Niky Malay

Fantasy Inspirational Thriller

4.6  

Niky Malay

Fantasy Inspirational Thriller

ધ વિઝન

ધ વિઝન

7 mins
167


એક વ્યક્તિ પોતાના ઘરની બહાર નીકળે છે. ત્યાં તો લોકો એ વ્યક્તિ પર પથ્થરમારો કરે છે. જોતજોતામાં આ વ્યક્તિ ઘાયલ થતા બેહોશ થઈ જાય છે. અને ત્યાં જ ઢાળી પડે છે. કોઈ ભલો માણસ આપાતકાલીન હોસ્પિટલ સેવામાં ફોન કરે છે. થોડી ક્ષણોમાં એમ્બ્યુલન્સ આવે છે. અને પેલા ઘાયલ વ્યક્તિને લઈ જાય છે. હોસ્પિટલમાં તે એક બેડ પર બેભાન અવસ્થામાં પડ્યો હોય છે. આજુબાજુ પ્લાસ્ટીકની નળીઓ તેને જોડેલી હોય છે. જાણે ! વોર્ડમાં કોમ્પ્યુટરની સ્ક્રીન પેલા માણસને જીવાડવા શ્વાસ લેતી હોય એવો ધબકાર આવતો હતો.

 ગામના લોકોને ખબર પડે છે કે, પેલા માણસને હોસ્પિટલમાં ખસેડ્યો છે. તેથી તોફાની લોકોનું ટોળું હોસ્પિટલમાં આવીને ધમાલ મચાવે છે. “ આ રંઝાડે ચડેલું માવઠું હોસ્પિટલની કાચની બારીઓ ને બાંકડાઓ એવા તો તોડફોડ કરવા લાગે છે કે, જાણે ! લોબીના આ પરોપકારી બાંકડાઓ ઉપકાર લોકોને વિસરાય ગયા હોય..!!   

હોસ્પિટલમાં ડોકટરોને જાણ થાય છે. એટલે આ સૃષ્ટિમાં બીજો ભગવાન ગણાતો આ જીવ ગાળામાં સ્ટેથોસ્કોપ લઈને આમ તેમ દોડા દોડી કરતાં હોય છે. પેલા ઘલાય વ્યક્તિને અજ્ઞાત સ્થળે ખસેડે છે. 

રાતના ૯ વાગ્યાનો સમય હોય છે નર્સ આ વ્યક્તિની પલ્સ તપાસતી હોય છે. તેવામાં ડોક્ટર આવીને કહે: “નર્સ આ માણસનું ખાસ ધ્યાન રાખજો. તેના સગા સંબધીને ફોન કરેલ છે તે કદાચ વિદેશથી આવતા હશે. અહીં તેમનું કોઈ નથી. આ વ્યક્તિ અત્યારે આપણા માટે એક દર્દી છે બીજા અન્ય વિચારો આપના મગજમાં ન લાવતા.” 

નર્સ : “ઠીક છે સાહેબ હું મારી ફરજ ન્યાયથી નિભાવીશ.” ડોકટર જતા રહેલ હોવાથી નર્સને પણ એમ થાય છે કે જરા બહાર અન્ય લોકોની પણ તપાસ કરીને આવું. તેમ વિચારી પોતે અન્ય વોર્ડમાં રાઉન્ડ મારવા જાય છે. મધરાતનો સમય હતો. તારલીયાઓ ટમ ટમ ચમકતાં હતા. વોર્ડમાં બેડ પર સુતેલો માણસ જાણે બેશુદ્ધ અવસ્થામાં બેડ પાસેની બારીમાં પોતાના આંખની કીકી ફેરવે છે. એક બ્લેક પડછાયો હવાની લહેરની જેમ ધડામ.... કરતો પેલા વ્યક્તિના બેડ પાસેની વિન્ડોમાં આવીને લટકાય છે. તે ઘાયલ વ્યક્તિને ખુબ જ સિડફતથી સરળતાથી ઉંચકીને ચાલવા માંડે છે. અને ત્યાં તો,એલા ! કિશન તને બા બરકે, જા ઝટ, એવો અવાજ ભેરુનો સંભળાય છે. વળી બધા દોસ્તો લખોટી (મારબલ્સ ) ગજવામાં નાંખી સાઈકલનાં નકામાં ટાયરને લાકડી વડે હાંકતા હાંકતા ઘર ભણી દોડે છે.

કિશન : “બા તું મને બરકતી તી.”

