તારો સાથ
તારો સાથ
ફોનની રિંગ વાગી સામે બાજુથી અવાજ આવ્યો ...
" તું ક્યારેય નહીં સમજી શકે યાર...! " થોડો ગુસ્સા ભરેલા અવાજે કોઈ બોલી ઊઠયું .
" પણ શું થયું એ તો કે' પહેલા " થોડા આશ્ચર્ય અને ધીમા અવાજે કહ્યું .
" શું થયું ...? તને બધી જ ખબર છે તો પણ તું પૂછે છે કે શું થયું ....આમ જો ..." વાક્ય અધૂરું રહી ગયું માનો કે એ વાક્યો ને ફરી ગોઠવી રહ્યો હતો.
" હા બોલ શું...? શું ખબર છે મને....? " એ બેડ પરથી ઊભી થઈને બાલ્કની પાસે ચાલી ગઈ .
" સાંભળ હું .., છે .., ને .. " શબ્દો હજુ ન હતા મળતા, તો પણ એમ ઊંડા શ્વાસ લીધો.
"આઈ રિયલી લાઈક યુ....મને નથી ખબર કે આ બધું ક્યારે થઈ ગયું બસ થઈ ગયું . તારી સાથે ટાઈમ સ્પેન કરવો પસન્દ છે. તને ખબર છે જ્યારે પણ મારા ફોન માં કોઈ મેસેજ આવે ને તો પણ તારો ખયાલ આવે કે તારો તો મેસેજ નહિ હોય ને ... હું બધું છોડી ને સીધો ફોન ને જોવા ભાગુ છું..." એટલું બોલ્યો ત્યાં
અવાજમાં ભીનાશ આવી ગઈ.
" કેમ મારા મેસેજ ઇગ્નોર કરે છે ? શું થયું છે ? ઘણા ટાઈમ થયાં હું કહેવાની કોશિશ કરતો હતો પણ મનમાં એક ડર હતો કે તને ગુમાવી બેસીશ તો ...? હું પહેલેથી ઘણું ગુમાવી બેઠો છું હું તને ગુમાવા નથી માંગતો, પણ આજે ના રહેવાયું કહ્યા વગર હા હશે કે તને મારા વગર ચાલી જશે પણ મને તારા વગર તો નહીં જ ચાલે " એક જ શ્વાસે એટલું બધું કહેતા કહેતા અવાજમાં પુરે પુરી ભીનાશ આવી ગઈ અને આંખોમાં પણ ...
હજુ પણ સામે મૌન જ હતું. બસ ઠંડા પવનનો અવાજ સાંભળી રહ્યો હતો. ત્યાં જ ફોન કટ થઈ જાય છે.
થોડી વાર પછી એક મેસેજ બ્લીન્ક થાય છે ફોનની સ્ક્રીન પર
" તું સાથ આપીશ તો દુનિયા સામે લડી જઈશ ....,
નહિ તો કોઈના સાથ વગર જ દુનિયા તરી જઈશ ".