Niky Malay

Fantasy Inspirational Children

3.9  

Niky Malay

Fantasy Inspirational Children

હોલીમેં વરસે આસમાની રંગ

હોલીમેં વરસે આસમાની રંગ

2 mins
39


એક વાદળું આકાશમાં આમથી તેમ ફરતું હતું. આ વાદળું ઘણું તોફાની હતું. બધા વાદળાને ધક્કા મારીને સૌથી આગળ દોડતું. એક દિવસની વાત છે. બધા વાદળા પૃથ્વી પર ફરવા ગયા. તેમાં આ તોફાની વાદળું પણ મસ્તી કરવા પૃથ્વી પર ગયું. પૃથ્વી પર એક ખુલા મેદાનમાં બધા રમતાં હતા.

એવામાં એક પ્રિન્સ આવે છે જે રાજાનો એકનો એક લાડકો કુંવર હોય છે. તે આ બધાં વાદળાને રમતા જોઈને તેની સાથે મસ્તી કરવા લાગે છે. આ તો ભાઈ રજાનો કુંવર થોડો જીદ્દી પણ હોય ને ! વાદળો સાથે રમતાં રમતાં સાંજ પડી ગઈ. બધા વાદળોએ પ્રિન્સને કહ્યું હવે અમે અમારા દેશમાં જઈએ છીએ. પેલો રાજકુમાર તો બહુ જીદ્દી તેણે પેલા તોફાની વાદળાને પકડી રાખ્યું. બધા વાદળો તો મૂંઝાયા પછી એક જેષ્ઠ વાદળું હતું તે રાજકુમારને કહે “ બેટા અમે તો આકાશે રહેનારા અમે આ ધરતી પર ન રહી શકીએ. જો અમે ધરતી પર રહીએ તો પછી વરસાદ કોણ આપે ? પેલા પ્રિન્સ કહે”પણ મને તમારો રંગ ખુબ ગમે છે.” પછી જેષ્ઠ વાદળું એક વરદાન આપે છે કે, “આ પૃથ્વી પર અમે આસમાની રંગ રૂપે હંમેશા તારી સાથે રહેશું.” અને એક આસમાની રંગ પૃથ્વી પર રાજકુમારને રમવા માટે આપતા જાય છે. આપણું શરીર પંચ તત્વોનું બનેલું છે. જેમાં જળ સ્વરૂપ આસમાની રંગની નિર્મળતા દર્શાવે છે. આસમાની રંગ કોમળતા અને રાજનૈતિક રંગ છે તેને વિદ્વાન રંગ પણ કહે છે. તેથી ધુળેટીમાં આસમાની રંગની મસ્તીએ પણ રંગાવું જોઈએ.


Rate this content
Log in

Similar gujarati story from Fantasy