નિશાની
નિશાની


ઘણા સમય પછી રાજ ને એના પાકીટમાં ઝાંકવાની ફુરસત મળી હતી. કેટલા કાગળિયા નીકળે છે કામ વગરના કોઈ ના કાર્ડ તો કોઈ જૂનું બિલ. ધીરે ધીરે પાકીટ ખાલી થતું જણાય છે. છેલ્લે એક કાગળ નીકળે છે ચાર - પાંચ ગડીઓ વાળીને રાખ્યું છે. જુએ છે તો કોઈના હેન્ડરાઈટીંગ હતાં. એની શાહી ઝાંખી પડી ગઈ હતી એટલે લાગતું હતું કે ઘણા વર્ષો પે'લા લખાયું હશે. એ જોયું ત્યાં જ રાજને યાદ આવ્યું કે ધોરણ સાતમાં હતો ત્યારનું હતું, રાજ ઓળખી ગયો હતો કે પેલા તો અક્ષર એના જ હતાંં પણ પછી કોઈ છોકરીના નામ પછી આખા કલાસના નામ એક જ અક્ષરોમાં હતાં. કોઈ લિસ્ટ જેવું હતું કંઈક બધા છોકરા છોકરીઓ નામ લખ્યા હતાં અને એમાં એક નામ માટે જ આ કાગળ હજુ સુધી સચવાયો હતો. જે એટલા વર્ષો પછી પણ ભેગું જ છે. ભલે એ કાગળ બહુ જ જૂનો હતો પણ યાદો હજુ પણ રાજ માટે એવી ને એવી તાજી હતી. રાજ એ કાગળને જોતો રહ્યો અને ભૂતકાળમાં વહી ગયો. કોઈની નિશાની સાચવવાની વાત કંઈક આવી હતી.