Raj Nakum

Romance

2  

Raj Nakum

Romance

સ્માઈલ

સ્માઈલ

1 min
51


       આદિ ધોરણ 12 પછીની રજાઓમાં એ રાજકોટ આવ્યો. હજુ રિઝલ્ટ નો'તું આવ્યું એટલે થોડો ટાઈમ કાઢવા નોકરી કરવાનું વિચાર્યું ને એક મેડિકલ એજન્સીમાં ડિલિવરી બોય તરીકે રહ્યો. એક સાયકલ હતી એ લઈ ને જતો રસ્તા પર એક ઘર આવતું હતું એની બાલ્કનીમાં રોજે સવારે એક છોકરી ઊભી રહેતી. એક વાર બન્ને ની નજર મળી. આદિ તો રોજે એ જગ્યા પરથી નીકળે ને રોજે બંને નો સમય મેળ થઈ જતો. એક વાર એ છોકરી એ સ્માઈલ આપી. પછી તો રોજે એક બીજાની નજર મળે બસ થોડી ક્ષણો માટે આદિ એની સાયકલની ગતિ ધીમી કરે જ્યાં સુધી એનું ઘર પસાર ના થઈ જાય અને ફરી એના પેન્ડલ સાઈકલને ગતિ આપી દેતા. આમ ને આમ ચાલતું રહ્યું જોતા જોતા રજાઓ પૂરી થઈને આદિ છેલ્લીવાર એ બાજુથી પસાર થયો પણ એ આવી નહીં ને આદિ નિરાશ થઈ ને નીકળી ગયો. બે વર્ષ પછી ફરી આદિ ને કોઈ સંજોગોથી આવવાનું થયું રાજકોટ, તે આવ્યો ને એને એક દોસ્ત કહ્યું કે તું કહેતો હતો ને કે એક છોકરી પેલા ઘરની બાલ્કનીમાંથી મને રોજે જોતી હોય છે. એણે પોતાને આગ લગાડી ને આત્મહત્યા કરી લીધી ગયા વર્ષે. બસ ત્યાં જ આદિના મગજમાં એ સ્માઈલ અને એ ચહેરો યાદ આવવા લાગ્યો. એક વિચાર સાથે એવું તે શું મજબૂરી હશે.


Rate this content
Log in

Similar gujarati story from Romance