Niky Malay

Abstract Thriller Others

4.8  

Niky Malay

Abstract Thriller Others

સુઘરો

સુઘરો

3 mins
499


એક માણસ જે સાવ લધરો-વઘરો ઓફિસમાં દાખલ થાય છે. ઘણી બધી ફાઈલો શોધીને ઓફિસમાં કામ કરતા દવેભાઈને આપે છે. લ્યો સાહેબ આ બધી ફાઈલ ૨૦૦૫ ની છે. નતાશા જે ઓફિસમાં નવી આવેલ તેને ખુબ નવાઈ લાગી કે સાવ ગાંડા જેવો લાગતો અને ગંદો-ગોબરો, ક્યારેય કપડા પણ નહી બદલતો હોય તેવો લાગતો માણસ આટલી બધી ફાઈલોના નામ સરનામાં સાથે શોધી લાવે.

એવામાં પેલા દવેભાઈ : બેન આ તો નહિ નાહવાનું કે નહી કપડા બદલવાનું સુઘરાનું જીવન છે. આજે સિંતેર વર્ષનો થયો છે. યાદ શક્તિ પણ જોરદાર છે. જે ફાઈલ કેશો તે નામ સાથે ને કલર સાથે કહી દેશે. એક જમાનામાં આ એક વર્કચાર્જ કારકુન હતો. પણ અત્યારે પેન્શનર છે. અરે બેન હયાતીનો દાખલો આપવાનો થાય તેમાં પણ ઘણી માથાકૂટ કરે. આ માણસ વીતેલા જીવનનો ભરત નાગર ( એટલે સુઘરો) વર્ષમાં જેટલીવાર વરસાદ આવે એટલી વાર જ નહાય, ને એટલી વાર જ કપડા બદલે, વર્ષમાં બે વાર છ-છ મહીને સરકારી હક રજાના નિયમ મુજબ માથાના વાળ ને સેવિંગ થાય. આજે તેનો સિંતેરમો જન્મ દિવસ છે. ક્યારેય શિયાળામાં ગરમ સ્વેટર ન હોય, ને કદી ધોમ-ધખતા તાપમાં પગમાં ચંપલ ન હોય. બાજુમાં મંદિરે ધર્માદામાં બેય ટાઈમ જમીને જિંદગી કાઢે છે. ઘરે ઘરડી માં છે પણ ઓફિસે જ દિવસ રાત પડ્યો રહે. આ તેનું પાથરવાનું બસ આમ જ સૂવે જો તમે તેને નાહવા-ધોવાનું કે સાફસૂફ રહેવાનું કહો તો તે જેમ તેમ બોલવા લાગે. જે કામ કહો તે ખંતથી કરી આપે. અક્ષર પણ મોતીના દાણા જેવા. સ્વાદનું ખાવામાં એક્કો. જમવાનો શોખીન જીવડો છે. ઓફિસે અવાર-નવાર આવતા અરજદાર સુઘરાને ઓળખે એટલે તેના માટે નાસ્તો કે જમવાનું લાવે પણ ખરા.

નતાશા બિચારી પેલા ગાંડા જેવા સુઘરાને જોઈને વિચારે ચડી ગઈ અરે આવો તો કોઈ જીવતો જાગતો ભૂતાત્મા હોઈ શકે ! સામાન્ય માણસ કરતા જુદો જ છે, નથી ગાંડામાં આવતો, કે નથી ડાહ્યા માણસોમાં આવતો. આને કેવા પ્રકારનો માણસ ગણવો ! એવું વિચારતી હતી તેવામાં પેલો ભરત નાગર ( સુઘરો) બેન પાસે આવીને, બેન તમે અહી નવા આવેલા એટલે જો કોઈ કામ હોય તો કે'જો હું કરી દેઈશ. કોઈ ફાઈલ –બાઈલ શોધવી પડે તો મૂંઝાત નહિ. મને કહેજો.

નતાશા: કાકા આજે તમારો જન્મ દિવસને ! એટલે હેપી બર્થે તમને.

