Niky Malay

Abstract Fantasy Inspirational

4.3  

Niky Malay

Abstract Fantasy Inspirational

કેસરિયા રંગ

કેસરિયા રંગ

1 min
50


ઘણા સમય પેલાની વાત છે. સ્વામી વિવેકાંદ માટે લોકોમાં ઘણી ચાહના વધી હતી. એટલે દરોજ સ્વામીજીને મળવા લોકોનો ઘસારો વધવા લાગ્યો. એક વ્યક્તિ સ્વામીજી પાસે આવે છે અને કહે “મહાત્માજી હું ખુબ ગરીબ છું, મારી પાસે કંઈ જ નથી, માથે દેવું વધતું જાય છે. હું શું કરું ?” સ્વામીજી તેને કહે-“ તારી પાસે કંઈ જ નથી ?

પેલો ગરીબ માણસ – “ મારી પાસે કંઈ જ નથી. હું સાવ લાચાર છું.”

સ્વામીજી – “જો તારી પાસે કંઈ જ નથી તો હું જે માંગું એ તું મને આપીશ ? ”

પેલો ગરીબ થોડો ખચકાયો.

સ્વામીજી- “તારો એક હાથ મને આપી દે. તારો એક પગ મને આપ ને તારી એક આંખ મને આપ."

પેલો માણસ –અરે ! સ્વામીજી તો હું શું કરું ?

સ્વામીજી- તારી પાસે બધું જ છે, છતાં તું પોતાની જાતને કંગાળ સમજે છે. જેની પાસે હાથ પગ નથી તેને એક વાર પૂછ કે જીવન કેવું હોય છે.  

આમ પેલા માણસને સ્વામીજીએ પોતાનું જ્ઞાન કરાવ્યું.

હોળીનો તહેવાર એટલે વસંતની ઉજવણી ને કેસૂડાની મહેક. વિવિધ રંગોથી ઉજવાતી ધૂળેટી આપણે વિવિધતામાં એકતાનું પ્રતિક આપે છે. એમાં પણ કેસરી રંગ એટલે ભક્તિ જ્ઞાન અને તપનું પ્રતિક અને દેશભક્તિનું પ્રતિક છે. આ રંગ સાથે રંગીને આપણે પણ જ્ઞાન અને તપસ્વી કે દેશભક્ત બનીએ. વિશ્વમાં દેશનું નામ રોશન કરીએ.


Rate this content
Log in

Similar gujarati story from Abstract