Niky Malay

Fantasy Inspirational Thriller

4.7  

Niky Malay

Fantasy Inspirational Thriller

ઔષધીય રંગો કી હોલી

ઔષધીય રંગો કી હોલી

2 mins
34


એક રાજા હતો. તેના રાજ્યમાં ક્યાંય પણ શાંતિ ન હતી. વારંવાર દુકાળ પડવાને કારણે પ્રજા પણ હેરાન-પરેશન હતો. રાજકોષ પણ ખાલી થઈ ગયો હતો. રાજા પ્રજાવાત્સલ્ય હતો. તેને પ્રજાની ઘણી ચિંતા હતી પણ શું કરું એવો પ્રશ્ન આવીને ઊભો રહેતો. ક્યાંક વરસાદ સારો થાય તો લોકોમાં માંદગીનું ને રોગચાળાનું પ્રમાણ વધી જતું ને વરસાદ ઓછો થાય તો ભૂખમરાનું પ્રમાણ વધી જતું. રાજા બિચારો એટલો ટેન્શનમાં રહેવા લાગ્યો કે ખુદ બીમાર પડ્યો. રાજવૈદ ઘણા ઉપાયો કરે પણ પરિણામ નહોતું મળતું.

એક દિવસની વાત તેના રાજ્યમાં કોઈ મહાન સાધુ આવ્યા. જો કે સાધુએ ગામના પાદરેથી જ આ રાજ્યની સ્થિતિ જાણી લીધી હતી. તે રાજદરબારમાં પહોચે છે. રાજાને પ્રણામ કરે છે. રજા પોતાના શયન ખંડમાં સુતા હોય છે. રાજ વૈદ રાજાની ચિંતા વિશે વાત કરે છે. પેલા મહાન સંત કહે છે કે "હે રાજાન હું આવ્યો ત્યારથી નિરિક્ષણ કરતો આવ્યો છું. આપના રાજ્યમાં પીળા રંગના ફૂલ છોડ કે ફળો મને સાવ નહિવત છે. જો આપ રાજ્યમાં સુખ-શાંતિને એશ્વર્ય લાવવા માંગતા હોય તો પીળો રંગ ઔષધી સમાન છે." બસ આટલું કહીને સંત તો ત્યાંથી ચાલ્યા ગયા.

રાજાએ તો ખેતરોમાં હળદર જેવી કેટલીય પીળી ઔષધી અને પપૈયા, કેરી, કેળા જેવા ફળો ને પીળા ધાન્ય અને પીળા ફળફૂલ ઉગાડવાનું શરુ કર્યું. અમુક ઉત્સવ આવે ત્યારે નગરને પીળા ફૂલથી સજાવતા તેના કારણે રાજ્યમાં ચમક આવીને સુખ શાંતિ વધી. હળદર જેવી ઔષધીઓને કારણે બીમારીનું પ્રમાણ ઓછું થયું. તંદુરસ્ત રાજા, તંદુરસ્ત પ્રજા ને તંદુરસ્ત જીવન બની ગયું.

આમ રાજાએ અને પ્રજાએ વેઠેલા દુઃખ પીળા રંગના ખાદ્ય ઉપચારથી દૂર થયા. આમ ધુળેટીમાં પીળો રંગ સુખ-શાંતિ એશ્વર્ય અને આરોગ્યનું પ્રતિક છે. આપ સૌને પીળા રંગના આ ફૂલોની મહેક સાથે હેપી હોલી !


Rate this content
Log in

Similar gujarati story from Fantasy