માઇક્રોફિક્શન 3 : તાકવું
માઇક્રોફિક્શન 3 : તાકવું


અરે આ બસ પણ ગઈ. હજુ આવી નહીં મારે મોડું થશે હવે તો... લાગે છે આવતી બસમાં હોવી જોઈએ. હમણાં ઘણા સમય થયા રાજ એક સ્ટેશન પર આવી ને ઉતરી જતો હતો. કારણ કે રાજ જે બીઆરટીએસ સ્ટેશનથી બસમાં ચડતો હતો એના પછીનાં જ સ્ટોપ પરથી એ પણ ચડતી હતી. પણ બે ત્રણ દિવસ થયા એવું થતું હતું કે રાજ અહીંયાથી બસ માં બેસી જતો પણ ટ્રાફિક ના લીધે એ ના આવે એટલે હવે રાજે વિચાર્યું બહુ થયું આમ તો નહિ ચાલે એટલે આ વખતે પોતે જ વહેલા જઈ ત્રીજા સ્ટેશન પર જઈને બેસી ગયો કે આજે એ જે બસમાં આવશે એ બસમાં હું જઈશ. રાજ ને એ સરળ લાગ્યું.
ત્યાં બસ આવી ગઈ ને ધકામુકીમાં રાજ એને ગોતે છે ત્યાં બસ એક ઝલક દેખાય છે ત્યાં પોતે પણ ધકામુકી કરી ને બધા લોકો માંથી જગ્યા બનાવી ઘુસી જાય છે. " કેટલી સિમ્પલ છે યાર કઈ નહિ બીજી છોકરીની જેમ ના ઈયરફોન લગાવા ના ફોનમાં મથવું, સાદો ડ્રેસ ના કોઈ મેઇકપ આંખોમાં કાજલ થોડું, ચોટલો કમર સુધી પહોંચે, ને હાથમાં ખબર નહિ થેલી છે આ ક્યાં કામ કરે છે ? ને જ્યારે સ્માઈલ કરે છે અને એના ચહેરા પર જે ડિમ્પલ પડે છે એમાં જ દિલ ડૂબાડયું છે. નામ શું હશે..? પૂછી જોવ...? "રોજની જેમ જ એક જ આવા વિચાર કરતો રાજ એને તાક્યા કરતો હતો ને ત્યાં આ વખતે પેલીની નજર તેના પર ગઈ અને રાજ શરમના મારે નીચે જોઈ ગયો. એવું ક્યારેય બન્યું ન હતું કારણ કે રાજ હમેશા એને છાનીછૂપી રીતે જોયા કરતો. એ તો બસ ત્રણ સ્ટેશન આવે એટલે એ તો ઉતરી જાય પણ રાજ માટે એટલો સમય પણ આખા દિવસનો મૂડ નક્કી કરતું હતું એને ના જોવે તો તો એ એના માટે તો દિવસ ખરાબ જ રહેશે એવું લાગતું હતું. કેટલા દિવસોથી બસ એને દૂરથી નિહાળ્યા કરતો. હિંમત તો થતી ન હતી. એ ત્યાં હશે તો અહીંયા સ્માઈલ આવી જતી હતી. એ તેના સ્ટેશન આવ્યું તો ઊતરી ગઈ અને આ વખતે પણ રાજ એ જ્યાં સુધી દેખાય ત્યાં સુધી પાછળ વળી ને બસમાંથી જોતો રહ્યો અને આજે એ પણ પાછળ વળી ને જોયું અને એક ક્ષણ માટે બંનેની નજર મળી. ત્યાં તો દિલમાં તોફાન વળ્યું કે આજે એ પાછળ વળી ને જોયા તો ખરા.... થોડી વાર પછી રાજ ને એક ફોન આવે છે અને બસની બહાર ઝડપથી પસાર થતા વૃક્ષોને સુન્ન થઈ નિહાળે છે.