રિવાહ
રિવાહ
સજાતીય સંબંધોનાં વિરોધનાં વંટોળ વચ્ચે સજાતીય લગ્ન અને બાળકોની કલ્પના કરવી એટલે દિવાસ્વપ્ન. આવાં સજાતીય સંબંધોથી જોડાયેલ બે દંપતિઓનાં સંતાનોનાં લગ્નની વાતનો વિચાર તો ક્યાંથી ઉદ્ભવે.
કાયદાની આંટીઘૂંટીને કારણે આવા દંપતિઓની માટે દત્તક સંતાન લેવું તો અશક્ય પરંતુ આધુનિક ટેકનોલોજીનાં પ્રતાપે વીર્યદાન, આઈ.વી.એફ. અને સરોગેસીથી સજાતીય દંપતિઓનાં કુટુંબનો થયેલો વિસ્તાર. આવા એક બિન પરંપરાગત દંપતિઓનાં સંતાનોનાં લગ્નમાં કન્યાદાન માટે બેઠેલાં બે પિતાઓ અને વહુનાં ગૃહપ્રવેશની વધામણી માટે તૈયાર બે માતાઓ, સમાજમાં વિવાહ અને રિવાજનાં સમન્વય સમો 'રિવાહ' નામનો એક અલગ ચીલો પાડી રહ્યાં હતાં.