STORYMIRROR

Sangita Dattani

Abstract

3  

Sangita Dattani

Abstract

સુદર્શિનીનો બનાવ

સુદર્શિનીનો બનાવ

1 min
221

વેકેશન નજીક આવે છે. આ વખતે તો જર્મની, ફ્રાન્સ, સ્વિટ્ઝર્લેન્ડ વગેરે દેશોમાં ફરવા જવું જ છે. સુદર્શિની સોસાયટીના બધા છોકરાઓ ટોળે મળ્યા હતા. બધાના મા બાપ ના પાડતા હતા કે દેશમાં જ ક્યાંક ફરી આવો, હજી પરદેશ જવાનો સમય નથી આવ્યો. પણ છોકરાઓ તો જિદે જ ભરાયા હતા.

ઓનલાઈન બુકિંગ કરી જ રહ્યા હતા ને જય પેમેન્ટ કરવા જઈ જ રહ્યો હતો, ત્યાં સાઈટ બ્લોક થઈ ગઈ. ઘણા પ્રયત્નો છતાં વેબસાઈટ ખૂલી જ નહીં. અંતે મહાબળેશ્વર જ જવું તેમ નક્કી કરીને સૌ છૂટા પડ્યા. 

સવારે અખબાર ખોલતાની સાથે જ ખબર પડી કે આ તો ફ્રોડ વેબસાઈટ હતી. જેમાં તેઓ બુકિંગ કરવા જઈ રહ્યા હતા. જયે તરત જ ગ્રુપમાં મેસેજ કર્યો, સારું જ થયું કે આપણે પૈસા ન ભર્યા. નહીંતર લાખોનું નુકસાન થઈ જાત. 

જયના મમ્મી આ મેસેજીસ જોઈ રહી હતી. ભલું થાય આ વેબસાઈટનું કે તે બંધ જ થઈ ગઈ. બાકી આ છોકરાઓ વાર્યા વરે તેવા ન હતા એ હાર્યા જ વરે. જે થયું તે સારું જ થયું તેમ વિચારીને સૌ કામે વળગ્યા.


Rate this content
Log in

Similar gujarati story from Abstract