પહોંચાતુ નથી
પહોંચાતુ નથી


"હું નોકરી છોડી રહી છું." મૈત્રીએ અચાનક જ ઢોકળા ખાતા ઘરના બધા સભ્યો વચ્ચે કહ્યું.
સારા પગાર-પદ પર મૈત્રી નોકરી કરે છે અને અચાનક નોકરી છોડવાનો નિર્ણય સાંભળી બધાને આંચકો લાગ્યો.
"આમ અચાનક નોકરી છોડવાનો નિર્ણય કેમ લીધો ? તારે તો સારા પગાર-પદ પર નોકરી છે, બંને સાથે પણ જઈએ છીએ" - પ્રણવ પૂછે છે.
"તમે જાણો જ છો ઘરકામ બધા હું જ કરું છું, બધાની રસોઈ પણ... અરે ! આજે ઢોકળા પણ મેં જ બનાવ્યા છે. આમ ઘરકામ, નોકરી બધું સાથે નથી પહોંચાતુ, ખૂબ જ થાકી જવાય છે." મૈત્રી કહે છે.
મૈત્રીને નોકરી છોડતી અટકાવવા તરત જ પ્રણવે કહ્યું કે આજથી બધાજ ઘરકામમાં હું તારી મદદ કરીશ પણ તું નોકરી છોડીશ નહિ. આ સાંભળતા જ મૈત્રી ખડખડાટ હસતાં હસતાં પૂછે છે "તમને કયું ઘરકામ આવડે છે ?"
પ્રણવની મમ્મી બંનેની ચર્ચા સાંભળતી મનમાં પસ્તાવો કરતા વિચારે છે કે હવેથી મારી સાસુગીરી બંધ કરીશ અને કાલે બંનેના ભાવતા માલપૂઆ હું બનાવીશ.