સુઘરો : થેંક્યું બેન.

નતાશા વળી વિચારે ચડે છે. ૨૦૦૧ માં અહી જોરદાર ભૂકંપ આવેલ એટલે જે કોઈ આ ઓફિસમાં મૃત્યુ પામ્યા હશે કદાચ તેની ભટકતી આત્મા આના શરીરમાં ઘુસેલી હોય તેવું લાગે છે ! બાકી આવો ભણેલો-ગણેલો પેન્શનર આવો હોઈ ના શકે ! હવે દરોજ ઓફિસે આવાનું ને દરોજ પેલા સુઘરના દર્શન થાય . છ-છ મહીને એક વાર જલાભિષેક કરે ને સ્વચ્છાભિષેક મન થાય તો જ ! સાલું આવું કોઈ હોઈ શકે ! નક્કી આ કોઈની ભટકતી આત્મા જ છે. પેલા તો નતાશા સુઘરાથી ડરતી પણ ઘીમે ઘીમે તેના માટે ઘરેથી નાસ્તો કે કઈ બનાવતી તો આપતી.

એક દિવસની વાત સુઘારા માટે નતાશા નાસ્તો લઈને આવેલી.

સુઘરો: લો બેન આ બધી ફાઈલ ગોઠવી દીધી છે.

નતાશા : કાકા તમે કાલે નાહીને આવશો હું બીજો સ્વાદિષ્ટ નાસ્તો લઈ આવીશ.

સુઘરો : બેન નાવા-બાવાની શિખામણ ન આપો જે કામ હોઈ તે કહો. એમ કરી ગુસ્સે થઈ ચાલ્યો ગયો.

નતાશા એક જ વિચારમાં રહેતી કે આ માણસનું જીવન આવું કેમ હશે ? તેને ક્યાં જન્મમાં એવું કાર્ય કર્યું હશે કે ખાતામાં કરોડો રૂપિયા હોવા છતાં પણ આવું જીવન જીવે ! નતાશા નિયમ મુજબ દરરોજ સવારે મંદિરે જતી હતી તેવામાં પેલા સુઘરા કાકા સવાર –સવારમાં જોયા. પેલા મંદિરના પૂજારીએ સુઘરા કાકા સામે હાથ ઊંચો કરી જય ભગવાન એમ કીધું.

નતાશા : પુજારી કાકા તમે આને ઓળખો ?

પુજારી : આ તો વરસાદનો જલાભિષેક છે. બધી બાબતે સુઘરો. પણ તેનું કામ કોઈ ન જાણે ! ૨૦૦૧ માં કચ્છમાં જોરદાર ભૂકંપ આવેલો ત્યારે તેણે પોતાનાને જમીનમાં સમાતા જોયા છે. કુદરતના કહેર સામે તેણે માનવોની કાળી ચીસો સાંભળી છે. ભૂકંપ સમયે લાશોના ઢગલા ગણવાની તેની ડ્યુટી હતી. બસ આ ભૂકંપ પછી તેણે પોતાના જીવન જીવવાની રીત આવી બદલી છે. કાલ મરું કરતો કરતો સિંતેર વર્ષ કાઢી ગયો. પણ દિલનો ઘણો પ્રેમાળ છે. કોરોના કાળમાં તેણે પોતાની એક કીડની કોઈને દાનમાં આપેલ છે. જે કોઈને ખબર નથી. પેન્શન તો કોઈના દાનમાં જ ચાલ્યું જતું હશે. હમણા ચાર પાંચ મજૂરોને રિક્ષા અપાવી પણ નામ ક્યાય નહીં આવે. આવેલ ભૂકંપના સાદમાંથી પોતે ગાંડાની જેમ જ જીવન જીવે છે. 

નતાશા તો એવી સુન્ન થઈ ગઈ, કે નક્કી આ માણસ દીવડા વગરનો પડછાયો હોઈ શકે !


Rate this content
Log in

Similar gujarati story from Abstract