Sanket Vyas Sk

Others

5.0  

Sanket Vyas Sk

Others

"વહેણ કેમ બદલાયું"

"વહેણ કેમ બદલાયું"

1 min
372


ખૂબ જ વરસાદ વરસી રહ્યો હતો, નદી બે કાંઠે વહી રહી હતી. નાથુદાદાનું મકાન નદી કિનારે જ હતું, એમની તબીયત ઉંમરના કારણે લથડી ગઈ હતી. ઓચિંતાનું જ નદીનું વહેણ બદલાવા માંડ્યું, વિજળી ખૂબ ત્રાટકવા માંડી, નદીનું વહેણ ધીમું હતું એ પણ ઝડપી થઈ ગયું અને ત્યાંથી એ પંખીડાએ ઉડાન ભરી દીધી.


આ બધું જોતો નાનકો શ્રેય એના પપ્પાને પૂછવા માંડ્યો "પપ્પા આ નદીએ અચાનક જ વહેણ કેમ બદલી દીધું ? શું ત્યાં આગળ ડેમમાં વરસાદના કારણે વધારે પાણી ભરાઈ જવાથી એ દરવાજા ખોલી નાખ્યા હશે કે ? એના પપ્પાએ જવાબ ના આપ્યો એટલે દોડતો નાથુદાદાના ખાટલા પાસે ગયો અને દાદાને ઢંઢોળતા પૂછવા માંડ્યો "દાદાજી આજે કેમ જલદી સૂઈ ગયા ? ઉઠોને, મારે જાણવું છે કે આ નદીનું વહેણ અચાનક કેમ બદલાઈ ગયું ? ઉઠોને જલદી. આ પપ્પા પણ જવાબ નથી આપતા. શ્રેયના પપ્પા આ બધું જોતા શાંત બેસી પોતાની આંખો લૂછી રહ્યા હતા..


Rate this content
Log in