શબ્દોનું સૈલાબ
શબ્દોનું સૈલાબ


ખૂબ જ ભારે અકસ્માત થવાથી કિશન કોમામાં જતો રહ્યો. થોડાક સમય પછી ભાનમાં આવ્યો પણ દિમાગથી નિસ્તેજ રહ્યો. એક દિવસે એના મોટાભાઈના કહેવાથી લખવાનું ચાલુ કર્યું તો એને હંમેશા લખવાનો શોખ થઈ ગયો. જ્યારે એ પૂરો સ્વસ્થ થયો અને ખુદનું લખેલું વાંચ્યું તો ખૂબ જ અચંબીત થઈ ગયો કેમકે અજાણતા એણે જે લખ્યું હતું એ એનામાં હતું જ નહિ એ કવિતાઓ હતી.
એક દિવસ એનો મિત્ર કેવલ એને મળવા આવ્યો એણે કિશનની લખેલી કવિતાઓ વાંચી અને એની નોટબુક જોડે લઈ ગયો. થોડાક દિવસો પછી કિશનના ઘરે એક પાસ આવ્યો, કિશને પાસમાં વાંચ્યું "આવો અને જોડાઓ શબ્દોના સૈલાબમાં અને માણો તમારી કવિતા તમારા મુખડે" આ વાંચીને તરત કિશન દોડતો એની મમ્મી પાસે ગયો અને ખુશ થતો કહેવા માંડ્યો "ભગવાને મસ્ત ગીફ્ટ આપી છે જે મને નહોતી ગમતી પણ હવે એ લખેલું મારૂ વ્યર્થ નહિ રહે, મમ્મી મને આ ગીફ્ટ પર હવે ખૂબ જ ગર્વ થઈ રહ્યો છે." અને એ નોટબુક લઈને નાચવા માંડે છે અને કેવલને ફોન કરી કહે છે "તે જ મારુ લખેલું આગળ વંચાવ્યું છે ને મારા દોસ્ત અરે દોસ્ત હવે તો હું આ જ ગાઈશ કે દોસ્ત તારી દોસ્તી મને હવે જાનથી પણ પ્યારી" અને કેવલનો ખૂબ જ આભાર માનવા માંડે છે ...!