Raj Nakum ( ઘાયલ )

Tragedy

1  

Raj Nakum ( ઘાયલ )

Tragedy

મારો ભાઈબંધ

મારો ભાઈબંધ

5 mins
567


તેનો રંગ અખો કાળો, બસ એના જમણા પગ પર એક સફેદ દાગ હતો. 

 

    લગભગ હું ધોરણ 6માં હતો મને યાદ છે, શીયાળાનો મોસમ ચાલતો હતો. મારા ઘરની બિલકુલ સામે એક ઝાડનું થડ પડેલું અને એમાં એનો જન્મ થયેલો. એ એકલો નહતો બીજા પણ હતા. તારીખ તો યાદ નથી હવે પણ મને યાદ છે કે હું નિશાળે થી આવ્યો ત્યારે બપોર ના સવા અગિયાર વાગી ગયા હતા. હું હજુ મારા ઘરનું બારણું ખોલીને અંદર જતો હતો ત્યાં જ તેઓનો અવાજ આવ્યો. તેની માં મતલબ પેલી કૂતરી બહુ શાંત સ્વભાવ ની હતી. એટલે હું ત્યાં ગયો. ત્યાં ગયો ત્યાં એક કાળા રંગનું ગલુડિયું હતું તે અવાજ કરતું હતું લગભગ તેને ભૂખ લાગી હસે. પછી હું ત્યાંથી ઘરમાં ચાલ્યો ગયો. હું આજે ખુશ હતો કારણ કે હવે અમારા નવા પડોસી આવ્યા હતા. માં દાદી અને સામે વારા કાકી બને મળી ને તેમને રોટલી નાખતા. અને એમનું સુ રાખવું એ હું. અને સામે વાળા કાકીના બને છોકરા વિચારતા પૂરા 1 દિવસે નામ પાડવામાં આવ્યું "રાજૂ"...

      

હવે તેને દસ મહિના જેવું થયું હસે અમે તેને અખો દિવસ રમાડતા. ધીરે ધીરે બધાજ ગલૂડિયાં ઓ મરી ગયા. તેની માં પણ મૃત્યુ થયું. હવે બસ એક ગલુડિયું બચિયું હતું જેને અમે રમાડતા હતા અને થાય રાખતા તેને કોઈ બીજા કૂતરાઓ આવીને મારી ન નાખે. 

    

 ધીરે ધીરે તે મોટો થયો હવે તે કમરે પહોંચી ગયો. એનું કાળી ઘેરી આંખો, ગઢ શરીર, મોટા દાંત, મજબૂત પગ, લાંબી પૂંછડી એવું બંધારણ હતું. હું છેટ દૂર થી સીસોટી વગાડતો આવતો હોય તોય તે સાંભળી લેતો અને પૂંછડી પટ પટાવતો દોડતો આવતો. મને ગોળ ગોળ આટા ફરવા લાગે. ઘણી વખતે કદા મા નાહીને આવે અને અમે પાછો એના પર ડોલો ભરી ભરી ને તેને પાછો નવડાવીયે. 


      હું નિશાળે ગયો હતો ઘરે આવ્યો તો જોયું રજૂ સામે વાળા કાકી ના ઓટા પર બેઠો હતો બિલકુલ શાંત મે તેને સિશોટી મારી ને બોલાવ્યો પણ હલિયો પણ નહી તેની જગિયા પર થી હું વિચારવા લાગ્યો શું થયું હશે?....

  

    બપોર પછી હું બહાર આવ્યો તો પણ ત્યાંને ત્યાં. જ એવા તડકામાં બેઠો હતો. ત્યાં સામે વાળા કાકી બહાર આવિયા અને એને કીધું કે એની બીજા કુતરાઓ સાથે લડાઈ થઈ છે એટલે એનો પાછળ નો ભાગ ભાગી ગયો છે તે આજ સવાર નો ત્યાજ બેઠો છે. 

   

  પછી હું અને સામે વાળા કાકી ના બંને છોકરા જે મારા કરતાં બે વરસ નાના હતા અમે સાથે જ તેને રમાડતા ધ્યાન રાખતા. અમે તરનેયે કોશિશ કરી તેને ઊભો કરવાની પણ એ કોશિશ નાકામ ગયી. તેને બહું વધારે લાગી ગયું હતું.પછી અમે ત્રણેય વિચાર્યું કે આના માટે આ ઓટ પર જ ઘર બનાવી આપીએ પછી તેના માટે ઓઢવા માટે ની વસ્તુ લવિયા. અમે નિશાળે થી આવીને તેની પાસે બેસતા રોજ સવારે રોટલી આપતા બપોરે રોટલી છાસ અને સાંજે દૂધ. અમે બધુ જ ધ્યાન રાખતા હતા. બે મહિના ની અમારી મહેનત રંગ લાવી તે ચાલતો થઇ ગયો. દસ – પંદર દિવસ માં. તો તે અમારી સાથે દોડવા લાગ્યો.અમે બધા ખુશ હતા હવે તે ચાલી સ્કતો હતો દોડી સ્કતો હતો. 

