Raj Nakum ( ઘાયલ )

Inspirational Others Tragedy

3  

Raj Nakum ( ઘાયલ )

Inspirational Others Tragedy

ખુશીનું દવાખાનું - ૧૧

ખુશીનું દવાખાનું - ૧૧

3 mins
13.4K


સવારના પાંચ વાગ્યા હતા. પક્ષીઓનો મીઠો કલરવ પણ આજે દુઃખ ભરેલો લાગી રહ્યો હતો. સૂરજનો ઝાંખો પ્રકાશ દેખાઈ રહ્યો હતો. રાજ અને દીપિકા ઓફીસમાં હતાં. તેના મોં પર કાલ રાતની ઘટના સાફ દેખાય રહી હતી. બંનેના મનમાં એક જ સરખા વિચારનું વાવાઝોડું ચાલી રહ્યું હતું.

"ડોક્ટર સાહેબ..." લક્ષમણ આવે છે હવે તેના અવાજમાં દુઃખનો અહેસાસ આવી રહ્યો હતો.

"હા, લક્ષમણ આવ." રાજ ધીરેથી બોલે છે.

"ના, સાહેબ હવે આવીને શું કામ છે અને આયા તો આપણા દુશ્મનને પણ ના આવવું પડે એવી પ્રાર્થના કરું છું. અમારી તો જીવવાનો ઉદેશ હવે રહ્યો નથી. એની સામે આપણું થોડું ચાલે છે એને જે કરવું છે એ તો ગમે એમ કરીને પણ કરીને જ રેવાનો છે." લક્ષમણની આંખો ભીનાશ પકડી લે છે.

"મને માફ કરજે લક્ષમણ કે હું..." ત્યાં તો રાજના મોંમાં લાગણીનો ઢુમો ભરાઈ ગયો અને આગળ ના બોલી શક્યો.

બધા મૌન રહે છે. થોડી વાર માટે પુરા દવાખાનામાં શાંતિ છવાઈ જાય છે.

"ડોક્ટર સાહેબ બિલ કેટલું થયું છે એ કહી દો જેથી અમે જઇ શકીએ." મૌન તોડતા લક્ષમણ બોલે છે.

થોડીવાર દીપિકા અને રાજ બંને ઊંડા વિચારોમાંથી બહાર આવે છે. તે લક્ષમણ સામે જોવે છે. રાજ કંઈ પણ બોલતો નથી.

"સાહેબ બોલો દવાખાનાનું બિલ કેટલું થયું..." લક્ષમણ ફરી પૂછે છે. થોડી વાર મૌન રહે છે.

ત્યાં જ દીપિકાની નજર પેલી ઢીંગલી પર પડે છે અને સાથે સાથે રાજની પણ.

"બિલ તો આવી ગયું છે." રાજ બોલે છે.

"કોણે આપ્યું...?" થોડા આશ્ચર્ય સાથે લક્ષમણ પૂછે છે.

"ખુશી એ..." દીપિકા ગળગળા અવાજે બોલી ઉઠે છે.

લક્ષમણની પણ નજર પેલી ઢીંગલી પર પડે છે અને એ આખી વાત સમજી જાય છે. તે ડૉક્ટર રાજ અને દીપિકાની રજા લે છે. બધા બહાર આવે છે. ખુશીના મમ્મી હજુ પણ એમને એમજ બેઠાં હતાં છકડા પર ખુશીનું માથું પોતાના ખોળામાં રાખીને.

હવે સૂરજને નરી આંખે જોઈ શકાતો હતો. એનો પ્રકાશ દવાખાનાની અંદર સુધી આવી ગયો હતો. મંદિરની આરતીનો ધીમોંઘીમો અવાજ સંભળાઈ રહ્યો હતો. લક્ષમણ છકડો શરૂ કરે છે અને ધૂળની ડમરીમાં દૂર સુધી પહોંચી જાય છે.

રાજ અને દીપિકા બસ ઉભા રહીને એ જતા રીક્ષાને જોયા કરે છે. દીપિકા એ ઢીંગલીને બાથ ભરી લે છે. દૂર ક્ષિતિજ સુધી જુવે છે જ્યાં સુધી છકડો દેખાતો ન હતો. દીપિકાની આંખના આંસુથી એ છકડો આછો થતો જાય છે અને એ આંખો બન્ધ કરી રાજના ખાંભા પર માથું ઢાળી દે છે.

સમાપ્ત


Rate this content
Log in

Similar gujarati story from Inspirational