પ્રેમ કેમ તુટ્યો ?... ભાગ 2
પ્રેમ કેમ તુટ્યો ?... ભાગ 2
આગળ આપણે જોયું કે કિશન રીયા સાથે ખૂબ જ પ્રેમથી જોડાયેલો હતો અને અચાનક જ રીયાએ કિશન સાથે બ્રેક-અપ કરી દીધું પછી કિશન આ બ્રેક-અપ કેમ થયું એ જાણવા એ કારણની શોધમાં હતો, ખૂબ જ પ્રયાસ કરતો હતો છતાં સાચુ કારણ એ જાણી શકતો નથી પછી...
પછી કિશન તરત જ નોકરી કરવા માંડે છે અને રીયા તો આગળ ભણવાનું પણ ચાલુ રાખે છે. કિશન તો એ સમયે પણ રીયાને ફોન કરે રાખતો હતો પણ રીયા ફોન રીસીવ જ નહોતી કરતી. થોડાક દિવસો આમ ચાલ્યું પછી તો રીયાએ કિશનને બ્લોક લિસ્ટમાં નાખી દીધો.
આમ થોડોક સમય વીતી ગયો પછી એકવાર રીયા એની ફેમિલી સાથે મંદિરમાં દર્શન કરવા જાય છે ત્યાંજ કિશન પણ પહેલેથી આવેલો દર્શન કરવા આવેલો હતો. રીયાની પૂરી ફેમિલી કિશનને ઓળખે જ કેમકે છેવટે બંને એક જ ગામના હતા. તો રીયાના પપ્પા કિશનને જોઈ જાય છે અને કિશનને બોલાવી પૂછે છે કે "તું નોકરી કરતો પહેલા જ્યાં એ સમયે ત્યાં તારી સાથે શું થયું હતું ?" કેમકે કિશન જ્યાં પહેલાં નોકરી કરતો ત્યાં એને ઝઘડો અને થોડી મારામારી થઈ હતી, જે કિશનના પપ્પા જાણતા હતા. પછી એ છોડીને કિશન બીજી નોકરી કરવા લાગ્યો હતો એ રીયાના પપ્પાને ખબર હતી.
કિશન રીયાના પપ્પાને વા
ત કરતો હતો ત્યારે અચાનક રીયા એના પપ્પા જોડે આવે છે અને રીયાના પપ્પા રીયાને પૂછવા માંડે છે કે "રીયા તું કિશનને ઓળખે છે ને" રીયા એ સમયે હસતા હસતા જવાબ આપતા કહે છે કે "હા સારી રીતે ઓળખું છું" પછી કિશનને સ્માઈલ આપણ આપે છે, એ સમયે કિશનને બોલવું હોય છે કે "ત્રણ વર્ષ સુધી મને રમાડ્યો છે તો ના ઓળખે એવું કઈ રીતે બની શકે !" પણ એ કહે છે કે "એકથી સાત બંને જોડે ભણ્યા તો રીયા મને ઓળખે જ ને !" એમ કહી દે છે. એ સમયે કિશનને રીયા જોડેથી બ્રેક-અપ કેમ કર્યું છે એનું કારણ જાણવું હોય છે પણ પછી એ બધા જતા રહે છે અને કિશન મંદિરમાં પ્રાર્થના કરે જાય છે કે "મારી સાથે આવું કરવાનું સાચું કારણ આ રીયા મને કહી દે એવું કરી આપને હે પ્રભુ" પછી કિશન પણ એના કામે નિકળી જાય છે પણ કિશનને હજુ પણ એના બ્રેક-અપનું કારણ જાણવા નથી મળતું. છતાં પાછો કિશન થોડોક સમય એ કારણ જાણવા અને થોડોક સમય એની નોકરીના કામકાજ ને આપે છે. થોડાક સમય પછી એની નોકરીના કામ-કાજમાં મંદી આવી જતાં કિશનને રજાઓ આપવામાં આવે છે અને કિશન એના ઘરે આવી જાય છે. ઘરે આવીને પણ કિશન રીયાની મિત્રોને બધાને ફોન કરે મેસેજ કરે અને એજ પૂછતો રહે છે કે "રીયાએ મારી સાથે આમ કેમ કર્યું ?".....
ક્રમશ: