Niky Malay

Fantasy Inspirational Thriller

4.7  

Niky Malay

Fantasy Inspirational Thriller

લીલો રંગ ઊડ્યો રે

લીલો રંગ ઊડ્યો રે

2 mins
39


એક ગામના ખેડૂતો ખુબ હેરાન પરેશાન થઈ ગયા હતા. વરસાદ પુરતો ન આવવાને કારણે દેવું પણ ચડતું જતું હતું. ને અનાજની અછત પડવા લાગી. મોંઘવારી એવી મજા મૂકી કે સામન્ય માણસનું જીવન જીવવાનું મુશ્કેલ બની ગયું.

આ ગામમાં એક સાધુ નદી કિનારે ધોમધખતા તાપમાં પણ એક વડાલા નીચે બેસીને તપ કરતા હતા. તેની આંખો હંમેશા બંધ જ હોય એટલે ગામના લોકો તેમને કદી કોઈ સવાલ પૂછતાં નહીં. ગામના ગમે તેવો દુકાળ પડે પણ આ વડલો સૂકાતો નહીં, તે લીલોછમ જ રહેતો.

એકવાર આ ગામના મુખિયા આ સાધુ પાસે આવીને વિનંતી કરે છે. “હે સાધુ મહાત્મા આ ગામના બધા ઝાડવા સૂકાઈ જાય છે પણ આપના તપને કારણે આ વડલો સૂકાતો નથી. આ દુકાળનો અમને ક્યાંક ઉપાય બતાવો. “

પેલા સાધુ તો ધ્યાનમાં મગ્ન હતા. તે કદી આંખો ખોલતા ન હતા. અને કોઈ દિવસ કોઈ લોકોએ તેની ખુલી આંખો જોઈ પણ ન હતી. પેલા મુખિયા તો આ સાધુને વિનંતી કરીને ખુબ જ રડતા હૃદયે તેમણે વંદન કરી ચાલ્યા જાય છે. બધાને મનમાં એવી શ્રદ્ધા બેસી ગઈ કે આ સાધુ જ હવે આપણને ઉગારી શકાશે.

એક રાતની વાત છે . આજે આ સાધુડો આંખ ખોલીને ચારે તરફ નજર નાખતો હતો. બધું જ ઉજ્જડ વેરાન દેખાતું હતું. પણ સાધુની આંખમાં એટલી લીલોતરી સમાયેલી હતી કે તે જે વૃક્ષ પર કે જમીન પર નજર નાખે તે હરીભરી થઈ જતી. સાધુ એ તો આખું ગામ લીલુછમ કરી દીધું.

સવાર પડી ગામ લોકોએ ચારે બાજુ હરિયાળી ને ઠંડક પ્રસરેલી દેખાઈ. જાણે વાતાવરણ મન મોહન થઈ ગયું હતું. ખેતરો ઝાડવા બધું જ લીલુછમ હતું. ગામ લોકો અને મુખિયા દોડીને વડલા પાસે પેલા સાધુને મળવા ગયા. પણ સાધુ ત્યાં હતા નહીં. ગામના લોકો હજી પણ એ સાધુની રાહ જોવે છે. પેલા વડલાનું પૂજન કરે છે. આ સાધુના કારણે તેમનું ગામ સદાને માટે હરિયાળું અને સમૃદ્ધ બની ગયું.

આમ લીલો રંગ સમૃદ્ધિ,પ્રેમ, દયા અને પ્રકૃતિનો રંગ છે. આ રંગથી હોળી રમવાથી પ્રકૃતિ પણ ખુશ થાય છે.


Rate this content
Log in

Similar gujarati story from Fantasy