STORYMIRROR

Rekha Shukla

Classics Inspirational

4  

Rekha Shukla

Classics Inspirational

સ્વામી વિવેકાનંદ

સ્વામી વિવેકાનંદ

1 min
207

સત્ય ધટના

સન ૧૮૮૧ની વાત છે. એક પ્રોફેસરે કલાસમાં તેમના વિદ્યાર્થીઓને એક સવાલ કર્યો. આ દુનિયામાં જે બધુ આપણે જોઇ રહ્યા છીએ તે કોણે બનાવ્યું છે ? શું પરમ કૃપાળુ પરમાત્માએ આ બધી રચના કરી છે ?

વિદ્યાર્થી – હા સાહેબ..

પ્રોફેસર – તો પછી સેતાનને કોણે બનાવ્યો ? શું સેતાન પણ પ્રભુએ જ બનાવ્યો છે ?

વિદ્યાર્થી એકદમ શાંત થઈ ગયો. અને પછી તેણે પ્રોફેસરને એક વિનંતિ કરી.

સાહેબ શું હું આપને પ્રશ્ન કરી શકું ? પ્રોફેસરે સમંતિ આપી.

વિદ્યાર્થી - શું ઠંડી જેવું કાંઈ હોય છે ?

પ્રોફેસર - ચોક્કસ હોય છે..

વિદ્યાર્થી – માફ કરજો સાહેબ, તમારો જવાબ ખોટો છે. ઠંડી લાગવી એ ગરમીની ગેરહાજરીનું પરિણામ છે. 

વિદ્યાર્થીએ બીજો પ્રશ્ન કર્યો...

શું અંધારૂ અસ્તિત્વ ધરાવે છે ? 

પ્રોફેસર – હાસ્તો ધરાવે છે...

વિદ્યાર્થી – સાહેબ તમે આ વખતે પણ ખોટા છો. ખરેખર અંધારા જેવી કોઇ ચીજ છે જ નહી. ખરેખર તો અંધારૂ અજવાળાની ગેરહાજરી છે. જેવુ અજવાળુ આવશે એટલે તરતજ અંધારૂ ગાયબ થઇ જશે.  સાહેબ આપણે રોજ પ્રકાશ અને ગરમીનો અભ્યાસ કરીએ છીએ પણ ઠંડી અને અંધારાનો કરતા નથી. તેવી જ રીતે સેતાનની કોઇ હયાતી નથી એ તો પ્રેમ, વિશ્વાસ અને ઇશ્વર પ્રત્યેની આસ્થાની ગેરહાજરી છે. જેને ઇશ્વર પ્રત્યે આસ્થા અને શ્રધ્ધા નથી તેને જ સેતાનનો અનુભવ થાય છે...

આ વિદ્યાર્થીનું નામ હતું, સ્વામી વિવેકાનંદ.


Rate this content
Log in

Similar gujarati story from Classics