STORYMIRROR

Raj Nakum

Others

3  

Raj Nakum

Others

ટેવ

ટેવ

1 min
11.9K

જો આમ તો હવે તું ભૂલાઈ ગઈ છે 

હા હવે હું પણ થોડો બીઝી રહેવા લાગ્યો છું

એટલે હવે બહુ યાદ ના આવે તારી....


આમ તો ઘણો સમય થઈ ગયો છે 

એ બની ગયેલા કિસ્સાનો

કયાંક તો મહત્વ બની રહી ગયો છે

મારા જીવનના હિસ્સાનો 


પણ થાય ક્યારેક જ્યારે બધા

વિચારો શૂન્ય એ પહોંચે ને એટલે 

મન વિચારો ને તારી બાજુ ખેંચે 


ને હું આપું ઠપકો ને તો કહે 

ભૂલથી યાદ આવી ગયું ....


શું કરે એ પણ મે જ તો

ટેવ પાડી હતી ને એને 

આખો દિવસ તારું નામ 

રટવાની ....


Rate this content
Log in