Niky Malay

Fantasy Inspirational Thriller

4.7  

Niky Malay

Fantasy Inspirational Thriller

શાંતિદૂત હોળી

શાંતિદૂત હોળી

2 mins
38


ધુની રાહુલના મનમાં ઘણા બધા યુધ્ધો ચાલતા ત્યારે રાહુલ જે કઈ વસ્તુ હાથમાં આવે તે તોડી ફોડી નાખતો. તેને ઘણો ગુસ્સો પણ આવતો, એટલે ઘરના સૌ લોકો તેને બેડરૂમમાં લઈ જઈને પૂરી દેતા. જો કે આ છોકરો સાવ નકામો ન હતો. તે કબડીની રમતમાં એકો પણ ભણવામાં સાવ ઢગલો. તેને કોઈ ભણવા વિશે શિખામણ આપે એટલે તોફાન શરુ કરી દેય. બસ તેને ભણવું ન ગમે. ઘણી સ્કૂલો બદલાવી ટ્યુશન માસ્તર પણ દર મહીને બદલાતા.પણ રાહુલમાં ભણવાની બાબતમાં કોઈ ફરક ન પડે. રાહુલના  કુટુંબના સભ્યો પણ રાહુલ માટે ઘણી ચિંતા કરતા. દિવસે દિવસે રાહુલ જીદ્દી ને જક્કી બનતો જતો હતો.

રાહુલના દાદીને એક મહિના માટે ઋષિકેશ શિબિરમાં જવાનું થયું. એટલે દાદી કહે “આ વખતે મારે રાહુલને ઋષિકેશ લઈ જવો છે. રાહુલને ભણવાને બદલે ફરવાનું કહ્યું એટલે મજા પડી. તે તો દાદા-દાદી સાથે ઋષિકેશ ફરવા જવા તૈયાર થઈ ગયો.

રાહુલ તેના દાદા-દાદી સાથે ઋષિકેશ પહોચ્યો. રાહુલ-“ઓહ ! કેટલું સુંદર વાતાવરણ છે દાદી.ચારેય બાજુ પર્વતો જાણે દૂર દૂરથી આપણને તેના ખોળામાં રમવા બોલાવતા હોય મને તો એવું લાગે હો દાદી....!!! ને આ ગંગા નદી તો જાણે મધુર સંગીત સાંભળાતું હોય એવો ખળખળ કરતો અવાજ કરે છે. તેમાં ધુબાકા મારવાની કેવી મજા આવે નહીં ને દાદી ....!"

દાદા –દાદી ને રાહુલ જ્યાં રોકાયા હતા.તે એક ઓમ શાંતિ આશ્રમ હતો. ત્યાં બધા સફેદ કપડાં જ પહેરતા. સાંજ પડી એટલે માં ગંગાની આરતી ઋષિકેશમાં શરુ થઈ. કેટલું રમણીય અને આહલાદ ભક્તિમય વાતાવરણ હતું ! રાહુલને આ બધું બહુ ગમી ગયું. તે પણ દાદી સાથે સફેદ કપડાં પહેરીને ધ્યાનમાં બેસી જતો. જેને કારણે રાહુલમાં એકાગ્રતા આવી. દાદા દાદી રાહુલમાં પરિવર્તન જોઈને ખુશ થયા. એક મહિનો ક્યારે પૂરો થઈ ગયો કંઈ જ ખબર ન પડી.

ઘરે આવ્યા પછી પણ રાહુલે સફેદ કપડાં પહેરીને ધ્યાનમાં બેસવાનું ચાલુ રાખ્યું. એટલું જ નહી પણ તેનું આખું કુટુંબ આવી રીતે ધ્યાનમાં બેસતું થઈ ગયું. પછી તો રાહુલ ખુબ જ ડાહ્યો ને ભણવામાં પણ હોશિયાર થઈ ગયો.

આમ સફેદ રંગ શાંતિનું પ્રતિક છે. સફેદ જે અબીલ છે. શાંતિ અને મનની એકાગ્રતા વધે. તેમજ આપણા મસ્તિષ્કમાં સકારાત્મક ઊર્જા પ્રાપ્ત થાય તે માટે આપણે હોળીના રંગોમાં સફેગ રંગનો ઉપયોગ કરીએ છીએ..


Rate this content
Log in

Similar gujarati story from Fantasy