બા: “હાલ ઝટ આ’લે ભાથું તારા બાપુને ખેતરે જાં.”કિશન રફું કરેલી ખાખી ચડ્ડી ને ધોળું ટૂંકું ખમીશ પહેરીને હાથમાં ભાથું પકડીને એવી તો દોડ મુકે કે સીધો ખેતરે. 

બાપુ : “આ રોંઢાં વેળા થઈ અતારે ભાથું હોય કાંઈ, જાં બળદીયાને ઓલા લીમડા નીસે બાંધ. હાલ મારી ભેરો બે બટકા ખાઈ લે.”કિશન પોતાના પિતા સાથે ટીફીનમાંથી જમતો જમતો.....

કિશન : બાપુ મારે ભણવું નથ. મને ભણવું ન’હ ગમતું. બાપુ : “તું મોટો થઈને મોટો માણહ થા. બાકી ખેતરે તો હું પુગી વળીશ. મારું તો સપનું સે તમે બેઉ ભાઈ એક દિ’ બહુ મોટા માણહ હશો.!  

કિશન : “બાપુ આ ઘમેલામાં છાણ સે તો આ વંડીએ છાણા થાપી દઉં. બા કેતી તી, ચૂલામાં બાળવા છાણા પુરા થઈ ગ્યા.” ને પછી કિશન એક તગારામાંથી છાણ (ગયાનું ગોબર) લઈને દીવાલ પર ટપાક ..ટપાક ... થાપવા લાગ્યો. ને સમય પણ ચાલવા લાગ્યો. 

ભણવાનો ઈનકાર કરતો કિશન છઠ્ઠા ધોરણનો સૌથી હોનહાર બાળક ગામના લોકોને પણ ઘણું માન કે માવજીભાઈના બેઉ દીકરા બહુ જ હોશિયાર ને ડાહ્યાં. 

બાપુ: ,"બેટા કિશન તણ વરહથી મેઘો અવસ્યો નથ. ધરતીમાં જાણે જીવ હાલ્યો ગ્યો. તારી માં નોધારાં મુકીને મોટે ગામતરે હાલી ગઈ. આપણે તો દુકાળમાંય દુકાળ સે. હવે મારી કાયા પણ ક્યાં લાગી...! "

કિશન : "બાપુ રડ નહી. હું ને મોટો અમે બેઉ મોટા માણહ થાહુ. તું સીન્તા ન કર." ત્યાં તો પેલો બ્લેક પડછાયો કિશનની આંગળી પકડીને દોડવા લાગ્યો. ને જોત જોતામાં પેલો બ્લેક પડછાયો કલરફૂલ થવા લાગ્યો...!!!! તેની સાથે દોડતો કિશન કોલેજના સમયમાં આવીને ઊભો રહે છે. 

કોલેજના પ્રિન્સીપાલ : મી. કિશનકુમાર શર્માએ આપણી કોલેજનું નામ રોશન કર્યું છે. તેની આગવી સૂઝ અને ભણવાની ધગશને કારણે આપણી કોલેજ દ્વારા ફ્રાન્સ માટે આગળના આભ્યાસ અર્થે મોકલવામાં આવશે. ખુશીની વાત છે કે ગયા વર્ષે કિશનના મોટા ભાઈ રઘુવીર શર્મા આ કોલેજમાંથી ફ્રાન્સ ગયેલા આજે કિશને આ પ્રસિદ્ધિ મેળવી છે. એટલે બંને ભાઈયો આપણી યુનીવર્સીટીનું ગૌરવ છે. કિશન પોતાની આ પ્રગતિ માટે આપણને પોતાના જીવન વિશે કહેશે. કિશન સ્ટેજ પર મોમેન્ટો લેવા આવે છે.

