પ્રામાણિકતા
પ્રામાણિકતા
1 min
226
ગણિતનાં શિક્ષકે અઠવાડિક પરીક્ષાનું પેપર તપાસીને આપ્યું, પાંચમાં ધોરણમાં ભણતી રિધ્ધિનાં તેના વર્ગમાં સૌથી વધુ ગુણ હતાં. પેપર જોતાં રિધ્ધિને ખબર પડી કે, તેની એક દાખલામાં ભૂલ હોવા છતાં તેને એમાં પૂરાં ગુણ આપ્યાં હતાં. રિધ્ધિએ શિક્ષકનું ધ્યાન દોરતાં, તેનાં ત્રણ ગુણ ઓછાં થયાં. શિક્ષકે ક્લાસનાં વિદ્યાર્થીઓની સમક્ષ રિધ્ધિની પ્રામાણિકતાને બિરદાવી અને જીવનમાં આ રીતે નૈતિક મૂલ્ય અપનાવીને સારા માનવી બનવા માટે સમજાવ્યું.
રિધ્ધિની સફળતાથી અકળાતાં તેનો પ્રતિસ્પર્ધી રિહાન પણ આજે તેનાં આ ગુણ માટે તેને અભિનંદન આપ્યાં.
