"Komal" Deriya

Abstract Romance

4  

"Komal" Deriya

Abstract Romance

સફર પ્રેમની - ૭

સફર પ્રેમની - ૭

3 mins
163


એ ખૂણામાં એને એ ખજાનો મળ્યો જેને શોધવા એ આખી દુનિયા ફરી વળ્યો હતો. જ્યારે એ શોધતો હતો ત્યારે ના મળ્યું પણ એના નસીબમાં આજે મળવાનું લખ્યું હતું. આંખમાંથી તરતજ પાણી આવી ગયું અને ખુશીથી ચહેરો ચમકવા લાગ્યો. અધીરો બનેલો સાગર સીધો જ ભૂમિને ભેટી પડ્યો. હા, એ હોસ્પિટલમાં ભૂમિ એની રાહ જોઈ રહી હતી. સાગરને ભેટીને એ પણ રડવા લાગી. સાગર થોડી વાર તો ભૂમિને જોઈ જ રહ્યો. એ ચહેરો, એ આંખો, એ વાળ અને માસૂમ ભાવ જેને જોવા એ વરસો સુધી ભટક્યો હતો. જાણે પોતાની આંખોમાં ભૂમિની તસવીર બનાવતો હોય એમ થોડીવાર તો એ કંઈજ બોલ્યો નહીં અને ભૂમિ કંઈક વ્યથામાં હતી એટલે એનાથી કંઈ બોલાયું જ નહીં. 

થોડાં શાંત થયા પછી સાગરે જ પુછ્યું, "તું અહીં શું કરે છે ? શું થયું છે તને ? તું કેન્સરની હોસ્પિટલમાં કેમ છે ? "

ભૂમિએ સાગરની આંખોમાં જોઈને કહ્યું, "મને તો કંઈ થયું નથી પણ મારા પતિને આ જીવલેણ બિમારીએ પોતાના કબ્જામાં લઈ લીધા છે !" 

"પતિ ! એટલે તારા પતિ ? " આશ્ચર્ય સાથે સાગરે પૂછ્યું. 

"અરે હા, કેમ આમ ચોંકી ઉઠ્યો જાણે તને ખબર જ નથી ?" ભૂમિએ સહજતાથી પૂછ્યું. 

સાગર તો અસમંજસમાં મૂકાયો કે આ એમ કેમ કહે છે કે મને ખબર છે, હું તો કંઈ જાણતો જ નથી ને ! 

"અરે ! સાગર મને તારી મદદની ખુબ જરૂર છે. મારા પતિના ઓપરેશન માટે મને પૈસાની જરૂર છે અને મને ખબર છે તું જ મારી મદદ કરી શકે છે." ભૂમિએ રડતા રડતા આશભરી આંખે સાગર તરફ જોયું. 

સાગર ખુબ પૈસાદાર હતો જ એટલે એણે પૈસા આપવાની હા પાડી અને આશ્વાસન પણ આપ્યું કે બધુ સારું થઈ જશે. 

પણ હાલ એને પોતાની જાતને આશ્વાસન આપવાની જરૂર હતી. એ આ સત્ય સ્વીકારી શકે એવી હાલતમાં જ નહતો પણ તોય એને ભૂમિને સંભાળી લીધી અને એને ઘેર લઈ આવ્યો.

ભૂમિને જમાડી અને સાગરની મમ્મીએ કહ્યું, "દીકરી, આ તારું જ ઘર છે તું અહીં જ રહેજે અને આપણે બધા ભગવાનને પ્રાર્થના કરીશું તારા પતિને ઝટ સારું થઈ જશે. "

સાગરના મમ્મી સ્વભાવે એકદમ નરમ અને ભક્તિભાવવાળા છે એટલે ભૂમિની વાત સાંભળી એ પણ રડવા લાગ્યા. 

સાગરના પપ્પા સવજીભાઈ અને સાગર બંને હોસ્પિટલ ગયા અને ઓપરેશન માટેની બધી તૈયારીઓ કરાવી દીધી. 

બીજા દિવસે સવારે ભૂમિના પતિનું ઓપરેશન થવાનું હતું એટલે સાગર ભૂમિ સાથે હોસ્પિટલ પહોંચી ગયો. ત્યાં જઈને એ બહાર બેસીને રાહ જોઈ રહ્યાં હતાં ત્યારે ભૂમિએ સાગરનો આભાર માન્યો અને કહ્યું, "સાગર તારા જેવો મિત્ર દુનિયામાં કોઈને નહીં મળ્યો હોય કે નહીં મળશે. મને જ્યારે જ્યારે તારી જરૂર પડી ત્યારે તું હવાની જેમ હાજર રહ્યો છે અને પડછાયાની જેમ મારો સાથ આપ્યો છે તે પણ... "

ભૂમિ અટકી પડી અને સાગર આ પણનો જવાબ પૂછે એ પહેલાં તો ડોકટરે બહાર આવીને કહ્યું કે દર્દીની હાલત ખુબ ગંભીર છે શક્ય હોય તો બહારથી બીજા ડોકટરને બોલાવીએ. એેમની ફી ખુબ વધારે છે. 

સાગરે કંઈપણ વિચાર્યા વગર જ હા પાડી દીધી. એણે કહ્યું, "તમે પૈસાની ચિંતા ના કરો બસ એમને બચાવવાના બધાજ બનતા પ્રયત્નો કરજો."

આ હડબડાટ વચ્ચે પેલા 'પણ' નો જવાબ ફંગોળાઈ ગયો અને ભૂમિ રડવા લાગી ગઈ. 


Rate this content
Log in

Similar gujarati story from Abstract