 કિશન : “આપ સર્વનો ખુબ ખુબ આભાર. આ યુનિવર્સીટીનો હું સદા આભારી રહીશ. મારી જેવા સાવ ગ્રામ્ય જીવન જીવનાર વ્યક્તિને ફ્રાન્સ જવા માટે તક આપી. મારા પિતા “ધુળે વળગેલા વ્યક્તિ” તેણે પોતાની જાત ગામડાંમાં ને ખેતીમાં ઘસીને અમને અહીં સુધી પહોચાડ્યા. હું નાનો હતો ત્યારે મારા પિતા મને કહેતા કે “ તારે મોટો થઈ ને મોટો માણસ બનવાનું છે.” બસ આ એક વાક્ય જ મેં મારા જીવનમાં પકડી રાખ્યું. મમ્મીના ગયા પછી ઘણી કપરી પરીસ્થિતિમાં અમે મુકાય ગયેલા. કોઈ બેન ન હોવાથી મારો મોટો ભાઈ ચૂલે રસોઈ કરે હું વાસીંદા કરું, મારા પિતા ધોમધગતા તાપમાં પણ ખેતરે કાળી મજૂરી કરતાં. અહીં સુધી પહોંચવા માટે અમે અમારી આંખોને સૂવા નથી દીધી. મને યાદ આવે છે કે, અમે નાના હતા ત્યારે, દુષ્કાળ પડેલો ક્યાંય પાણી કે ધાન મળે નહીં. ખેતરમાં ઉગેલી ખરખોડા જેવી વનસ્પતિ પણ લોકો નહોતા છોડતાં તેને પણ કાચે કાચી ખાતાં એવાં કપરાં દિવસો વેઠેલા. પ્રાણીઓ અને માણસો તો સાવ હાડમાંસ વગરનાં બની ગયેલાં. ‘જાણે માથે તગારાની ધૂળ અને પગ દઝાડતી અગ્નિ આપતી હતી રોટી, રાહત કામગીરીમાં મળતી હતી જિંદગીની ભીનાશ.’ યુદ્ધ સમયે પણ જાણે બોમ્બ ધડાકા આમારા હૃદયે થતાં હતા. મને યાદ છે પ્લેગ ફાટી નીકળેલ ત્યારે, પડોશીઓ પણ પાણીનો ગ્લાસ આપતા ડરતાં હતા. પણ ખેર ! આવી બધી જીવનની મુશ્કેલીઓમાંથી જયારે આપણે પસાર થઈએ ત્યારે જ જીવનની કિંમત સમજાય છે. ‘કોઈ એમ કહે કે મરી જવું સહેલું છે, પણ જયારે સામે મોતને જોઈએ ત્યારે જ મારવાની વ્યાખ્યા સમજાય કે, અત્યાર સુધી આપણે મરેલા હતા હવે જીવવાનું બાકી છે.’ પણ સાચું કહું દોસ્તો આવી બધી વિપત્તિમાં જ હુ ઘડાયો છું. અહીંથી ફ્રાન્સ તો જાવ છું પણ જીવ મારો અહી જ રહેશે કે આ દેશને હું કઈ રીતે ઉપયોગી બનું એ જ મારો ગોલ હશે.” બધા તાળીઓથી કિશનને વધાવે છે.ત્યાં તો પેલી કલરફૂલ આકૃતિ ખુબ મોટી ને મોટી થતી જાય છે. અને કિશનને ખભે ઉચકીને ચાલવા લાગે છે. કિશન પણ પોતાનો ગોલ પૂરો કરવા પોતાના દેશમાં પાછો આવે છે. પોતાના ઘરમાં હોય છે. કિશન મનમાં ને મનમાં મારા દેશની ધરતી પર હાશ ! કેવો આરામ મહેસુસ કરું છું. ત્યાં તો ઘરની ડોરબેલ વાગે છે ટીન...ટીન..ટીન..કિશન ઘરનો દરવાજો ખોલે છે. “ડેડી, આઈ હેવ અ સરપ્રાઇઝ ફોર યુ, સી ધિસ ગિફ્ટ..”એક સુંદર મજાની કિંમતી કાંડા ઘડિયાળની ગીફ્ટ જોતા કિશન “એલન બેટે ! સમય જાણે પળમાં પસાર થઈ જતો હોય એવું લાગે ?” ત્યાં કિશનની વાઈફ આવે છે. ડીઅર તમે હંમેશા સમયને માન આપીને ચાલ્યા છો. પણ એલન સમયને બદલીને ચાલે છે.એટલે અમે બંનેએ આ ગીફ્ટ પસંદ કરી.

કિશન : તમને બંનેનો આભાર આ ગીફ્ટ માટે. કદાચ એલન પરથી હું પણ શીખ્યો છુ કે, સમયને બદલવો જરૂરી છે. ત્રણેય જણા સમયને પકડીને થોડી જીવનની પળો સાથે રહે છે. 

એલન : ડેડ કાલની અમેરિકાની ફ્લાઈટ છે. કિશનની વાઈફ સારા : આઈ એમ ઓલસો ગોઇંગ ટુ અમેરિકા વિથ એલન. પ્લીઝ યુ હેવ ટુ સ્ટે હિયર અલોન. 

