Niky Malay

Crime Inspirational

4.0  

Niky Malay

Crime Inspirational

હોલીમે પર્પલ રંગ

હોલીમે પર્પલ રંગ

2 mins
40


હોલીમે પર્પલ રંગ 

એક શંખ ચાલતું ચાલતું ભગવાનના દરબારમાં પહોચ્યું. અને વિનંતી કરી, “હે પ્રભુ ! અમે દરિયામાં રહેનાર છીએ. પૃથ્વી પર અમારી કોઈ ઉપયોગીતા નથી. દરિયામાં રહેતા દરેક જીવ ઉપયોગી ને કિંમતી છે. અમે એક જ સાવ નઠારા છીએ. દરિયામાં રહેતા બધા જીવો અમને ધુત્કારે છે. દરિયાના રાજા જયારે પણ પોતાનો દરબાર ભરે ત્યારે બધાને આમંત્રણ આપે છે. પણ અમને આમંત્રણ આપતા નથી. અમે તેને માટે કોઈ ઉપયોગી કે કિંમતી નથી એટલે તેવો અમને રાજ દરબાર કે મિજબાનીમાં બોલાવતા નથી. મોતી, છીપલાં, માછલાં, દરિયાઈ ઘોડા, દરિયાઈ વનસ્પતિ, આ બધા અમને ઠેબે ચડાવીને ચાલ્યા જાય છે. અમને ઘણું દુઃખ થાય છે. અમારું મહત્વ કેમ નથી ? ભગવાન !”

ભગવાને કહ્યું “જો તમે ઘોર તપ કરશો તો બ્રહ્માજી તમને અનો કંઇક રસ્તો બતાવશે.”

પેલું શંખ સમાધીમાં લીન થઇ જાય છે. વરસો સુધી તપ કરે છે. એક દિવસ બ્રહ્માજી પ્રસન્ન થાય છે. અને શંખને વરદાન આપે છે કે, “તમે શંખલા દરિયાના તળિયે રહીને જાંબલી રંગની ઉત્પત્તિ કરશો. અને તમે મંદિરોમાં પણ નાદ કરશો. તમારામાં રહેલી શોભાની કલાને કારણે તમે સુશોભિત પણ બનશો. પણ એક શરત છે કે, તમે એક એવું દુનિયાનું જીવ હશો કે માર્યા પછી જ તમારી શોભા અને કિંમત વધશે અને માર્યા પછી જ તમારો આવાજ શંખનાદ તરીકે ગુંજશે. જયારે જીવિત હશો ત્યારે દરિયાનાં અતિ ઊંડા પાણીમાં રહીને પાર જાંબલી રંગથી દરિયાની આંતરિક શોભા વધારશો.”  

જાંબલી રંગ અતિ આધ્યામિક અને મનની ગહેરાઈ દર્શાવતો રંગ છે. આમ જાંબુડી રંગ રચનાત્મકતા અને કલ્પનાની ગહેરાઈ નું પ્રતિક છે. તેમજ રોયલ્ટી રંગ પણ છે જે સુખ સમૃધિનું પ્રતિક છે. અને કલ્પનાશીલ રંગ કહે છે. આ શંખલાની જેમ માર્યા પછી પણ આપણે આપણા કાર્ય થકી લોકોને પ્રેરણા આપતા રહીએ જે માટે જાંબલી રંગ ધૂળેટીમાં આશીર્વાદ સમાન છે.


Rate this content
Log in

Similar gujarati story from Crime