Sanket Vyas Sk

Thriller

4.8  

Sanket Vyas Sk

Thriller

તાવીજ

તાવીજ

1 min
780


    તાંત્રિકે ગૌરીની મમ્મીને કહ્યું "જો તાવીજ મળી જાય તો જ ગૌરીને આ શેતાની શક્તિથી છુટકારો મળશે." 


    થોડા દિવસ પહેલાં ગૌરી એના મમ્મી-પપ્પા સાથે અડાલજની વાવ ફરવા ગઈ હતી. એ જ્યાં બેઠા હતા ત્યાં બાજુમાં ઓટલા પર ગૌરીએ તાવીજ પડેલું જોયું. ગૌરી એને લેવા જતી હતી ત્યારે મમ્મીએ કહ્યું "આમ અજાણી વસ્તુને અડકીશ નહિ." ગૌરીએ તરત જ તાવીજ ઉપાડીને દૂર ફેંકી દીધું અને કહ્યું "આ બધું માણસના દિમાગને બગાડે છે." પછી બધા ઘરે આવી ગયા. 


    ઘરે આવ્યા ત્યારથી જ ગૌરી ખુદને સતાવતી, ચાકૂ મારતી, એક દિવસ તો પંખે દુપટ્ટો બાંધીને ટૂંપો ખાવા જતી હતી પણ પપ્પાને ખબર પડતા એને બચાવી લેવાઈ, મમ્મી-પપ્પા ખૂબ ગભરાઈ ગયા અને ગૌરીને તાંત્રિક જોડે લઈ ગયા અને બધી જ ઘટના કહી તો તાંત્રિકે કહ્યું કે "ગૌરી કોઈ એવી વસ્તુને અડકી છે જેમાં શેતાની શક્તિ કેદ હશે, આ શેતાની શક્તિ આવી ક્યાંથી એ જાણીને એ જગ્યા નષ્ટ કરવી પડશે." તરત જ મમ્મીને અડાલજ વાળું "તાવીજ" યાદ આવે છે...!

            


Rate this content
Log in

More gujarati story from Sanket Vyas Sk

Similar gujarati story from Thriller