Prakruti Shah 'Preet'

Abstract Tragedy Inspirational

4  

Prakruti Shah 'Preet'

Abstract Tragedy Inspirational

સુરક્ષાકવચ

સુરક્ષાકવચ

1 min
213


પલકનો જન્મ એક રૂઢિચુસ્ત કુટુંબમાં થયો હતો, જ્યાં દીકરીઓને વધુ ભણતર તથા અભિવ્યક્તિની સ્વતંત્રતા નહીં. પપ્પા, ભાઈ, બા એ સૌની સામે તેની મમ્મીએ વિનવણી કરી પલકને કોલેજમાં ભણવા જવા માટેનો માર્ગ ખોલાવ્યો. આ જ કારણે પલકને પુરુષો પ્રત્યે અણગમાની ગ્નંથિ બંધાઈ હતી.

રૂઢિચુસ્ત વાતાવરણમાં ઉછેર હોવાને કારણે પલક કોલેજમાં કોઈની જોડે વધુ હળતી મળતી નહીં. કલા પ્રત્યેનાં અનુરાગને લીધે તે પોતાનાં વિચારો લેખન અને ચિત્રમાં પરિવર્તિત કરતી.

પલકની કોલેજમાં માધવ કરીને એક વિદ્યાર્થી હતો, જે પલકની કળાથી પ્રભાવિત હતો. તેણે પલક જોડે દોસ્તી કરી, તેનામાં રહેલ આત્મવિશ્વાસની કમીને દૂર કરી તેને જિંદાદિલીથી જીવતાં શીખવ્યું. પહેલી વાર પલકનાં પુરુષો પ્રત્યેના અભિગમનાં કવચમાં એક કાણું પડ્યું. સૌને લાગતું પલક અને માધવ લગ્ન કરશે, પરંતુ, માધવ પલકનો આજીવન મિત્ર બની તેને સહકાર આપવા ઈચ્છતો હતો. પલકનાં ઘરે માધવ સાથેની મિત્રતાની ખબર પડતાં તેના પપ્પા અને ભાઈએ તેનાં લગ્ન તાબડતોબ નક્કી કર્યાં. 

પલકનાં જીવનમાં આ લગ્નથી ઝંઝાવાત આવશે કે પરિવર્તન તે ખુદને પણ ખબર ન હતી. પલકનાં સારાં નસીબે તેનો પતિ પાવન સ્ત્રીદાક્ષિણ્યની ભાવના ધરાવતો પુરુષ હતો. તેણે પલકનાં લેખન અને ચિત્રકલાનાં શોખને પોષણ આપી તેનાં જીવનમાં મેઘધનુષી રંગો ભરી દીધાં. એ જ સાથે તેણે પલક અને માધવની મિત્રતાને પણ આવકારી. 

નાનપણથી પુરુષોથી અણગમો ધરાવતી પલકનાં જીવનમાં માધવ અને પાવન નામનાં બે પુરુષોનાં સહકારનો પર્યાય અને સુરક્ષાકવચ બની તેનો સાથ નિભાવતાં ગયાં.


Rate this content
Log in

Similar gujarati story from Abstract