Bhavna Bhatt

Fantasy Children

3  

Bhavna Bhatt

Fantasy Children

સફર

સફર

1 min
148


આશા તેર ચૌદ વર્ષની હશે, ને માતા પિતા સાથે ટ્રેનમાં સફર કરી રહી હતી. આ એની જિંદગીની પહેલી સફર હતી એટલે એ ખુબ જ ખુશ હતી ને ઉત્સાહી હતી. માતા પિતા ને ભાઈ સાથે ટ્રેનમાં સફર કરતાં કરતાં નિતનવુ જોતી હતી.ખુશખુશાલ થઈ ને ચીચીયારીઓ પાડી રહી હતી. સવાલો પુછી રહી હતી.

પહેલા સોમનાથ મહાદેવ મંદિર દર્શન કરવાનાં હોવાથી ધર્મશાળામાં રોકાયા. નાહી ધોઈને સ્વચ્છ કપડાં પહેરીને મંદિરમાં દર્શન કરવા ગયા. દર્શન કરીને દરિયા કિનારે ગયાં. મોટાં મોટાં મોજાં આવે ત્યારે પગ પલળી જાય એ આનંદ માણતાં આશા ખુબ ખુશ થઈ ગઈ.

આમ કરતાં સાંજ પડી એટલે પિતાએ સૌને ધર્મશાળામાં પાછાં લાવ્યાં. ભોજન ગ્રહણ કરીને અલકમલકની વાતો કરતા કરતા સૂઈ ગયા. આશા તો સપનામાં પણ સફર કરી હતી. ન જાણે કંઈ અજાણી ભોમકા પર એ ફરી રહી હતી. નવું નવું જોઈને આશ્ચર્યચકિત થઈ ગઈ હતી. હજુ આગળ વધી રહી હતી. સવારે પિતાએ ઢંઢોળી ત્યારે ટગર ટગર જોઈ રહી હતી કે "હું ક્યાં છું ?" પિતાએ કહ્યું "ફટાફટ તૈયાર થઇ જા, આપણે હજુ ઘણી લાંબી સફર ખેડવાની છે. પાંડવોની ગુફા અને ભાલ્કાતિર્થ ને બધું ફર્યા. જમીને આરામ કર્યો. બીજા દિવસે દ્વારકાનગરી જોવા માટે બસમાં બેસી ગયાં. આશા તો દ્વારકા જવાનાં હરખમાં ખોવાઈ ગઈ હતી. આ સફરનો અનેરો આનંદ માણી રહી હતી.


Rate this content
Log in

Similar gujarati story from Fantasy