "આ તો ગૌરવની વાત છે કે, " આપણે દેશ માટે કંઈ કરી શક્યા. પગે આતંકવાદીઓ એ ગોળી મારી પણ એ પહેલાં તમને સાત આંતકવાદીઓનો ખાતમો બોલાવી દીધો. દેશને તમારા જેવો બહાદુરોની

જ જરૂર છે. ત્યારબાદ એમનો મોટો દીકરો પણ લશ્કરમાં જોડાયો. અને દુશ્મનોના હાથમાં સપડાઈ ગયો. એને પાકિસ્તાનની જેલમાં મોકલવામાં આવ્યો. ત્યાં તેની પર અસહ્ય જુલમો કરવામાં આવતાં. પુષ્કળ યાતનાઓ સહન કરતો રહ્યો. છતાં પણ કોઈ ખાનગી લશ્કરની માહિતી ના આપી. આખરે દુશ્મનોએ કંટાળીને એને ગોળી મારી દીધી. અને એની લાશને ભારતની સીમા તરફ ફેંકી દીધી.પણ એના પિતાએ કહ્યું, મારા દીકરાએ તો દેશ માટે કુરબાની આપી છે. એના કારણે મારૂ મસ્તક ગૌરવથી ઊંચું થઈ ગયું છે.

ત્યારબાદ એનાથી નાનો ભાઈ પણ લશ્કરમાં જોડાયો. એને પદ્મશ્રી એવોર્ડ મળ્યો. આ ખુશીના સમાચારના જાણે કે એ રાહ જોતાં હોય એમ સમાચાર સાંભળી મૃત્યુ પામ્યા ત્યારે એમનાં મોં પર સંતોષ હતો.

નાનો દીકરો જયારે મૃત્યુ પામ્યો ત્યારે એની મા ધ્રૂસકે ધ્રૂસકે રડી પડી. લોકોએ માન્યું કે પતિ તથા બંને દીકરાઓના મૃત્યુનો આઘાત એ જીરવી શકી નથી. લોકો આશ્વાસન આપવા આવ્યા ત્યારે એને કહ્યું , "મને રડવું એટલે આવે છે કે મારા પતિ ને બે બાળકો શહીદ થઈ ગયા. મારા દેશ માટે હવે હું કંઈ કરી શકીશ નહિ. પરંતુ આવતા જન્મે ઈશ્વર મને વધુ સંતાનો આપે તો હું દેશને સમર્પિત કરી શકું."


Rate this content
Log in

Similar gujarati story from Action