Niky Malay

Fantasy Inspirational Thriller

4.3  

Niky Malay

Fantasy Inspirational Thriller

હોલીમે ઊડે રે ગુલાલ

હોલીમે ઊડે રે ગુલાલ

2 mins
59


નાનીના ઘરે ઉછરેલી ગીતા ભગવાન શ્રીકૃષ્ણના મંદિરમાં સાફ સફાઈનું કામ પોતાના નાની સાથે રહીને કરતી. આમ ઠાકોરજીની સેવા પૂજા એ તેનો નિત્યક્રમ હતો. હતી ગામડાની છોકરી પણ બહુ ભલી ભોળી. નાનીને થયું કે ગીતાને આગળ ભણવા માટે શહેરમાં મોકલવી જોઈએ. તેથી ગામડાના શિક્ષકની મદદથી સ્કોલરશીપ પરીક્ષા પાસ કરી બાજુના શહેરમાં ભણવા જાય છે. પણ આ તો શહેર એટલે બત્રીસ લક્ષણું.

હોસ્ટેલમાં પણ બિચારી ગીતાને બધી છોકરીઓ બહુ હેરાન કરે. નાસ્તો ચોરી લે.  લેશન કરવા ન દે. રૂમમાં તેની પાર્ટનર બધું કામ ગીતા પાસે કરાવે. ગીતા ક્યારેક ખુબ રડતી પણ અહીં તો બધા સ્વાર્થી તેની આંસુની કિંમત અહી ફક્ત મશ્કરીના રૂપમાં જ થતી. 

તે મનોમન વિચારે છે કે, હું તો સાવ ગરીબ ઘરની છોકરી, મને આ બધી છોકરીઓ સાથે નથી રહેવું , ને મારે નથી ભણવું એના કરતા તો મારા ઠાકોરજીની પૂજા ને કામ સારું. એમ વિચારીને તે ફરી પાછી ગામડામાં આવે છે ને નાનીને વાત કરે છે કે શહેર તો બહુ ભૂંડું છે. મારે શહેરમાં કોઈ બહેનપણી નથી. મારે નથી ભણવું, હું તો તમારી સાથે દરરોજ આવીશ ને આ ઠાકોરજીની સેવાપૂજા કરીશ.

આ બાજુ ગીતા ગામડે ચાલી ગઈ છે. એ વાતની તેની સાથે રહેલી પાર્ટનરને ખબર પડે છે. રજા હોવાથી પેલી પાર્ટનર ચાર પાંચ સખીઓ સાથે ગીતાના ગામડે આવે છે. ગીતા શ્રીકૃષ્ણ મંદિરમાં ભગવાનની આરતી ઉતારવાની દિવડી ઘસતી ઘસતી મીઠાં સ્વરે રાધાકૃષ્ણનું ભજન ગાતી હોય છે. પેલી શહેરમાંથી આવેલ સખીઓ તો તેનો મીઠો સ્વર સાંભળીને મુગ્ધ થઈ જાય છે. એક સખી ગીતા પાસે આવે છે ને કહે છે “યાર તું હોસ્ટેલમાંથી ચાલી ગઈ તેમાં અમારી રોનક જતી રહી અમે તારી સાથે સારું વર્તન નથી કર્યું એમાં તું અમારાથી નારાજ લાગો છો !

ગીતા – ના રે સખીઓ, આજે ધૂળેટી છે ને ....!!! મારા કાનાનો પ્રિય રંગ મારા હાથમાં છે. એમ કરી મંદિરમાંથી ગુલાલ બધી સખીને લગાડે છે. સખીઓ પણ ગુલાલના રંગે રંગાઈ જાય છે. પેલી બધી સખીઓ ગીતા સાથે ફરી દોસ્તીની દોર મજબૂત બાંધે છે. આમ ધુળેટીના ગુલાલ ગીતાને ફરી હોસ્ટેલમાં લઈ ગયો. ગીતાનો કંઠ મધુર હોવાથી તે પોતાની સખીઓમાં બહુ માનીતી બની ગઈ.


Rate this content
Log in

Similar gujarati story from Fantasy