STORYMIRROR

Sanket Vyas Sk

Drama

3  

Sanket Vyas Sk

Drama

પ્રેમ કેમ તૂટ્યો.....ભાગ ૩

પ્રેમ કેમ તૂટ્યો.....ભાગ ૩

2 mins
458

    આગળની વાર્તા ભાગ..૨ માં જોયા મુજબ કિશન રીયાના દોસ્તને એના બ્રેક-અપનું કારણ પૂછી એ જાણવા ફોન અને મેસેજ કરતો રહે છે..હવે આગળ


  એકવાર પછી કિશન રીયાની બધી મિત્રોને આમ મેસેજ કરતો ફોન પણ કરતો, એમાંથી રીયાની ખાસ દોસ્ત જાગીને પણ મેસેજ કરેલો કે "રીયાએ મારી સાથે આવું કેમ કર્યું ?" તો રીયાની એ ખાસ દોસ્ત જાગી તો એવું કહી દે છે કે "જે કર્યું રીયાએ એ તારા માટે સારૂ જ કર્યું છે.એણે બીજો બોયફ્રેન્ડ બનાવી દીધો છે એની કોલેજમાં, તું પણ એને ભૂલી તારી લાઈફમાં આગળ વધવા પ્રયત્ન કર અને એ કારણ વિશે કંઈજ વિચારીશ નહીં, રીયાતો ખરાબ થઈ ગઈ છે !" આવું સાંભળતા તરત જ કિશન ફોન કાપી નાખે છે કેમ કે કિશનને તો કારણ જાણવું હતું અને કિશન રીયાને હજુ પ્રેમ કરતો તો પછી રીયાનું ખરાબ કેમ કરીને સાંભળી શકે ! 


   પછી એક સમય પર રીયાના મમ્મી-પપ્પા કિશનનાં ઘરે આવે છે અને કિશનના પપ્પાના હાથમાં કાર્ડ આપતા કહે છે કે "ઘરના બધા જ સભ્યો આ દિવસે જરૂરથી આવજો પછી એ નીકળતા હોય છે તો આપણા હીરો કિશન એમને મૂકવા તો જવાના જ ને કેમકે છેવટે એ રીયાના મમ્મી-પપ્પા હતા. એ મૂકવા જાય છે તો જુએ છે કે રીયા બહાર જ નીચું મોં કરી ઊભેલ હતી. રીયા એના મમ્મી-પપ્પા સાથે કિશનને આવેલો જોતા ખોટી સ્માઈલ આપે છે અને પછી એ બધા નીકળી જાય છે. પછી કિશન ઘરમાં આવે છે અને એના પપ્પાના હાથમાંથી કાર્ડ લઇને જુએ છે તો બસ જોતો જ રહી જાય છે કેમકે એ બીજુ કંઈ નહીં પણ એ રીયાના લગ્નની કંકોત્રી હતી એ પણ રીયાના ફોટોગ્રાફ સાથે જ જે જોતા કિશનની આંખે ઝળઝળિયાં આવી જાય છે છતાં એ વિચારે છે કે "હશે એ ખુશ થાય છે બસ છે મારે, પણ મારી સાથે બ્રેક-અપ કર્યું એતો મારે જાણવાનું રહી ગયું ને... એ વિચાર કરે જાય છે.


Rate this content
Log in

Similar gujarati story from Drama