STORYMIRROR

Prakruti Shah 'Preet'

Others

2  

Prakruti Shah 'Preet'

Others

નિર્ણય

નિર્ણય

1 min
105


અડધી રાત્રે સમીરના મોબાઈલની રિંગ વાગતાં આશંકાના વિચારે નીલમ છળી ઉઠી. ફોન પરની વાત સાંભળી સમીરે કપડાં બદલતાં નીલમને કહ્યું, "મમ્મીને હૃદયરોગનો હુમલો આવ્યો છે. ચાલ હૉસ્પિટલ જવાનું છે." આ સાંભળતાં જ નીલમના મનમાં વિચારોનું તુમુલ યુદ્ધ ચાલુ થયું. લગ્નજીવનનાં પંદર વર્ષોમાં સાસરીપક્ષ તરફથી થયેલ વ્યવહાર યાદ આવતાં, તેના મનમાં કડવાશ ઉમટી. બીજી બાજુ માવતરનાં સંસ્કારોને કારણે ફરજ સમજીને જવાનો વિચાર આવ્યો. નીલમના મનોમંથનની ઝલક તેના ચહેરા પર દેખાતાં સમીર તેના નિર્ણયની રાહ જોતો અવઢવમાં ઊભો રહ્યો.


Rate this content
Log in