Niky Malay

Abstract Fantasy Others

4.5  

Niky Malay

Abstract Fantasy Others

પ્યારા દોસ્ત સ્નોવ

પ્યારા દોસ્ત સ્નોવ

3 mins
276


સ્નોવ વર્ષા છેલ્લા ત્રણ દિવસથી થઈ રહી હતી, આકાશી સફરેથી આવતા સ્નોવ જાણે ! “ધરતી ઉપર આવીને એવા તો રમતા હતા કે વાદળા અહીં ફરવા આવ્યા હોય.” તેવું આહલાદ દૃશ્ય સર્જાયું હતું. ચારેય બાજુ ઠંડુગાર વાતાવરણ થીજી ગયું હતું. માનવોના શ્વાસ સગડીએ શેકાવા ગોઠવાઈ ગયા હતા. સફેદ રીંછ ને વાધે પોતાના પગલા ગુફામાં સંતાડી દીધા હતા. શિકારી કૂતરા અને રેન્ડીયર પણ પોતાનો કામ ધંધો બંધ કરી વાડામાં ધાબળા ઓઢી સૂઈ ગયા હતા.

પણ એક સ્નોવ ને જરા પણ શાંતિ નહોતી. નાનો સરખો બરફનો ગોળો એલનની કાચની બારી પાસે આવીને પટકાયો. સ્નોવે કાચમાંથી બારીમાં જોયું તો એલન તાપણું કરતો હતો. અને સાથે સાથે રડતો પણ હતો. બારી બહારથી સ્નોવ જોઈ રહ્યો હતો કે એલન રડે છે કેમ ?

નાનો સરખો બરફનો ગોળો એલનના ઘરના બારણા પાસે ગયો. અને ડોરબેલ મારી ટીન..ટીન..ટીન..

એલન બારણા પાસે આવીને અંદર વિડીયો કેમેરામાં જુએ છે કે કોણે ડોરબેલ મારી ! પણ એલનને બહાર કોઈ દેખાતું નથી. વળી કોઈ ડોરબેલનો આવાજ આવ્યો. એલન કેમેરામમાં નીરખીને જુએ છે તો એક નાનો સરખો બરફનો ગોળો ( સ્નોવ) ઊભો હતો.

એલન અંદરથી બોલે છે , “ બહાર કોણ છે ?

સ્નોવ : હું બરફનો ગોળો સ્નોવ છું. મને અંદર આવવા દઈશ ?

એલન : અરે તું તો બરફનો ગોળો છો ને હું તો તાપણું કરું છું તું ઓગળી જઈશ તો ?

સ્નોવ : અરે દોસ્ત મને તારી સાથે વાત કરવી છે. હું સ્નોવ છું આજે તારો બર્થડે એટલે વિશ કરવા આવ્યો છું.

એલન : ઠીક છે પેલા હું તાપણું ઓલવી નાખું. થોડી રાહ જો તું પછી એલન દરવાજો ખોલે છે અને સ્નોવ એલનના ઘરમાં પ્રવેશે છે.

સ્નોવ : દોસ્ત તારું નામ એલન છે મને ખબર છે. મેં જોયું તું રડતો હતો એટલે અંદર આવ્યો છું. બોલ તું કેમ રડતો હતો. ?

એલન : હું મારા ઘરમાં એકલો છું. મારા મમ્મી ને પપ્પા આવી બરફ વર્ષમાં કયાંક ફસાઈ ગયા છે. ફોન પણ નથી લાગતો. આજે મારો જન્મ દિવસ પણ છે. છતાં એકલો છું. જો તું બરફ વર્ષા ઓછી કરી શકતો હોય તો મને મદદ કર.

સ્નોવ : બેટા હું બરફ વર્ષા ઓછી નહીં કરી શકું. મને માફ કરજે. પણ મારા દોસ્તોને મેસેજ આપીને તારા મમ્મી પપ્પાની ભાળ કાઢી શકીશ.

એલનતો ખુશ થઈ ગયો, કહ્યું મારા મમ્મી – પપ્પા ક્યાં છે ? જો ખબર પડે તોય ઘણું છે.

સ્નોવે તેના બધા મિત્રોને મેસેજ કર્યો અને એલનના પેરેન્ટ્સ ક્યાં છે? તે શોધવા કહ્યું.

એલન ઘણો ઉદાસ દેખાતો હતો. અને ઘરમાં એકલો હોવાથી ડરતો પણ હતો. ને આજે તેનો જન્મ દિવસ પણ હતો.

સ્નોવ પાસે ઘણું જાદુ હતું એટલે એલનને ખુશ કરવા પ્રયત્ન કરે છે.

સ્નોવ : અરે ! એલન ચલ તને અમારા દેશે ફરવા લઈ જાવ તારી આંખો બંધ કર.

એલન આંખો બંધ કરે છે. ત્યાં તો એલન સ્વપનામાં ઊડવા લાગ્યો. ને પહોંચી ગયો આકાશે સ્નોવના દેશમાં. આ દેશમાં તો કેટલાય નાના મોટા સ્નોવ હતા. ઘણા તો રૂની માફક ઊડતાં હતા. સ્નોવ એલનને પોતાના પર બેસાડી સફર કરાવતો હતો. બર્ડ સ્નોવ, ટોય સ્નોવ, ચોકલેટ સ્નોવ, બાઈસિકલ સ્નોવ, વગેરે સ્નોવ સાથે એલન ખુબ મજા કરીને રમે છે. સ્નોવ એલન માટે “સ્નોવ કેક” પણ લઈ આવે છે, બધા સ્નોવ સાથે મળીને એલનને હપી બર્થડે વિશ કરે છે. સ્નોવની દુનિયામાં તો એલન ને ભાઈ બહુ મજા પડી જાય છે. પછી સ્નોવ એલનને એક મસ્ત “મિલ્ક સ્નોવ” જ્યુસ પીવડાવે છે. એલન એ જયુસ પીતો હોય છે.

બેટા એલન ક્યારની જગાડું છું ચાલ ઊભો થા. આજે તો તારો જન્મ દિવસ છે. અરે તું બહાર તો આવ કેવો સ્નોવ પડે છે.

એલન : મમ્મી મને સ્વપ્નમાં સ્નોવ પોતાના દેશ ફરવા લઈ ગયો હયો. ને તું ને પપ્પા ઘરે નહોતા હું એકલો જ હતો મેં સ્નોવ સાથે સ્વપ્નમાં કેટલી મજા કરી હતી.


Rate this content
Log in

Similar gujarati story from Abstract