સંગીત એક દવા છે
સંગીત એક દવા છે
ઘણીવાર એવું થાય કે ગમે તેટલી મથામણ કરીએ તો ય મગજ તો ના વિચારવાનું વિચાર્યા જ કરે. જેટલો પ્રયત્ન કરીએ એટલી જ એ વાત વધારે યાદ આવે. બધા સાથે રહીએ તો ચિડાઈને ઝઘડો કરી લઈએ અને એકલાં બેસીએ તો મન શાંત થવાની જગ્યાએ બસ એનું એ જ વિચાર્યા કરે. કોઈ સાથે વાત કરીએ તો વતેસર થઈ જાય. બીજું કામ કરવા બેસીએ તો એમાં ય સફળતા ના જ સાંપડે. મન ભટકે જાય અને બધું ઉથલપાથલ થતું જાય. થોડો સમય વીતી જાય એટલે આ જ વિચારો નકારાત્મક થવા લાગે. મનમાં હીન ભાવના પ્રસરવા લાગે. આત્મવિશ્વાસ ડગવા લાગી જાય.
જો ક્યારેય આવું થાય તો સંગીત સાંભળો. સંગીતથી મન શાંત અને નિર્મળ થાય છે. ગુસ્સો ઠંડો પડે છે. નકારાત્મકતા દૂર થાય છે. આત્મવિશ્વાસ વધે છે. તમારું મનગમતું ગીત સંગીત તમને એક અલગ જ દુનિયામાં લઈ જાય છે. જ્યાં માત્ર આંતરિક શાંતિ છે. સંગીત દરેક દર્દની દવા છે. દરેક સમસ્યાની સામે લડવાની તાકાત છે.
તો હવે જ્યારે મન ભટકે ત્યારે સંગીત સાંભળો.