કિશન : આઈ વિલ કમ ટુ અમેરિકા આફ્ટર કંપ્લેટિંગ માય ગોલ. હેપી જર્ની.

એક રાતે કિશન શર્મા પોતાના બેડ રૂમમાં કોઈ પ્રોજેક્ટ બનાવતા હોય છે. તેમને સવારે એક મીટીંગમાં આ પ્રોજેક્ટ રજૂ કરવાનો હોય છે. આખી રાત કામ કરવાથી કિશન શર્મા વહેલા ઊઠી શકતા નથી. પરંતુ ઝડપથી મીટીંગમાં પહોચી જાય છે. આજે તે એલને આપેલ રિસ્ટવોચ પહેરી હતી. મીટીંગમાં પ્રોજેક્ટ દ્વારા પ્રેઝન્ટેશન આપતાં હોય છે. “છેલ્લાં બે દાયકામાં કરેલ માનવ સુવિધાની હરણફાળ સમજાવી તેમજ આ બધું ખુબ જરૂરી છે. સમયને પાછળ રાખીને પહેલાનું માનવ જીવન ધોરણ જુઓ તો, ગામડામાં નાનું સરખું કલીનીક નહોતું. રોડ –રસ્તા,પાણી,ગટર,બાગ,બગીચા,શાળા,

દવાખાનું, વાહનો આજે બધું જ છે. અને આ બધામાં પરિવર્તન પણ આવતું રહેવાનું. સમાજ માટે પરિવર્તન ઘડવું એ જરૂરી પાસું છે. તો માનવીનો વિકાસ થઈ શકે. અદ્યતન સુવિદ્યા સાથે માનવી જીવી રહ્યો છે. તાર-ટપાલની જગ્યાએ આજે ઈ-મેઈલ આવી ગયા છે. એ માટે મારા આ પ્રોજેક્ટની શરૂઆત હું મારા નાના સરીખાં ગામડામાંથી જ કરવા માંગું છું. જો આપ મંજૂરી આપો તો પ્રથમ મારું નાનું ગામડું જ વિકાસનાં પાના પર હશે. અને આ વિકાસ અવિરત ચાલ્યા જ કરશે.” ત્યાં તો વોર્ડમાં બેડ પર સુતેલ કિશન શર્માની આંખોમાં સૂર્યના કિરણો પડ્યા....!!! ને કિશન બેડ પર થોડું પડખું ફરવા પ્રયત્ન કરે છે ત્યાં વોર્ડનું ડોર નર્સ ખોલે છે.દર્દીને ભાનમાં આવેલો જોઈને ડોક્ટરને જાણ કરે છે. 

ડોક્ટર : મી.કિશન શર્મા આપને હવે ઠીક લાગે છે ! આપના પરિવારજનો પણ આવી ચુક્યા છે.પરિવારજનો સાથે પોલીસ અને પ્રેસ રિપોર્ટર પણ એન્ટર થાય છે.

પોલીસ મેન : “મી.શર્મા જો આપ સંમતિ આપો તો બે પ્રશ્ન પૂછી શકું ? બેડ પર સુતેલા મી.શર્મા : આંખો નમાવીને સંમતિ આપે છે.

પોલીસ મેન : “જે લોકોએ પથ્થર મારો કર્યો તે આપના ગામડાંના લોકોનું ટોળું હતું. તેના પર અમે ધોરણસરની કાર્યવાહી કરવા માંગીએ છીએ જો આપ રીપોર્ટ લખવો તો .” 

મી.કિશન: “ અરે ! ના જે ગામડે મારો જન્મ થયો ને, હું બાળપણ જીવ્યો છું. ‘એ ધબકતું ગામડું હજી મારા લોહીમાં રમે છે.’ તે ગામના લોકો વિરુદ્ધ મારે કોઈ ફરિયાદ નથી કરવી. હું મારા ગામડાંને અતિ આધુનિક અને બુલેટ ટ્રેનથી સજ્જ કરવા માંગું છું. પણ મને સમજાય છે કે, માણસને સમજવાના પ્રકારમાં તફાવત હોઈ શકે બાકી વિકાસ તો ટકાઉ હોવો જરૂરી છે. વિકાસનો અંત વિનાશ ન હોવો જોઈએ. 


Rate this content
Log in

Similar gujarati story from Fantasy