    

   અમે બેટ – બોલ રમતા હોય તો જેવો અમે બોલ નાખીએ ત્યાં વચે આવીને તે બોલ મો માં લઈને ભગવા લાગે અને પછી એમને પાછળ દોડાવે આમથી આમ આ ગલી માંથી પેલી ગલી માં.....  

   

    હું થોડો જિદ્દી હતો. એટલે ઘણી વાર હું ઘર માં લડાઈ થાય જાતી. હું જેવો ઘર ની બહાર જાવ એટલે સામે ઓટલે તે બેઠો હોય માનો મારી રાહ જ જોઈ ને જ બેઠો ન હોય. શાયદ એને ખબર પડી જતી હસે કે હું લડાઈ કરી ને કે પછી દવા ના પીવી હોય એટલે તેની પાસે જ્યને જ બેસવાનો હોય. ક્યારેક ન હોય તો શું ખબર કોઈ એને ક હી જતું. નહોય એવી રીતે ચાલતો આવતો હોય. માનો એને બધી ખબર છે. પછી પાસે આવીને બેસી જાય બિલકુલ ચૂપ મારી સામે જોવે...કા તો હું ઉદાસ હોય કા રોતો હોય. થોડી વારે મારા સમુ જોવે અને પોતે પણ ઉદાસ થઈ ને બેસી જાય. પછી તે મને આજીજી આપતો હોય એમ થોડી વાર અજુ બાજુ ઘૂમતો રહે. પછી ચંપલ લય ને ભાગે એ ના પ હેરિયા હોય તો મારું પેંટ ખેંચે અને મને ઘર માં જવાની સલાહ આપે. હમેશા હું ગુસ્સે થય ને ઘર ની બહાર નીકળું એટલે. બેઠો જ હોય. અમે તેને ખાવા નું નાખવાનું ભૂલતા નહિ અને જો ભૂલી ગયા હોય તો સામે વાળા કાકી તો નાખી જ આપે. તે કા તો અમારા ઓટા પર કા સામે વાળા કાકી ના ઓટ પ ર જ સૂતો. 

  

   હું ધોરણ 9 માં હું સુરત ચલીયો ગયો. ત્યાં પણ એ ઘણી વખત યાદ આવતો. જ્યારે હું દિવાળી ની રજાઓ પર આવીયો મે બે ત્રણ વખત સિશોટી વગાડી પણ તે આવ્યો જ નહિ મે ઘર ની આજુ બાજુ માં જોયું ક્યાંક બેઠો હસે પણ કયાંય ન હતો. હું થોડો ઉદાસ થાય ગયો. પછી હું સવાર નો નાસ્તા પતાવીને સામે વાળા માસી ના ઘરે ગયો મારા બંને દોસ્ત ને મળવા તેને મળિયો પછી અમે બધા બ હા ર નીકળ્યા. મે પેલા બંને ને પૂછીયું આપનો કૂતરો રાજુ ક્યાં છે.....? બંને ચૂપ થયા થોડીવાર પછી એક કે કહિયું તે હવે નથી રહ્યો....! 

  

     થોડી વારે બધું ચૂપ જેની સાથે રમી ને મોટા થયા ત્યાં સુધી ની યાદો દિમાગ માં દોડવા લાગી. તેનો ચહેરો આંખ સામેથી પસાર થવા લગીયો. મારો એક દોસ્ત ચલિયો ગયો માનો એક કડી જ ચાલી ગઈ હોય એમ લાગતું હતું. પછી થોડી વાર સુધી ત્રણેય બેઠા અને મને સાથે વિતાવેલા પલો ને યાદ કરવા લાગ્યાં. 

      

 હાલ મા હજી ઘણી વખતે ઉદાસ હોય કે પછી ઘરે ઝગડો થયો હોય તો સામે ઓટે જાય ને બેઠો હોય પણ પેલાની જેમ હવે એ પાસે બેઠો હોય,. કેના કોઈ આજીજી કરતું હોય. ના કોઈ મારી જેમ એમને જોઇને ઉદાસ થાય. હવે સિશોટી વગાડીએ તો કોઇ પણ નથી આવતું. બસ એની યાદોની લહેર આવે અને કહી જાય કે " ફ્રેન્ડ ફોરેવર " 

            ★ ★ ★ ★ ★ 


Rate this content
Log in

Similar gujarati story from Tragedy