પંજો
પંજો
મનસ્વીને ઉંઘે હજુ દસ મિનિટ જ થઈ હશે અને ઘરનો દરવાજો ખખડ્યો. મનસ્વીની મમ્મીએ આટલી રાત્રે કોણ હશે એમ વિચારતા દરવાજો ખોલ્યો અને સામે એક સ્ત્રીને ઉભેલી જોતા મમ્મી એને પૂછ્યું."તમે કોણ?" તો એ સ્ત્રી કહે છે "મારુ નાનકડું બાળક રમતા-રમતા ક્યાંક ખોવાઈ ગયું છે અને હું એને શોધી રહી છું. "અહીંયા કોઈ જ નાનું બાળક આવ્યું નથી" એમ કહીને મનસ્વીની મમ્મી દરવાજો બંધ કરી મનસ્વીની પાસે આવીને બેસી જાય છે.
મનસ્વી સૂતેલી સ્થિતિમાં ખૂબ જ બેચેની અનુભવે છે એમ જણાતા એને ઉઠાડવા પ્રયત્ન કરે છે પણ મનસ્વી પડખું ફેરવી દે છે ત્યારે મનસ્વીની પીઠ પર પંજાનું નિશાન જોતા એમના હોશ ઉડી જાય છે અને મનસ્વીને ઉઠાડીને પૂછે છે કે આ તારી પીઠ પર પંજાનું નિશાન આવ્યું ક્યાંથી? તો મનસ્વી ભોળા ભાવે કહેવા માંડે છે કે "મમ્મી - મમ્મી એક સ્ત્રી છે ને રોજ મારી પાસે આવે છે અને મને લઈ જવા માંગે છે. પછી તો મનસ્વીની મમ્મી જે આવી હતી એ સ્ત્રી વિશે વિચારવા માંડે છે.