Raj Nakum ( ઘાયલ )

Inspirational Tragedy

3  

Raj Nakum ( ઘાયલ )

Inspirational Tragedy

ખુશીનું દવાખાનું - ૧૦

ખુશીનું દવાખાનું - ૧૦

3 mins
14.7K


સૂરજ ડૂબી ગયો છે. દિવસે અંધકારની ચાદર ઓઢી લીધી છે. આજે આ અંધકાર ખૂબજ ગાઢ લાગી રહ્યો છે.

દવાખાનાના રૂમ સુધી બહારથી ધસી આવતો ઠંડો પવન બધાને મહેસૂસ સાફ સાફ થઈ રહ્યો હતો.

રાતના ત્રણ વાગ્યા હતા. રાજ ખુશીને દર અડધા કલાકે ચેક કરી રહ્યો હતો. ખુશીના શરીરમાં રહેલ તાવ ઉતરવાનું નામ જ ન લેતો હતો. રાજ જ્યારે પણ ચેક કરે છે ત્યારે તાવ થોડો ને થોડો વધેલો જ જોવા મળે છે. રાજના માથાં પરના ચિહ્ન જોઈને સાફ બધા જોઈ રહ્યા હતા કે ખુશીને સારું તો થઈ જ રહ્યું નથી.

"શું થયું સર...?" દીપિકા રાજને ચિંતાથી પૂછે છે.

"યાર આ ખુશીને તાવ ઉતવાનું નામ જ નથી લેતો વધતો જ જાય છે." રાજ બોલે છે.

રાજનું એટલું બોલતા જ ખુશીના મમ્મીના આંખમાં તો આસું આવી જાય છે.

"ડૉક્ટર સાહેબ શું ખુશીને સારું થઈ જશે...?" લક્ષમણ પૂછે છે.

"હું કંઈ પણ કહી નહિ શકતો લક્ષમણ માફ કરજે મને." રાજની આંખો ભીની થઇ જાય છે.

ત્યાં જ ખુશીના હાથની આંગળી હલતી રેખાબેન જોવે છે. તે તરત જ ખુશી પાસે જાય છે.

"ખુશી બેટા..." રેખાબેન રોતાં રોતાં બોલે છે.

"મમ્મી મને શું થયું છે...?" એની પૂરી આંખો ખલોવાની કોશિશ કરે છે પણ ખુલી શકતી નથી. તેથી તે આંખોને થોડી ખોલીને એના મમ્મી સામે જોઇને પૂછે છે.

"કંઈ નથી થયું દીકરી હમણાં સારું થઈ જાહે તું ચિંતા ના કર આ ડોકટર સાહેબ બધું હારું કરી દેહે હો..." અને રેખાબેન રોવા લાગે છે અને તે જમીન પર બેસી જાય છે.

"મમ્મી તું શું કામ રોવે છે. મને તો સારું થઈ જાહે, તું રોમા." ખુશી બોલે છે.

દીપિકા રેખાબેન પાસે જાય છે અને એને છાના રાખવાનો પ્રયત્ન કરે છે. રાજ અને લક્ષમણ ઉભા હોય છે. ત્યાં ખુશી દીપિકાને કહે છે.

"દીદી... આ લ્યો આ ઢીંગલીને એને ભૂખ લાગી હશે. ખુશી ઢીંગલી દીપિકાને આપવા હાથ લંબાવે છે અને દીપિકા તેની પાસેથી ઢીંગલી લઈ લે છે.

"હા ખુશી હું એને ચોકલેટ ખવડાવીસ હોને..." દીપિકાની આંખમાં સાફ સાફ આસું હવે સાફ દેખાઈ રહ્યાં હતાં.

"આ સાહેબને તમે ઢીંગલી ના આપતા એ એને ઇન્જેક્શન મારી દેશે મારી ઢીંગલી પછી રોવા લાગશે." તે રાજ તરફ જોઈને બોલે છે.

એટલું બોલીને ખુશી આંખો ઢાળી દે છે. રાજ તેના હાથને ચેક જ કરી રહ્યો હોય છે તેને ખબર પડી જાય છે કે આ નાના જીવના પ્રાણ પંખીડા ઉડી ગયા છે. રાજ તેના હાથને તેની બાજુ પર મૂકે છે અને એની આંખોમાંથી આંસુનો દરિયો વહી પડે છે. ખુશીની માને પણ ખ્યાલ આવી જાય છે કે એની ખુશી હવે એના જીવનમાંથી પણ ખુશીનો પિટારો બન્ધ કરીને જતી રહી છે. ખુશીની માને માનો કંઈક મોટો આઘાત લાગી ગયો હતો. લક્ષમણ તેને બોલાવે છે પણ એ કંઈ પણ જવાબ નથી આપતી બસ ખુશીની સામે જોયા કરે છે. દીપિકા પણ રોતાં રોતાં ત્યાં જ બેસી રહે છે.

ક્રમશઃ


Rate this content
Log in

Similar gujarati story from Inspirational